માત્ર બદલો એક આદત, વીજળીનું બીલ આવશે એકદમ ઓછું…ફાયદાકારક માહિતી વાંચી લો

0

આજકાલ સૌ કોઈના ઘરમાં એક જ ફરિયાદ. કે લાઇટબીલથી તો તોબા પોકારી જતાં હોય છે. ને એમાય જો ઘરમાં ઇલેક્ટ્રીક સાધનોની વપરાશ વધારે પ્રમાણમાં હશે તો બીલનો આંકડો 5000 ઉપર જ જવાનો છે. આ તો એવું થયું કે કમાઈ કમાઈને લાઇટબીલ જ ભરવાનું.

પરંતુ જો આપણે આપણી આદતોને બદલીએ તો જરૂર બીલની રકમનો આંકડો ઓછો થઈ શકે છે. આજકાલ મોટાભાગમાં ઘરોમાં એ.સી, પંખા, ફ્રિજ, વોશિંગમશીન ને બીજા ઉપકરણો તો હશે જ. જેના કારણે વીજળીની વપરાશમાં ખૂબ મોટો વધારો થતો હોય છે. અને એટ્લે જ ઈલેક્ટ્રિક બીલ પણ ખૂબ વધારે આવતું હોય છે.
અમે આજે આ આર્ટિકલના માધ્યમથી તમારું બીલ ઓછું આવે એમાં મદદ કરશું. એના માટે તમારે બસ જરૂર છે. થોડી તમારી આદતોને બદલવાની. જો તમે માત્ર આદત જ બદલશો તો આવતાં મહિનાથી આવશે તમારું બીલ એકદમ ઓછું.

ઓછું બીલ આવે એવાં જ બલ્બનો ઉપયોગ કરો :

બજારમાં LED લાઇટ પણ મળે છે. જેના વપરાશથી બીલ ખૂબ ઓછું આવે છે. આપણે તેનો ઉપયોગ તો કરીએ છીએ. પરંતુ દિવાળીમાં જ. જો તેનો ઉપયોગ રોજનાં વપરાશમાં કરવામાં આવશે તો જરૂર તમે વીજળીની બચત કરી શકશો ને જેના કારણે બીલ પણ ઓછું આવશે.

CFLનો વપરાશ વધારો :

ઘરમાં જો તમારે વધારે લાઇટો લગાવવી પડે એવું બાંધકામ હોય CFL તમારા માટે સૌથી બેસ્ટ ઓપ્શન હશે.

સોલર લેમ્પ:


અત્યારે સોલર સિસ્ટમનો પણ વપરાશ વધતો જાય છે. દિવસના તડકામાંથી જ વીજળીનું સેવિંગ કરીને રાત્રે તમારા ઘરને રોશની આપતી આ સોલર સિસ્ટમનો ઉપયોગ કરવો એટ્લે 100% વીજળીની બચત. જેઇએમએએ સોલર લેમ્પનો પણ સમાવેશ થાય છે.

જ્યાં જરૂર જણાય ત્યાં જ લાઇટ પંખા ચાલુ રાખવા :

અત્યારની લાઈફ સ્ટાઈલ પ્રમાણે જોવા જઈએ તો કારણ વગરનાં પંખા ને લાઇટો આખા ઘરમાં ચાલુ હોય છે. પણ આ આદતને બદલો. જ્યાં જરૂર જણાય ત્યાં જ ઈલેક્ટ્રિક ઉપકરણો ચાલુ રાખો. માત્ર આદત બદલો, બીલ આપોઆપ ઓછું આવશે.

નિયમિત બીલને ભરવાનું રાખો :

બીલ આવ્યાં પછી તમારે બીલ સમયસર ભરવું જોઈએ, જેનાં કારણે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી આપવો પડતો. સમયસર બીલ ભરવાના બે ફાયદા એક તમારી ક્રેડિટમાં વધારો થશે ને પૈસાનો ખોટો વ્યય થતો અટકશે.

ACની યોગ્ય પસંદગી પણ ઓછું બીલ લાવી શકે છે.

આજકાલ એ.સી વગર રહેવું શક્ય નથી. માટે એસી લગાવતાં પહેલાં થોડું ધ્યાન રાખો કે એ.સી સ્ટાર વાળા જ લેવાં જોઈએ. એમાં અલગ અલગ સ્ટાર મુજબ અલગ અલગ વીજળીનો વપરાશ થતો હોય છે. .

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here