એક દીકરી ની મમ્મી ને હૃદયસ્પર્શી પત્ર, જો જો રડવું નાં આવી જાય…વાંચો આગળ


એક બહુ જ સરસ પત્ર…..

(એક દીકરીનો એની મમ્મીને…..)

પ્રિય મમ્મી,

આઠ જીબી ની પેન ડાઇવ માં, થોડી જગ્યા ઓછી પડી નહિં તો, મારું આખું બાળપણ એક ફોલ્ડર માં નાંખી ને,

અહીં સાસરે લઇ આવી હોત.

પણ, મારું બાળપણ તો તારા ખોળા માં જ રહી ગયું.

તારા ખોળામાં,

હું માથું મૂકીને સુઈ જતી,

એ સમય સોનાનો હતો ,

અને

એટલે જ ,

એ ચોરાઈ ગયો.

સોનાની વસ્તુઓ પહેલેથી જ હું સાચવી શકતી નથી.

ગમે ત્યાં ખોવાઈ જાય છે.

ઘરે હતી ત્યારે તો,

તું મને શોધી આપતી.

સાસરે આવ્યા પછી,

મારી જ જાત મને મળતી નથી

તો

બીજી વસ્તુઓ તો ક્યાં થી મળે ?

તું રોજ સવારે,

મારા માથા ઉપર હાથ ફેરવીને મને ઉઠાડતી.

હવે મારે,

અર્લામ મુકવું પડે છે.

આજે પણ રડવું આવે છે,

ત્યારે તારી જૂની સાડીનો છેડો આંસુઓ સામે ધરી દઉં છું.

આંસુઓ ને તો મૂરખ બનાવી દઉં,

પણ આંખો ને કેવી રીતે …બનાવું ?

આંખો પણ હવે,

ઇનટેલિજન્ટ થઇ ગઈ છે.

મમ્મી,

જયારે પણ વહેકિલ ચલાવું છું,

ત્યારે પાછળ બેસીને હવે કોઈ મને સૂચના નથી આપતું

કે

‘ધીમે ચલાવ’.

‘ધીમે ચલાવ’ એવું કહેવા વાળું હવે કોઈ નથી,

એટલે ‘ફાસ્ટ’ ચલાવવાની મજા નથી આવતી

મમ્મી, મારા ઘરથી મારા સાસરા સુધી જતા રસ્તા માં,

એક પણ યુ ટર્ન આવ્યો નહિ. નહિ તો,

હું તને લેવા ચોક્કસ આવી હોત.

લગ્ન પછી ઘરથી સાસરા તરફ જતી વખતે,

જે ગાડીમાં બેસી ને હું વિદાય પામી હતી,

એ ગાડી ના ‘REAR-VIEW MIRROR’ માં લખેલું હતું કે

‘ OBJECTS IN THE MIRROR ARE CLOSER THAN THEY APPEAR’.

બસ,

એ જ અરીસા માં છેક સુધી મેં તારો ચેહરો જોયા કર્યો.

મમ્મી,

કેટલાક રસ્તાઓ ONE-WAY હોય છે.

એવા રસ્તાઓ ઉપર હું આગળ નીકળી ગઈ છું.

કોઈ ને મારું સરનામું પૂછવાનો અર્થ નથી કારણ કે મારી SURNAME અને સરનામું,

બંને બદલાઈ ગયા છે.

પણ એ રસ્તાઓ ઉપર WRONG SIDE માં DRIVE કરી ને પણ,

તને મળવા હું ચોક્કસ આવીશ.

કારણ કે , મારું DESTINATION તો તું જ છે, …..

મમ્મી, મારું DESTINATION અને મારી DESTINY બંને તું જ છે.

WORLD STARTS WITH YOU AND ENDS IN YOU.

મમ્મી,

સાસરે આવ્યા પછી મારી દુનિયા બદલાઈ નથી. કારણ કે, મારી દુનિયા તો તું છે….

– લી. મમ્મી ની દિકરી

Source : facebook.com/253176624714838/photos/a.253734171325750.68169.253176624714838/1142784455754046

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
12
Love
LOL LOL
2
LOL
Omg Omg
0
Omg
Cry Cry
6
Cry
Cute Cute
3
Cute

એક દીકરી ની મમ્મી ને હૃદયસ્પર્શી પત્ર, જો જો રડવું નાં આવી જાય…વાંચો આગળ

log in

reset password

Back to
log in
error: