એક નાનકડી ઈલાયચી આપશે આ 18 તકલીફોને ટક્કર, વાંચો કેવી રીતે કરશો ઉપયોગ?

0

એલચી ઔષધિય રૂપે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ એલચી મુખ્ય રૂપે બે પ્રકાર ની હોય છે 1, નાની એલચી 2, મોટી એલચી

નાની એલચી –

આ એલચી સુગંધિત, જઠરાગ્નિ વર્ધક, શીતળ, મૂત્રલ, વાતહર, ઉત્તેજક, અને પાચક હોય છે. તેનો પ્રયોગ ઉધરસ, અજીર્ણ, અતિસાર, બવાસીર, પેટદર્દ, શ્વાસ (અસ્થમા) તથા દાહયુક્ત તકલીફો માટે કરવા માં આવે છે.

મોટી એલચી –

આ એલચી ને માઉથ ફ્રેશનર ના રૂપ માં ઉપયોગ કરવા માં આવે છે. રસોઈ માં મસાલા ના રૂપે ઉપયોગ કરવા માં આવે છે. આ એક પ્રકાર નો મસાલો છે જે ગરમ મસાલા માં મહત્વ ની ભૂમિકા નિભાવે છે.

એલચી ના ઔષધિય ગુણ (ફાયદા)

 1. ખરાશ  – કદાચ અવાજ બેસેલો હોય અને ગાળા માં ખરાશ હોય, તો સવારે ઊઠીને અને રાતે સૂતા પહેલા નાની એલચી ને ખૂબ જ ચાવી-ચાવી ને ખાવી અને થોડું ગરમ પાણી પીવું.
 2. ઉધરસ – શરદી, ઉધરસ અને છીંક આવે તો એક નાની એલચી, એક નાનો કટકો આદું, લવિંગ, અને પાંચ તુલસી ના પાન એક સાથે પાન માં રાખી ખાઈ જાઓ.
 3. સોજો – જો ગળા માં સોજો થઈ ગયો હોય તો, મૂળા ના પાણી માં નાની એલચી પીસી ને તેનું સેવન કરવા થી લાભ થશે.
 4. મોઢા ના ચાંદા – મોઢા માં ચાંદા પડ્યા હોય તો મોટી એલચી ને ખૂબ ઝીણી પીસી ને તેમાં ખાંડેલી મિશ્રી ભેળવી ને જીભ પર મૂકવી. તરત જ ફાયદો થશે.
 5. ઉલ્ટી – પાંચ ગ્રામ મોટી એલચી  લઈ અડધા લિટર જેટલું પાણી નાખી તેણે ઉકાળી લો. જ્યારે આ પાણી એક ના ચૌથા ભાગ જેટલું રહે ત્યારે તેને ઉતારી લો, આ પાણી પીવા થી ઉલ્ટી થતી બંધ થઈ જશે.
 6. બ્લડ પ્રેશર ના દર્દી માટે ફાયદાકારક – જે લોકો ને બ્લડ પ્રેશર ની તકલીફ હોય  તેમણે નિયમિત રૂપે એલચી નો ઉપયોગ કરવો જોઈએ. એલચી નો ઉપયોગ કરવા થી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે અને આરામ મળે છે.
 7. અપચો – જો કેળાં વધારે પ્રમાણ માં ખાઈ લીધા હોય તો તરત જ એલચી ખાઈ લો. જેથી કેળાં પચી જશે અને તમે હળવું અનુભવશો.
 8. મુજારો થવો – ઘણા લોકો ને યાત્રા માં વધારે પડતાં સમય માટે બસ માં બેસવા થી ચક્કર આવે છે અથવા મુજારો જેવુ થવા લાગે છે, ત્યારે આના થી રાહત મેળવવા માટે એક નાની એલચી મોઢા માં રાખી લો.
 9. એસિડિટી –  એલચી પેટ માં ગેસ અને એસિડિટી માં રાહત આપે છે. જો ખાધા પછી તમને એસિડિટી ની તકલીફ થતી હોય તો તરત જ એલચી ખાઈ લો.
 10. ધાતુ પુષ્ટિ – રાતે 2 બદામ ને પાણી માં પલાળી સવારે તેની છાલ કાઢી લો, પછી તેમાં 1 ગ્રામ એલચી નું ચૂર્ણ, અડધા ગ્રામ જેટલું જાવિત્રી ચૂર્ણ, 1 ચમચી માખણ અને અડધી ચમચી મિશ્રી નાખી, તેણે મિક્સ કરી ખાલી પેટે ખાવું, જેનાથી વીર્ય પુષ્ટ અને જાડું થશે.
 11. શ્વાસ ની બીમારી – મોટી એલચી શ્વાસ લેવા સંબંધી બીમારીઓ ને દૂર કરવા માં મદદ કરે છે. જો તમને અસ્થમા, ફેફસા સંકોચાવા જેવી કોઈ સમસ્યા છે તો મોટી એલચી ખાવી તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે.
 12. માથા નો દુખાવો – જો તમને વારંવાર માથા નો દુખાવો રહેવા ની ફરિયાદ હોય તો મોટી એલચી ના તેલ થી મસાજ કરવું ફાયદા કારક છે.
 13. મોઢા માં દુર્ગંધ આવવી – જો તમારા મોઢા માથી દુર્ગંધ આવતી હોય તો મોટી એલચી ને ચાવવી એક સારો ઉપાય છે. આ ઉપરાંત મોઢા ના છાલા  ને ઠીક કરવા માટે પણ મોટી એલચી નો ઉપયોગ થાય છે.
 14. મગજ ને મજબૂત કરે છે – મગજ ને મજબૂત  કરવામાં, આંખ ની રોશની ને વધારા માં, અને યાદશક્તિ વધારવા માં એલચી ખૂબ મદદ કરે છે. એલચી ના દાણા ને 2-3 બદામ અને 2-3 પિસ્તા ની સાથે 2-3 ચમચી દૂધ નાખી પીસી લો. હવે એક ગ્લાસ દૂધ માં તેણે ભેળવી અડધું થાય ત્યાં સુધી ઉકાળી લો. પછી તેમાં મિશ્રી નાખી તેણે પીવો. આ બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે.
 15. મોઢા નું સંક્રમણ દૂર કરે છે – મોઢા ની દુર્ગંધ, કોઈ પ્રકાર નું સંક્રમણ, અલ્સર આ બધા થી એલચી બચાવે છે. શ્વાસ ની દુર્ગંધ થી બચવા માટે રોજ એલચી ખાવી.
 16. હ્રદય ની રક્ષા – એલચી માં રહેલ ખનીજ તત્વ હ્રદય ની રક્ષા કરવા માં સહાયક છે.
 17. તનાવ મુક્ત કરે છે – જો તમને  કોઈ ની વાત ની ચિંતા હોય, કે પછી કઈ પણ કારણ વગર એકાંત નો અનુભવ થતો હોય, અને તમે ડ્રિપ્રેશન માં હો તો તનાવ મુક્ત રહેવા માટે એલચી નો ઉપયોગ કરો.
 18. હેડકી બંધ કરે છે – જો માણસ ને સતત હેડકી આવતી હોય, અને બંધ ના થતી હોય તો તેણે બંધ કરવા માટે એક એલચી મોઢા માં દબાવી રાખવી અને તેણે ચાવતા રહો. થોડી વાર માં હેડકી બંધ થઈ જશે.

માધવી આશરા ‘ખત્રી’
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here