એક જ ડીશ થી તમે 2 TV પર જોઈ શકશો અલગ અલગ ચેનલ, ટાટા સ્કાય હોય કે ડીશ TV તો પણ થશે.

0

એક ઘરમાં અલગ અલગ રૂમમાં અલગ અલગ ટીવી હોય છે, ત્યારે અલગ અલગ ટીવી માટે અલગ અલગ DTH ડીશ લગાવવી પડતી હતી.એટલે કે તમે કોઈપણ કંપનીનું DTH વાપરો પણ એક ડીશ પર એક જ ટીવી ચલાવી શકો એવું હતું અને તેના કારણે ટીવી જોવાનો ખર્ચ પણ વધી જતો હતો. ટાટા સ્કાય, વિડીઓકોન DTH, રિલાયન્સ DTH જેવી લગભગ દરેક કંપનીના પ્લાન એ ૨૦૦ રૂપિયાથી ૨૫૦ રૂપિયા સુધીના હોય છે અને જો એમાં કોઈ બીજી ગમતી ચેનલ ઉમેરવી હોય તો તેનો ચાર્જ અલગથી લેવામાં આવતો.આમ જોવા જઈએ તો જો તમારા ઘરમાં ૩ ટીવી છે તો તમારે તે દરેક ટીવીમાં ચેનલ શરુ કરાવવા માટે દરમહીને ઓછામાં ઓછા ૬૦૦ થી ૭૫૦ રૂપિયા ખર્ચ કરવા પડશે. પણ આજે અમે તમને એક એવી ટેકનીક લાવ્યા છીએ જેનાથી તમે ફક્ત એક ડીશથી બે ટીવીમાં ચેનલ જોઈ શકશો.

જરૂરત છે ફક્ત એક એક્સ્ટ્રા સેટટોપ બોક્સની.

તમારે એક જ DTH થી બે ટીવીમાં અલગ અલગ ચેનલો જોવી છે તો તેના માટે તમારે ફક્ત એક એક્સ્ટ્રા સેટટોપ બોક્સની જરૂરત છે. કારણકે એક સેટટોપ બોક્સની મદદથી ફક્ત એક જ ટીવી જોઈ શકાય છે. આવામાં જો તમે બે ટીવી પર અલગ અલગ ચેનલ જોવા માંગો છો તો તમારે બે સેટટોપ બોક્સની જરૂરત પડશે. દરેક સેટટોપ બોક્સમાં LNB ઇન માટે પોર્ટ આપેલ હોય છે. તમારે એક સેટટોપ બોક્સ એવું જોઇશે જેમાં LNB આઉટ પોર્ટ હોય. જો બોક્સમાં આ પોર્ટ ના હોય તો ટીવી ચાલશે નહિ.

તમારી પાસે બે સેટટોપ બોક્સ હોવા જોઈએ, જેમાં MPEG-4 અને બીજું MPEG-2 સેટટોપ બોક્સ હોવા જોઈએ. MPG2 સેટટોપ બોક્સમાં LNB ઇન અને LNB આઉટ બંને પોર્ટ હોય છે. DTH નો મેઈન કેબલ આ સેટટોપ બોક્સના ઇન પોર્ટમાં લગાવવાનો રહેશે આના LNB આઉટ પોર્ટનો બીજો છેડો એ કનેક્શન MPEG-4ની LNBમાં આપવાનો રહેશે. MPEG-4 બોક્સને તમારી બીજા રૂમમાં રાખવાનું છે. બસ ફક્ત આટલું કરવાથી તમે બંને ટીવી પર અલગ અલગ ચેનલ જોઈ શકશો એ પણ ફક્ત એક જ ડીશથી. તો આજે જ કરો આ પ્રોસેસ અને બચો વધારે ખર્ચથી.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here