એક રોટલીથી બદલાઈ જશે તમારું ભાગ્ય, કેવીરીતે ? રોટલી સાથે કરો આ ઉપાય

0

રોટલી એક એવી વસ્તુ છે જેની માટે વ્યક્તિએ પોતાનો પૂરો સમય તેને કમાવવા માટે કાઢી નાખે છે. વ્યક્તિ દરેક પરીસ્થિતિમાં પોતાના પરિવાર અને બાળકો માટે રોટલી કમાવવા માંગતો હોય છે. દરેક લગભગ એવું જ વિચારતા હશે કે તેમના ઘરે કોઈપણ મહેમાન આવે તો એ ભૂખ્યો જાય નહિ. પહેલાના સમયમાં જયારે મહેમાનને જમાડીએ ત્યારે ભૂતકાળમાં કરેલા પાપનો નાશ થાય છે. આ જ કારણે અમુક લોકો અવારનવાર દાન કરતા હોય છે.આ રોટલી જ એક એવી વસ્તુ છે જેના માટે વ્યક્તિ કશું પણ કરી છૂટવા તૈયાર થઇ જાય છે. તમને આજે જણાવી દઈએ કે આ રોટલી એ કમાવી જેટલી અઘરી છે એટલી જ આ રોટલી ચમત્કારિક છે. આજે અમે તમને રોટલીની એવી ચમત્કારિક વાત અને ઉપાય જણાવીશું કે જેનાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધશે. તો આવો જાણી લો રોટલીના આવા અનોખા ઉપાય.

જો કુંડળીમાં શનિ કે રાહુ – કેતુનો દોષ છે તો તમારે રોજ રાત્રે જે છેલ્લી રોટલી બનાવવામાં આવે છે તેના પર તેલ લગાવીને એ રોટલી કાળા કુતરાને ખવડાવવાની રહેશે. જો કાળા રંગનો કુતરો ના મળે અને શક્ય ના હોય તો આ રોટલી એ બીજા કોઈપણ કુતરાને ખવડાવી શકાય.

ઘરમાં સુખ અને શાંતિ માટે ઘરમાં બનતી પહેલી રોટલી એ ગાયને ખવડાવવાની રહેશે અને છેલ્લી રોટલી એ કુતરાને ખવડાવાની છે. આમ કરવાથી તમારા ઘરમાં સુખ અને શાંતિ બની રહેશે.

દર અમાસના દિવસે ચોખાની ખીર બનાવો ત્યારબાદ એ ખીરમાં રોટલીના નાના નાના ટુકડા કરીને ઉમેરી દો. ત્યારબાદ આ ખીરને કાગડાઓ માટે ધાબા પર મૂકી દેવી. આ ઉપાય કરવાથી તમારા ઘર પરથી પિતૃઓની કૃપા બની રહેશે અને કોઈપણ વિઘ્ન આવશે નહિ, સુખ અને સમૃદ્ધિ પણ અઢળક મળશે.

ઘરમાં કોઈ નાનું બાળક હોય અને જો તે બરોબર ભોજન નથી કરી રહ્યું તો એક ઉપાય છે તમારે એક રોટલીમાં ગોળ મુકીને એ રોટલીને એ બાળકના માથા પરથી ૨૨ કે ૨૧ વાર ઉતારી લેવી અને ત્યારબાદ આ રોટલી એ કોઈ કુતરાને ખવડાવી દેવી. આ ઉપાય કરવાથી બાળક પરથી ખરાબ નજર ઉતરી જશે અને તેની અસર પૂરી થઇ જશે. જો એ બાળક બરોબર જમતું નથી તો તે વ્યવસ્થિત ખોરાક લેતું થશે.

રોટલીના નાના નાના ટુકડા કરીને તેમાં ખાંડ ઉમેરીને આ મિશ્રણને કીડીઓને ખવડાવી દેવું આમ કરવાથી જીવનમાંથી અસફળતા દુર થાય છે. જીવનમાં જો બહુ મહેનત કરવાથી પણ તમને સફળતા નથી મળતી તો તમારે આ ઉપાય અપનાવવો જોઈએ. જો તમે ઈચ્છો તો ઘઉંના લોટમાં ખાંડ ઉમેરીને પણ કીડીયારું પૂરી શકો છો. સફળતા મેળવવા માટે આ સૌથી સરળ ઉપાય.

જો તમે ઘરમાંથી ગરીબાઈ દુર કરવા માંગો છો તો તમારે સવારે જે સૌથી પહેલી રોટલી બને તેમાંથી ચાર એકસરખા ટુકડા કરવા આમાંથી એક ટુકડો ગાય માટે એક કુતરા માટે એક ટુકડો તમારા ધાબા પર કાગડા માટે મુકજો અને છેલ્લે જે ટુકડો વધે છે તેને તમારા ઘરની આસપાસ આવેલ કોઈપણ ચબુતરા પર મૂકી દેવો. આ કામ તમારે રોજ કરવાનું છે આ ઉપાય કરવાથી ઘરમાંથી ગરીબી દુર થઇ જશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here