એક દિકરી ની મનોભાવના – “ દિકરી ભેદભાવ અને સમાજ “


આખરે ઉજાગરા નો અંત આવી ગયો, લગ્ન સારી રીતે ઉકલાયી ગયા, સગાં સંબંધી પણ વિખરાવા લાગ્યા, ઘર મા એક શાંતિ નુ વાતાવરણ સજાૅયી ગયુ હતુ, ત્યાં એંકાત મા બેઠેલા પિતા ના મુખ મા દિકરી શબ્દ ગુંજતો હતો, કામે થી આવીને હાથમાં પાણી નો ગ્લાસ આપવાની ઘર મા એક ખોટ હતી,
ઓફિસ એ જતા એ શર્ટ, શૂઞ અને રૂમાલ મૂકવાની ઉણપ હતી, ઘરમાથી જાણે એક રોનક ચાલી ગઈ હોય એમ દરેક પોત પોતાના કામ માં વ્યસ્ત રહેતા હતાં ત્યા અચાનક ઘર નો એ ઓરડો ખોલતાની સાથે અખૂટ એવી વિતેલી ક્ષણો ને યાદ કરીને બાપ ના નયન અશ્રૂં થી ભરાયી ગ‌યા હતા, મારી દિકરી ક્યાં ?

મારી દિકરી શું કરતી હશે ? શું મારી દિકરી ત્યાં ખુશ તો હશે ને ? એને કોઈ દુ:ખ તો નહી હોય ને ? આવા હજારો સ​વાલો એમના મન માં ઘર કરી સતાવતા હતા, બાપ એક દિકરી ને ધામધૂમ થી પરણાવી ને મોકલેતો છે પણ એના દિલ માં શુ વિતે છે એ કોઈ જાણી નથી શક્તું. કદાચ, દુનિયામાં કોઇ નહી કારણકે એ બાપ છે, એની ભાવનાં ને એ ક્યારેય બહાર નથી બતાવતો, બસ, એ એની દિકરી ની ખુશી માંગે છે, બાપ જ એક એવુ પાત્ર છે જે કદાચ એની પત્ની કરતા પણ વધુ એની દિકરી ને પ્રેમ કરતો હોય છે અને જીવન મા એક જ એવો દિવસ આવે છે જ્યા ખુશીઓનો ભંડાર હોય છે આંખ માં અશ્રું સાથે ” દિકરી ની વિદાય ”

લખવુ છે ઘણુ પણ જો લખીશ તો કદાચ પાન ખૂટી જશે, કેમ કે વાત નિકળી છે દિકરી ની. પ્રશ્ન મને એ થાય છે વડિલો ને,ગુરુઓને,મિત્રો,વ્રુદ્ધો અને એ સમાજ ને કે શું એક દિકરી ને ઉછેરી ને મોટી કરીને એના માં સંસ્કાર નુ સિંચન કરીને એને પરણાવી બીજા ઘરે જ​વુ જરૂરી જ હોય છે ? શું આ જ કામ એક દિકરો નાં કરી શકે ? શા માટે દિકરી ને જ બલિદાન આપવાનુ હોય છે ? જેમ દિકરો એના માં બાપ ને નાં છોડી શકે તો શું દિકરી છોડી શકે ? શું સંસારમા દરેક કાર્યમાં દિકરી એ જ બધુ જતુ કરવાનુ હોય છે? વાત લઈએ સોસીયલ મીડિયા અને રાજ્કારણ ની તો સામાજિક સંસ્થાઓ સંગઠન કરે છે, દિકરા દિકરી એક સમાન ના પ્રચાર કરે છે પણ, શું ખરેખર માં આ બાબત ને સમાજ માં હજુ પણ સ્વીકારાય છે?

ઘણા એવા ગાંમડા અને ઘરો મે જોયા છે જ્યાં હજુ પણ વ્રુદ્ધો દિકરી વહુઓ ને બહાર નીકળવાની, ફરવાની, સારા ન​વીન કપડાં પહેરવાની છોકરાઓ સાથે બોલવાની મનાઈ હોય છે, જ્યાં હજૂ પણ એવા ઘરો છે જ્યાં નિયમ અને રીવાજ ના અંધક્ષ્દ્ધા થી આગળ નથી આવ્યા, મારો એવા ઘરો અને એવી સમજવાળા લોકો માટે એક જ પ્રશ્ન છે કે શું કોઇ વ્યક્તિ કે કોઇ દિકરી એની જીંદગી કોઇ રીવાજ કે શર્ત વગર ના નિયમ ત્યાગ સાથે ના જીવી શકે? શું એની પણ ઈચ્છાઓ નથી હોતી? શું એને પણ શોખ નથી હોતા ? અંતે એટલુ કહીશ સમાજ ને કે રીવાજ, નિતિ અને નિયમ વગર પણ જીંદગી ચાલે જ છે, કોઇ પણ વસ્તુ ને મેળવવા માટે એ વસ્તુ કરતા એમા રહેલા દુષણ તત્વો નો ત્યાગ કરવો જોઇએ. વ્યક્તિ નો નહી.

એકવાર રીવાજ, નિતી, નિયમ ભુલીને એક દિકરી ના સપનાં જુઓ એ શું કરી શકે છે, દિકરી છે ભાઇ, જેને લક્ષ્મી નો દરજ્જો અપાયો છે, મા કાળી નો અવતાર ગણાયો છે, જે સહન પણ કરે છે અને સમય આવે તો સહન પણ કરાવડાવે છે.

દરેક ની પોતાની જીંદગી હોય છે એને જીવી લેવા દો, ગગન માં ઉડતા પંખીની જેમ આ સંસાર મા પરી સમોવડી દિકરી ને ઉડી લેવા દો.

Story Writer: Suchi Sanket
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

16 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
1
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
1
Omg
Cry Cry
1
Cry
Cute Cute
1
Cute

એક દિકરી ની મનોભાવના – “ દિકરી ભેદભાવ અને સમાજ “

log in

reset password

Back to
log in
error: