એક ભાઈએ કહ્યું કે નિયમિત મંદિર જવું એ સમયની બરબાદી છે – વાંચો ટૂંકી સ્ટોરી.. જે ભાઈને આ બધુ બકવાસ લાગતુ હતું એમણે પોતાના ભાઈને પુછ્યુ, ” જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી તું છેલ્લા 10 વર્ષથી

0

🙏🙏🙏🙏🙏🙏

એક ભાઈ નિયમિત રીતે દેરાસરમાં ભાવના માટે જતા.

રોજ 30 મિનિટ દેરાસર માટે કાઢે. ભાવના માં થતી જુદી-જુદી વાતો એકાગ્ર ચિતે સાંભળે. એમના ઘરના ને આ પસંદ નહોતું. તેઓ એવુ માનતા હતા કે આ બધુ સમયની બરબાદી છે. ઘણીવખત તેઓ આ બાબતે પોતાની નારાજગી પણ દર્શાવતા.

એકદિવસ બંને ભાઈઓ ફરવા માટે નીકળ્યા. રસ્તામાં આ ભાવના ની વાત નીકળી. જે ભાઈને આ બધુ બકવાસ લાગતુ હતું એમણે પોતાના ભાઈને પુછ્યુ, ” જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી તું છેલ્લા 10 વર્ષથી નિયમિત દેરાસર ભાવના સભાઓમાં જાય છે અને 3000થી વધુ સભાઓ ભરી છે.

આ બધી ભાવનાઓમાં જે વાતો થતી તેમાંથી તને કેટલી યાદ છે ? ” ભાઈ એ તો તુંરત જવાબ આપ્યો, “મને એમાનું કંઇ જ યાદ નથી.

” જવાબ સાંભળીને પ્રશ્ન પુછનાર ભાઈ ખુબ હસ્યો અને કહ્યુ , ” તને કંઇ જ યાદ નથી *તો પછી આ દેરાસરમાં જઇને તે કર્યુ શું? “* ધાર્મિક ભાઈએ પોતાના ભાઈને કહ્યુ, ” ભાઇ હું તને તારા પ્રશ્નનો જવાબ આપુ એ પહેલા મને એક પ્રશ્નનો જવાબ આપ જેથી તેના આધારે હું તને જવાબ આપી શકુ.

” ભાઈએ સંમતિ આપતા જ પ્રશ્ન પુછ્યો , ” તારા લગ્નને કેટલો સમય થયો ? ” પેલાએ કહ્યુ, ” મારા લગ્નને 13 વર્ષ જ થયા છે.”
ધાર્મિક ભાઈ એ વાતને આગળ વધારતા કહ્યુ , ” હવે મને એ કહે કે આ 13 વર્ષમાં ભાભીએ તને ભાત-ભાતની અને જાત-જાતની રસોઇ કરીને જમાડી છે એમાથી કેટલી યાદ છે ?

” પેલાએ જવાબ આપ્યો , ” તું પણ ગાંડા જેવો છે એલા રસોઇ થોડી યાદ રહે એ તો ખાઇએ એટલે શરિરને પોષણ મળે. શારિરિક તંદુરસ્તી માટે જમવાનું હોય એ યાદ રહે કે ન રહે તેનાથી શું ફેર પડે?”

ધાર્મિક ભાઈ એ કહ્યુ , ” ભાઇ તારા લગ્ન પછી ભાભીએ બનાવેલી રસોઇ અને તારા લગ્ન પહેલા તારી મમ્મીએ બનાવેલી રસોઇથી જેમ તારા શરિરને પોષણ મળે છે,
તેમ *દેરાસર ભાવના માં થતી વાતો મારા આત્મા ને પોષણ આપે છે અને એ વિચારોથી મારુ મન મજબુત બને છે.*

વાતો યાદ રહી કે ન રહી તે મહત્વનું નથી.”

ભાઈઓ શરિરના પોષણ માટે નિયમિત ખોરાક લેવો જરૂરી છે તેવી જ રીતે *આત્માના પોષણ માટે નિયમિત પરમાત્મા કે સારા વિચારોનો સંગ પણ જરૂરી છે. આપણને ભલે એ વિચારો યાદ ન રહે પણ એ વિચારો મનને કેળવવાનું કામ ચોક્કસ કરે છે.*

🙏🙏🙏🙏🙏🙏

Source: Facebook

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!