એકાદશીના દિવસે ચોખા ખાવામાં નથી આવતા, જાણો કારણ..

0

અને જગન્નાથપુરીમાં એકાદશીના દિવસે ચોખાનો ભોગ કેમ ધરાવવામાં આવે છે..

એકાદશીનું શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે આ વ્રતને લઈને બહુ અલગ પ્રકારની નિયમોને માન્યતા પણ છે.તેમાં ચોખા ખાવામાં નથી આવતા તેની સાથે ધાર્મિક કારણ થી લઈને વૈજ્ઞાનિક કારણ પણ બતાવવામાં આવ્યો છે વર્ષ ની 24 એકાદશી માં ચોખા ખાવા ની ના પાડવામાં આવી છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ચોખા ખાવાથી મનુષ્ય , સરીસૃપ વર્ગના પ્રાણીની યોનિમાં જન્મ લે છે. પરંતુ બારસના દિવસે ચોખા ખાવાથી આ યોનિમાંથી મુક્તિ મળી જાય છે..
ધાર્મિક કારણ કેમ ચોખા ખાવામાં નથી આવતા અગિયારસને દિવસે…

જેવી રીતે ચોખા નો સંબંધ પાણીથી છે, તેવી રીતે પાણીનો સંબંધ ચંદ્રમાંથી છે… પાંચ કર્મેન્દ્રિય અને પાંચ જ્ઞાનેન્દ્રિય ઉપર મન નોજ અધિકાર છે.. મનજીતને અસ્થિર કરે છે.. મનના સ્વામી ચંદ્રમા છે.. તેઓ જળ અને ભાવનાના કારક છે.. એટલા માટે જળ તત્વ રાશિના જાતકો ભાવનાપ્રધાન હોય છે.. જેઓ ખુબ લાગણીશીલ હોય છે.. એટલા માટે મન ચંચળ હોય છે તેથી વ્રતના નિયમોના પાલન કરવામાં મુશ્કેલીઓ આવે છે. એકાદશીની વખતે મૌનનું નિગ્રહ અને સાત્વિકભાવે પાલન કરવું ખૂબ જ આવશ્યક છે એટલા માટે ચોખાથી બનેલી ચીજો ખાવાનું વર્જિત છે.. એકાદશીના દિવસે શરીરમાં જેટલું પાણી ઓછું થશે એટલું જ એકાદશીનું વ્રત નું પાલન કરવામાં સરળતા રહેશે. એટલા માટે મહાભારતમાં વેદવ્યાસે પાંડવપુત્ર અને નિર્જળા એકાદશી કરવાનું સૂચન કર્યું હતું.. આદિ કાળમાં નારદ ભગવાને એક હજાર વર્ષ સુધી નિર્જળા એકાદશીનું વ્રત કરીને નારાયણ ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરી હતી.

બીજી એક પૌરાણિક કથા અનુસાર માતા શક્તિનાં ક્રોધથી બચવા માટે, મહર્ષિ મેઘા એ શરીરનો ત્યાગ કર્યો, અને તેમનો અંત પૃથ્વીમાં સમાઈ ગયો.. ચાવલ અને જંઉ રુપ મા ઋષિ મેઘા ઉત્પન્ન થાય.. એટલા માટે ચાવલ અને જઉં ને જીવવા માનવામાં આવે છે.. જે દિવસે મહાઋષિ મેઘાનું શરીર પૃથ્વી માં સમાવી ત્યારે એકાદશી તિથિ હતી.. એટલા માટે એકાદશીના દિવસે ચોખા ખાવામાં આવતા નથી..

એવું માનવામાં આવે છે કે એકાદશીના દિવસે ચોખા ખાવું એ મહર્ષિ મેઘા નું માસ અને શરીરનું ખાવા બરાબર છે.. આથી ચોખાને જીવ માનવામાં આવે છે અને એકાદશીના દિવસે તેને વર્જિત માનવામાં આવે છે.

વૈજ્ઞાનિક કારણ..

કહેવાય છે કે ચોખામાં જળ તત્વની માત્રા વધારે હોય છે..જળ ઉપર ચંદ્રમાનો પ્રભાવ ખૂબ વધારે હોય છે..
ચોખા ખાવાથી શરીરમાં જળ નું પ્રમાણ વધે છે.. એટલા માટે મન ચંચળ થાય છે મન ચંચળ થવાથી વ્રતના નિયમો પૂરા કરવામાં મુશ્કેલી આવે છે.

ઉડીસાના જગન્નાથપુરીમાં એકાદશીના દિવસે ચોખાનું ભગવાનને ભોગ ધરવામાં આવે છે આની પાછળનું એક અલગ જ મહત્વ છે.. હિંદુઓમાં એકાદશીના દિવસે ચોખા ખાવાનું દોષપૂર્ણ માનવામાં આવે છે. ઓરિસ્સામાં ચોખા મુખ્ય ખાવાની સામગ્રી તરીકે માનવામાં આવે છે. ત્યારથી જગન્નાથપુરીમાં એકાદશીના દિવસે ચાવલ ખાવા ની મનાઈ નથી.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!