ડેટા ચોરી થવાથી બચવું છે તો જલ્દી જ એપ્લાઇ કરી દો આ 11 સેટિંગ્સ…Facebook એકાઉંટ નથી રહ્યું Safe

0

હાલના દિવસોમાં ફેસબુકથી થઇ રહેલા ડેટા ચોરીને લઈને ખુબ બબાલ ચાલી રહ્યો છે. એવામાં ફેસબુક યુજર્સ વિચારી રહ્યા હશે કે પોતાના ફેસબુક એકાઉંટની એવી કઈ સેટિંગ્સ ચેન્જ કરવામાં આવે જેનાથી તે સિક્યોર રહી શકે. આ વાત પર જો તમે પણ ચિંતિત છો તો જરૂર બદલી નાખો આ 11 પ્રાઈવેસી સેટિંગ્સ.1. તમે ક્યારેય કોઈ સીસ્ટમ પર લોગ ઇન કર્યું હોય અને લોગઆઉંટ કરવાનું ભૂલી ગયા હોય તો તમારા એકાઉંટને કોઈ ગલત તરીકાથી ઉપીયોગ કરી શકે છે. ક્યારેય આવી કંડીશન આવી જાય તો પરેશાન થવાની જગ્યાએ ફેસબુક પર સેટિંગ્સ માં જઈને ‘સિક્યોરીટી સેટિંગ્સ’ પર જાઓ. તેના બાદ ‘વેયર યુ હૈવ લોગ્ડ ઇન’ પર જઈને ‘એંડ એક્ટીવીટી’ પર કિલક કરશો તો જ્યાં પણ તમે લોગઈન કરી ભૂલી ગયા હોય ત્યાંથી લોગઆઉટ થઇ જશે.2. પોતાના ફેસબુક એકાઉંટના કે હોમપેજ પર જઈને ડાબી બાજુ બનેલા આઇકન પર ક્લિક કરો. જેમાં તમને ‘સી મોર સેટિંગ્સ’ લખેલું જોવા મળશે. તેના પર ક્લિક કર્યા બાદ તમને ‘પ્રાઈવેસી સેટિંગ્સ એંડ ટુલ્સ/ નું ઓપ્શન નજરમાં આવશે. તેના પર ક્લિક કરશો તો ‘વ્હુ કેન સી માઈ ફ્યુચર પોસ્ટ્સ’ નું ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો ‘ઓન્લી મી’ નો વિકલ્પ પસંદ કરી લો.3. ફેસબુક તમારા પોસ્ટને તમારા ફોલોઅર્સને પણ જોવાની અનુમતી આપી દે છે. તમે આ સેટિંગ્સને પણ ચેન્જ કરો. આવું કરવા માટે સેટિંગ્સ માં જઈને ‘ફોલોઅર્સ’ નું ઓપ્શન આવશે. તેના બાદ ‘વ્હુ કેન ફોલો મી’ ના ઓપ્શન પર ક્લિક કરીને ‘એવરીબડી’ થી ફ્રેન્ડસ કરી દો.4. જલ્દી જ પોતાના ફેસબુક એકાઉંટના લોગઇન એલર્ટને ઓન કરી લો. તેનાથી જો કોઈ પણ તમારા એકાઉંટ ને ખોલવાની કોશીસ કરશે તો તમારી પાસે મેઈલ અને એસએમએસ આવી જાશે. તેના માટે તમે સેટિંગ્સ પર જઈને ‘સિક્યોરીટી સેટિંગ્સ’ પર જાઓ. પછી ઓગઇન એલર્ટને ઓન કરી દો.5. હંમેશા https:// પર જરૂર ધ્યાન આપો. માત્ર તે જ બ્રાઉઝર થી લોગઇન કરો જે વેબ એડ્રેસ માં https:// જરૂર આવતું હોય.

6. ફેસબુક એકાઉંટ પર જરૂર સિક્યોરીટી કોડ જનરેટ કરો. આવું કરવાથી તમને તમારા એકાઉંટ સાથે જોડાયેલી દરેક જાણકારી મળતી રહેશે. આ સેટિંગ્સ સ્માર્ટફોન યુજર્સ માટે જ છે. જો તેને એક્ટીવ કરવું છે તો સેટિંગ પર જઈ ને ‘સિક્યોરિટી સેટિંગ્સ’ પર જાઓ અને પછી ‘કોડ જનરેટ’ થી તમારા એકાઉંટથી લોગઇન કરવાની કોશીસ કરે તો તમારા મોબાઈલ નંબરની જરૂર પડે.

7. તમારી પાસે મોટાભાગે ઢગલા બંધ ફ્રેન્ડસ રીક્વેસ્ટ આવતી હશે. કોઈ-કોઈ તો વારંવાર રીક્વેસ્ટ મોકલ્યા કરતા હોય છે. તેઓ હૈકર્સ પણ હોઈ શકે છે. આવા જ લોકોથી બચવા માટે પોતાની સેટિંગ્સ ચેન્જ કરો. સેટિંગ્સ માં જઈને ‘વ્હુ કેન કોન્ટેક્ટ મી’ માં ‘વ્હુ કેન સેન્ડ યુ ફ્રેન્ડ રીક્વેસ્ટ’ આવશે. તેમાં તમારે બસ ‘એવરીવન’ થી ‘ફ્રેન્ડસ ઓફ ફ્રેન્ડસ’ કરી લો.

8. મોટાભાગે તમારી પાસે બેકારના મેસેજીસ આવતા હશે. તમે આ મેસેજના આવવા પર પણ રોક લગાવી શકો છો. તેના માટે તમે ‘વ્હુ મેસેજીસ ડુ આઈ વોન્ટ ફિલ્ટરર્ડ ઇન ટુ માઈ ઇનબોક્સ’ પર ક્લિક કરો. તેમાં તમને બે વિકલ્પ નજરમાં આવશે. ‘બેસિક’ અને સ્ટ્રીક્ટ’, તેના બાદ તમે તમારી ઈચ્છા અનુસાર સેટિંગ કરી લો.

9. તમારા ફ્રેન્ડસ તમને ઘણી એવી બાબતોમાં ટેગ કરતા હશે. ‘ટાઈમલાઈન એંડ ટેગિંગ સેટિંગ્સ’ માં જઈને સેટિંગ્સ ચેન્જ થાશે.

10. તમારા ફેસબુક એકાઉંટ થી પોતાનું ઈ-મેઈલ અડ્રેસ હાઈડ કરી લો. તેને પણ તમે ‘વ્હુ કેન લુક યુ અપ યુજીંગ દ ઈ-મેઈલ અડ્રેસેજ યુ પ્રોવાઈડેડ?’પર ક્લિક કરીને ‘એવરીવન’ થી ‘ફ્રેન્ડસ’ કરી લો.  

11. જો તમે તમારો ફોન નંબર ફેસબુક પર નાખ્યો છે તો ત્યાંથી પણ ચોરી થઇ શકે છે. તેનાથી બચવા માટે તમે ‘વ્હુ કેન લુક યુ અપ યુજીંગ દ ફોન નંબર યુ પ્રોવાઈડેડ’ પર ક્લિક કરીને ‘એવરીવન’ થી ‘ફ્રેન્ડસ’ કરી લો.

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.