બોલીવુડમાં ફ્લોપ ગયો આ એક્ટર પણ હકીકતમાં છે સુપરસ્ટારથી પણ હાઈ-ફાઈ જિંદગી, એક સમયે “ગે” હોવાનો આરોપ લાગેલો

0

બોલિવૂડ અભિનેતા સાહિલ ખાન હવે ફિલ્મ જગત છોડીને ફિટનેસની દુનિયાના હીરો બની ગયો છે. ફિલ્મોની દુનિયા છોડ્યા પછી તેનું જીવન વધુ રંગીન થઇ ગયું છે. આજકાલ સાહિલ પોતાની ફિટનેસ અને ઇન્સ્ટાગ્રામ પર હોટ તસવીરોને કારણે ચર્ચાઓમાં રહે છે, ફિટનેસની દુનિયાનું પ્રખ્યાત નામ છે સાહિલ ખાન.

સાહિલ ખાને પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત વર્ષ 2001માં રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘સ્ટાઇલ’થી કરી હતી જેમાં તે શર્મન જોશી સાથે જોવા મળ્યા હતા. એની પહેલી ફિલ્મે બોક્સઓફિસ પર ઠીકઠાક જ બિઝનેસ કર્યો હતો. જે પછી તે વર્ષ 2003માં ફરીથી શર્મન જોશી સાથે ફિલ્મ ‘એક્સક્યુઝ મી’માં પણ કામ કર્યુ.

આ ફિલ્મનું ટાઇટલ સોન્ગ ખૂબ હિટ રહ્યું હતું, એના પછી સાહિલ ખાન ઘણા પ્રખ્યાત થયા હતા. જોકે સાહિલ બોલિવૂડમાં સફળ ન થયા. અહીં નોંધનીય છે કે સાહિલે ફિલ્મો પહેલા વર્ષ 2001માં મ્યુઝિક આલબમના એક-બે ગીતોમાં કામ કર્યું હતું.

બોલિવૂડમાં સફળતા ન મળ્યા બાદ સાહિલ લાંબા સમય સુધી લાઇમલાઈટથી દૂર રહયા હતા. તેને જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફ સાથે મળીને પ્રોડક્શન હાઉસ પણ શરુ કર્યું હતું જેનું નામ કર્મા પ્રોડક્શન્સ રાખ્યું હતું. એ પછી આયેશા અને સાહિલ વચ્ચે અફેરની પણ ચર્ચાઓ થઇ હતી. આયેશાએ સાહિલ ખાન પર છ કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ પણ લગાવ્યો હતો. સાથે જ એવું નિવેદન પણ આપ્યું હતું કે સાહિલ ગે છે.

જેના જવાબમાં સાહિલે પોતાની અને આયેશા શ્રોફની અશ્લીલ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી હતી. સાહિલે આરોપ લગાવ્યો હતો કે તે જેકી શ્રોફ સાથે પોતાના લગ્ન જીવનથી કંટાળીને તેની સાથે જબરદસ્તી ફરવા જતી હતી અને તેને મોંઘા-મોંઘા ગિફ્ટ્સ પણ આપતી હતી.

લાંબા સમય સુધી લાઇમલાઇટથી દૂર રહયા બાદ સાહિલ હવે ફિટનેસ ફ્રીક તરીકે સામે આવ્યા છે. તેને મસલ્સ એન્ડ બીચ નામથી જિમ ચેન શરુ કરી છે, જેનું પહેલું જિમ તેને ગોવાના બાગા બીચ પર ખોલ્યું છે જ્યા લોકોને ખુલ્લા આકાશ નીચે કસરત કરવાનો મોકો મળે છે.

સાહિલ ખાનની એક વેબસાઈટ પણ છે જ્યા તે લોકોને ઓનલાઇન ટ્રેનિંગ આપે છે. સાથે જ તેને ઘણા કોર્સ પણ ચાલે છે જેની અંતર્ગત તે પોતાના કલાયન્ટ્સને ખાન-પાન અને વર્ક-આઉટ સાથે જોડાયેલી સલાહો પણ આપે છે. આ સિવાય તેની યુ-ટ્યુબ ચેનલ પણ છે જ્યા તે લાઈવ વર્કઆઉટ કરે છે.

સાહિલ ખાનનું ઇન્સ્ટાગ્રામ જુઓ તો તેનું જીવન ખૂબ જ ગ્લેમરસ દેખાય છે. તે પોતાની ગર્લફ્રેન્ડની સાથેના ફોટોસ ખૂબ જ શેર કરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here