એક સાચી પ્રેમ કહાની….ફેસબુકમાં મિલાપ – કોને સારું કર્યું ??? છોકરા એ કે છોકરી એ ???

0

એક સાચી પ્રેમ કહાની….એક છોકરો અને એક છોકરી ફેસબુકમાં મળે છે…બંને ને એકબીજા સાથે પ્રેમ થઈ જાય છે,
બંને વિડિઓ કોલમાં રાત્રે મોડા સુધી રોજ વાતો કર્યા કરે છે….

એ છોકરાને પહેલા ઘણી છોકરીઓ સાથે ફ્રેન્ડશીપ હોય છે, પણ એ બધા ખાલી ફ્રેન્ડ જ હોય છે
તેમાં એક છોકરી એની ખૂબ જ નજીકની ફ્રેન્ડ હોય છે જેની સાથે એ છોકરો પોતાના દિલની વાત શેર કરી શકે છે…

એ છોકરીને પણ ઘણાં છોકરા સાથે ફ્રેન્ડશીપ હોય છે, એ બધા સાથે ખૂબ જ હસી મઝાક કરતી હોય છે.
છોકરાને છોકરીના એ હસી મઝાકથી કોઈ જ પ્રોબ્લેમ નથી થતો… છોકરો એ છોકરીને પોતાના વિશેની બધી જ હકીકત જણાવી દે છે, પણ એ છોકરી છોકરાની સાથે રહેલી બીજી એની બધી જ ફ્રેન્ડ સાથે સંબંધ છે એવું કહી અને એમની ફ્રેન્ડશીપ તોડાવી દે છે,
છોકરો પણ એમ જ વિચારે છે કે ફ્રેન્ડ કરતાં પ્રેમ વધારે મહત્વનો છે એટલે એ એક પછી એક બધી ફ્રેન્ડ સાથે વાત કરવાનું બંધ કરી દે છે. પણ હજુ એ છોકરો એની એક ખાસ ફ્રેન્ડ સાથે વાત કરતો જ હોય છે એ ફ્રેન્ડ ને એની બધી જ સુખ દુઃખ ની વાતો ખબર હોય છે… જેની એ છોકરીને પણ ખબર હોય છે,

બાકી રહી હોય છે…તો એ ખાસ ફ્રેન્ડ… પણ એ છોકરીના મનમાં સતત ઈર્ષા રહેલી હોય છે, અને એક દિવસ એ છોકરાની ખાસ ફ્રેન્ડ સાથે પણ એનું નામ જોડી દેવામાં આવે છે,

બંને એ વાત થી ખૂબ ઝગડે છે, અને અલગ થઈ જાય છે, છોકરા ની ફ્રેન્ડ ને ખબર પડતાં જ એ એના બેસ્ટ ફ્રેન્ડ ને તૈયારી માં જ બ્લોક કરી દેય છે.. છોકરો એની ખાસ ફ્રેન્ડ જોડે પણ વાત કરવાનું બંધ કરી દે છે અને એની પ્રેમિકા સાથે પણ……

એ છોકરી ના ફ્રેન્ડ કરતા પણ એની પ્રેમિકા ના ઘણા બધા ફ્રેન્ડ હતાં…. પણ છોકરા એ ક્યારેય એની પ્રેમિકા પર આરોપ નથી મુક્યો…કે કોઈ ફ્રેન્ડ સાથે એનું ક્યારેય નામ નથી જોડયું…,,

કોને સારું કર્યું ??? છોકરા એ કે છોકરી એ ???

Story – Angle Priencess

લેખન સંકલન : જાનવી પટેલ

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!