એઠું ખાવાથી આત્મીયતા વધે પણ આરોગ્ય વણસે – તમે ક્યારેય નહિ ખબર હોય આવા ફાયદાઓ, વાંચો અહીં ક્લિક કરીને

0

|| એઠું ખાવાથી આત્મીયતા વધે પણ આરોગ્ય વણસે ||

પાંચમાં ધોરણમાં ભણતી કાજલે સ્કૂલની રિસેસ દરમિયાન પોતાની સહેલી એકતા એ ખાધેલી આઇસ્ક્રીમમાંથી સહેજ સ્વાદ ચાખ્યો અને ત્યારબાદ એ તેના વર્ગમાં જતી રહી. આ રીતે  અવારનાર કાજલ  અનેએકતા એકબીજાનો બોટેલો નાસ્તો ખાતાં, પિત્ઝાના એક ટુકડામાંથી બંને બાઇટ લેતા. એક દિવસ અચાનક કાજલને  અલ્સરની અસહ્ય પીડા થવા લાગી. જો કે ત્યારે તેને કે તેની મમ્મીને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે કાજલે પોતાની સહેલીના આઇસ્ક્રીમને માત્ર ચાખવા પૂરતો લેવાને આ ‘અલ્સર’ સાથે સંબંધ હતો! એ તો જ્યારે એમને શહેરાના નામાંકિત ગ્રેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ (માનવ શરીરની પાચન વ્યવસ્થા તથા એને સંબંધિત અંગોના રોગોની સારવાર માટે નિષ્ણાત  ગણાતા ડૉક્ટર) ડૉ.શાહે ઊંડાણમાં સમજાવ્યું ત્યારબાદ ભવિષ્યમાં ક્યારેય કોઇના ‘આઇસ્ક્રીમ’ કે ‘લંચબોક્સ’ માંથી ‘ટેસ્ટ’ કરવા પૂરતું ય ન ખાવાનું નક્કી કર્યું હતું.

વાસ્તવમાં, વૈજ્ઞાનિક શોધખોળ દ્વારા પૂરવાર થયા મુજબ  આવી રીતે ‘બાઇટ’ લેવાની પ્રક્રિયા દરમિયાન ‘હેલીકોબેક્ટર પાયરોલી’ નામના ચેપી  બેકેટેરિયા એક વ્યક્તિના મોં દ્વારા  બીજી વ્યક્તિના મોઢામાં પ્રવેશીને

અલ્સર, કેન્સર, હૃદયરોગ તથા પાચનતંત્ર વિષયક અન્ય  અવયવો જેવાં કે અન્નનળી, પકવાશય વગેરે સંબંધિત  અનેક સમસ્યાઓ ઉદ્દભવી  શકે છે. ૧૯૮૦માં ઓસ્ટ્રેલિયાના ડૉક્ટર માર્શલે સૌ પ્રથમ પોતાના પર એક પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગમાં તેમણે  જાણીબૂઝીને ‘હેલીકોબેક્ટર પાયરેલી’ બેકટેરિયાને પોતાના શરીરમાં પ્રવેશ કરાવ્યો હતો, આ ઘટનાના ૪૮ કલાકની અંદર જ આ બેક્ટેરિયાએ પોતાની  અસર દર્શાવી

હતી જેના પરિણામ રૃપે ડૉક્ટર માર્શલે એસીડીટી જેવા ચિહ્નો અનુભવ્યા હતા.

દુનિયાની કુલ વસતિના ૩/૪ જેટલા ભાગના લોકો ઘણી  નાની  ઉંમરે ‘હેલીકોબેક્ટર’ બેકટેરિયાના સકંજામાં સપડાઇ જતા જોવામાં આવ્યાં છે અને આ  બેક્ટેરિયા દ્વારા ફેલાતા ચેપની માત્રા  અન્ય કોઇ  બેકટેરિયા

દ્વારા ફેલાતા ચેપની સરખામણીમાં ઘણી વધારે છે. ભારત તથા આફિકા જેવા વિકાસશીલ દેશોમાં આ સમસ્યા બાળકોમાં ઘણી  સામાન્ય હોવાનું માલૂમ પડયું છે. જો કે આ સમસ્યાનો એકવાર ભોગ બન્યા બાદ પૂર્ણ સ્વસ્થ થનાર કોઇપણ ઉંમરની વ્યક્તિને ફરી ગમે ત્યારે આ રોગ પુન: થઇ શકે છે.

આ સંદર્ભમાં જણાવતાં  પરાંના જાણીતા એસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડૉક્ટર  આનંદ જોષી કહે છે કે,  વીસ વર્ષથી ઓછી ઉંમરની હોય એવી ૮૦ ટકા ભારતીય વસતિ ‘હેલીકૉબેક્ટર’ દ્વારા પીડાતી હોવાનું એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે. અમુક લોકો તો કદાચ આના કોઇ ચિહ્ન પણ ન દર્શાવતા હોઇ એવું બની શકે પણ આવા લોકો આનો ચેપ  ફેલાવવામાં અત્યંત અગત્યનો ભાગ ભજવે છે. વળી, ઘણાં લોકો તો આ ચિહ્નો  અમુક દિવસો તથા મહિનાઓ બાદ પણ દર્શાવતા હોવાનું માલૂમ પડયું છે. મારા  અનુભવ મુજબ આવા લોકોને મુખ્યત્વે  અલ્સર, કેન્સર, હૃદયરોગ ઉપરાંત ‘ગ્રેસ્ટાઇટીસ’ (ઉદર પર સોજો) તથા ‘ઇસોફેગાઇટીસ (અન્નનળી પર સોજો) વગેરે સમસ્યા નડતી હોય છે.

આ ઉપરાંત ‘હેલીકૉબેક્ટર પકવાશયની કાર્યશક્તિ પર પણ  અવળી  અસર  કરે છે. વાચકોને ખબર હશે કે પકવાશય માનવશરીરની  પાચન વ્યવસ્થામાં ઘણો  મહત્વ ફાળો આપે છે, કારણ કે પકવાશય  એક એવી માંસગ્રંથિ છે કે જેમાં ‘ઇન્સ્યૂલીન’ જેવું મહત્વનું હોર્મોન તથા ખોરાકના પાચનમાં અત્યંત ઉપયોગી એવા  પાચક રસોનું નિર્માણ થાય છે. ટેલીકૉબેક્ટરને પરિણામે ‘પેન્ક્રીએટાઇટીસ’ (પકવાશય પરનો સોજો) નામની બિમારી પણ થઇ શકે છે.

પિત્તાશય દ્વારા  નિર્માણ થતા ‘બાઇલ (મ્ની) નામના  પાચક રસને ‘ગોલબ્લેડર’માં સંગ્રહિત રાખવામાં આવે છે. આહાર  લીધા બાદ તેના પાચન માટે  થતી ક્રિયાઓ દરમિયાન ‘બાઇલ’ જરૃરિયાત મુજબ આંતરડામાં દાખલ થાય છે. હવે ‘હેલીકૉબેક્ટર’  આ ‘બાઇલ’માં રહીને બાઇલને તેના નિયત માર્ગની બદલે  ઊંધે માર્ગે લઇ જાય છે. જેના  પરિણામ સ્વરૃપે ‘હેલીકૉબેક્ટર’ ધરાવનાર વ્યક્તિને ‘પેન્ક્રીએટાઇટીસ’ની બીમારી લાગૂ પડવાની શક્યતા રહે છે. વળી, આ બેક્ટેરિયા  લાંબા ગાળે ઉદર તથા  આંતરડાના કેન્સરને  આમંત્રણ આપી ઔશકે છે.

એક સભ્યાસ મુજબ ‘હેલીકૉબેક્ટર’ બાહ્ય. વાતાવરણમાં (હવા, પાણી,  જમીન વગેરે) લાંબા સમય માટે જીવીત રહી શકતા નથી. તેઓ માનશરીરમાં ઘણી  આસાનીપૂર્વક વસવાટ કરે છે.  આ ચેપ ફેલાવવા માટે મુખ્યત્વે એક વ્યક્તિના મોંઢાથી બીજી વ્યક્તિના મોંઢા સુધી  અથવા તો એક વ્યક્તિના હાથથી બીજી વ્યક્તિના મોંઢા સુધીનો (મોંઢાની અંદર નિર્માણ થતા સ્ત્રાવ દ્વારા) માર્ગ સામાન્યપણે જોવામાં આવ્યો છે.  જો કે, વૈજ્ઞાનિકોના  નિરીક્ષણ મુજબ  આ બેક્ટેરિયા ગંદા તથા દૂષિત પાણીમાં પણ અમુક  કલાકો સુધી રહી શકે છે.  આમ, ગીચ વસતિ ધરાવતા તથા અસ્વચ્છ વિસ્તાર અને ગંદા પાણીના નિકાલની અપૂરતી સવલતો ધરાવતી જગ્યાએ હલીકૉબેક્ટર ‘બેક્ટેરિયાનો ફેલાવો થવાની શક્યતા ઘણી વધી જાય છે. ઉપરાંત,  નિશાળે જતાં  વિદ્યાર્થીઓ, એસીડીટી તથા ‘બેક્ટેરિયલ  ઇન્ફેક્શન’ ધરાવતી દર્દીઓમાં પણ આનું પ્રમાણ વધારે જોવામાં આવે છે.

‘હલીકૉબેક્ટર’ના ફેલાવા પાછળ દાંત સફાઇ પ્રત્યેની આપણી બેકાળજી પણ ઘણી જવાબદાર છે. દાંત પર ખોરાકના કણ  ચીટકી જઇને એક પાતળું ઘર બનાવે છે જેને લીધે  દાંતમાં સડો થવાની  પ્રક્રિયા શરૃ થાય છે. આને પરિણામે ‘હલીકૉબેક્ટર’નો વિકાસ  થવાની સંભાવના ઘણી વધી જાય છે.  આ બાબતની ચકાસણી  કરવા વૈજ્ઞાનિકોએ દાંત પરના  આ પાતળા થરને પ્રયોગશાળામાં અલગ તારવીને તેમાં ‘હલીકૉબેક્ટર’ની હાજરી છે એવું સાબિત કર્યું હતું.  આને અટકાવવા માટે દરરોજ  જમ્યાબાદ દાંત બરાબર ઘસીને સાફ કરવા જોઇએ તથા શક્ય હોય તો ફ્લોરાઇડવાળા ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો હિતાવહ છે.

પશ્ચિમ આફ્રિકામાં થયેલા એક સર્વેક્ષણ મુજબ ‘હલીકૉબેક્ટર’ બેકટેરિયા ધરાવતી અમુક માતાઓ જે પોતાના બાળકને ખવડાવતા પહેલાં તેનો ખોરાક પોતે ચાવીને આપતી હતી. એમના બાળકોને આનો ચેપ લાગવાનું પ્રમાણ ઘણું વધારે હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત ચાઇનીઝ પ્રજામાં પણ ઘણાં લોકોમાં આ બીમારી જોવામાં આવી છે કારણ કે તેઓને એઠાં વાસણોમાં ખાવાની આદત હોય છે. વળી, જે દંતવિશેષજ્ઞા તથા ડૉક્ટરો પોતાના હાથમાં ‘ગ્લોવ્સ’ (રબરના મોંજા) પહેરવા બાબત બેદરકારી રાખતા હોય છે તેઓને પણ ક્યારેક ‘હલીકૉબેક્ટર’ નો શિકાર બનવું પડે છે.

પારિવાર સંબંધિત સંશોધન કર્યા બાદ વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું હતું કે એક  કુટુંબમાં માતા-પિતા તથા તેમના સંતાનોમાં એક સરખા પ્રકારના ‘હલીકૉબેક્ટર’ બેક્ટેરિયા જોવામાં આવ્યા છે કે એ બાબત ખાત્રી આપે છે કે એક પરિવારના સદસ્યોમાં આ રોગ ફેલાવાનું કાર્ય ઘણું સામાન્ય છે અને તે બહુ ઝડપથી થતું હોય છે. હકીકતમાં, માનવશરીરમાં ‘હેલીકૉબેક્ટર’ના વસવાટને લીધે પેટમાં સંચિત થતા ઉપયોગી એસિડનું પ્રમાણ ઓછું થઇ જાય છે અને  આને પરિણામે  આ બેક્ટેરિયાનો સતત વિકાસ થતો જાય છે. જો પેટમાં પર્યાપ્ત માત્રામાં  એસિડનું પ્રમાણ જળવાઇ રહે તો આહાર  માર્ગે શરીરમાં પ્રવેશ કરનારા સૂક્ષ્મજીવોનો આ એસિડ દ્વારા નાશ થઇ  જાય છે.

‘હલીકૉબેક્ટર’ દ્વારા ફેલાતા ચેપનું સૌથી  ગંભીર પરિણામ એ છે કે, પેટ તથા  આંતરડાંની આસપાસ આવેલા કોષો મરી જાય છે. (જેને  મેડીકલ ભાષામાં ‘ઓપોષ્ટોસીસ’ કહેવાય છે) કારણ કે ‘હેલીકૉબેક્ટર’ દ્વારા એમોનિયા (વાયુ) અને પ્રાણવાયુના અણુભાર જેવા નુકસાનકારક પદાર્થને પેટ તથા આંતરડાંની આજુબાજુના વિસ્તારમાં મુક્ત કરવામાં આવે છે. વળી,  આ કોષોનો નાશ થવાને લીધે બીજાં કોષો ઝડપથી વિભાજિત થવા લાગે છે કે જેથી કરીને શરીરમાં આ કોષોની કુલ સંખ્યા જળવાઇ રહે (આ પ્રક્રિયાને મેડીકલ ભાષામાં ‘હાઇપરપ્રોલીફરેશન’ કહેવાય છે), વિભાજન બાદ નિર્માણ થયેલા નવજાત કોષો શરીરમાં સતત ટકી રહે છે. જો ‘હાઇપરપ્રોલીફરેશન’ની પ્રક્રિયા લાંબો સમય ચાલુ રહે તો અંતે અસામાન્ય કોષોનો સમુહ બની જાય છે જેના પરિણામે વ્યક્તિને કેન્સર થાય છે. હવે તમે કહેશો કે ‘હેલીકૉબેક્ટર’ આપણા માટે હાનિકર્તા છે એ તો સમજ્યા પણ  આ બધી માથાકૂટથી બચવાનો ઉપાય શું? વાસ્તવમાં, આને માટે સૌથી પ્રથમ પગલું એટલે ‘રોગનિદાન’ રક્તપરીક્ષણ તથા ‘બાયોપ્સી’ ટેસ્ટ દ્વારા આનુ નિદાન થઇ શકે છે.

એકવાર તમારા શરીરમાં ‘હેલીકૉબેક્ટર’ ની હાજરી ચોક્કસ છે એ બાબતની ખાત્રી  થઇ જાય પછી તેના ઇલાજ માટે ડૉક્ટરો ‘એન્ટીબાયોટીક દવાઓ’ તથા ઇમ્યૂનોથેરપી’ સૂચવે છે. અલબત્ત, આપણા દેશમાં હજી ‘ઇમ્યૂનોથેરપી’ નો ખાસ વિકાસ થયો નથી.

ખેર, એ બધી પળોજણમાં ન પડવું હોય તો જે બાબતો આપણા હાથમાં છે એના  વિશે ધ્યાન  આપીએ. જો આપણે  આપણા રોજિંદા જીવનમાં સ્વચ્છતા તથા ચોખ્ખાઇને અગ્રેસર  રાખશું તો મજાલ છે કે  તમને ‘હેલીકૉબેક્ટરપાયરોલી’ નામનો સૂક્ષ્મજીવ (બેક્ટેરિયા) હેરાન કરી શકે? ઉપરાંત, કોઇની થાળીમાંથી કે લંચબોક્સમાંથી ‘ટેસ્ટ’ કરવા પૂરતું ય ખાવાનો બિલકુલ મોહ નહિ રાખતા નહિતર શક્ય છે કે તમે નાહક ના બીમાર પડી જાવ…..’

Source

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here