“દીકરી વ્હાલનો દરિયો” – એક અનાથ પુત્રવધુની અદભુત કહાની- રડતા રડતા વૈભવીએ ઘર છોડવાનો નિર્ણય લીધો

0

“વૈભવી, આજે તો તું ફ્રી છે ને ચાલ, આજે મારા ધરે જઈને મારા માતા-પિતા ને મળી લઈયે, આજે આપણાં સબંધની વાત બંન્ને સાથે મળીને કરીયે, હવે, મારાથી નહીં રહેવાય તારા વગર, ક્યાં સુધી આમ, બાગો માં અને થિયેટરોમાં મળતાં રહીયે” શહેરનાં એક બાગનાં છેક છેલ્લાં બાકડાં ઉપર બેસી રહેલ યોગેશે પોતાની પ્રેમિકા ને પૂછ્યું.
“હા, ચાલ જઈયે, પણ મને થોડી બીક લાગે છે, તારા માતા-પિતા એ મને પસંદ ન કરી તો?” ના મારે નથી આવવું, તું જાતે જ વાત કર.” વૈભવી એ થોડી નારાજગી સાથે જવાબ આપ્યો.
“ઑકે, ચાલ બાય…” કહી યોગેશ જવા લાગ્યો અને ગાડી પાસે પહોંચી ગયો. વૈભવી ઝડપથી દોડતી દોડતી પાછળથી આવી ને યોગેશનાં ખભા પર લટકી ગઈ.

“મજાક પણ નથી સમજી શકતાં એવાં વ્યક્તિનાં પ્રેમ માં પડી છું, હું પણ સાવ બુધ્ધું છું” વૈભવી એ મલકાતા મલકાતા કહ્યું.
“ચાલ, ત્યારે જઈયે ધરે અને માતા-પિતાને વાત કરીયે” યોગેશે ઉંચકી ને વૈભવીને ગાડીમાં બેસાડી લીધી.
ધરે પહોંચી ને માતા-પિતા સમક્ષ બંન્ને એ શાંતિથી પોતે લગ્નગ્રંથીએ જોડાવા માંગે છે એ કહ્યું. ધણી આનાકાની સાથે યોગેશનાં માતાપિતા એ હા પાડી, કારણ કે વૈભવી બાળપણથી અનાથ હતી. અને થોડી ગરીબીમાં ઉછરી હતી. જ્યારે યોગેશ ખૂબ જ ધનાઢ્ય પરિવારનો હતો. યોગેશ કરતાં વૈભવીની રહેણી-કહેણી ધણી જુદી હતી, તોય યોગેશ એકનો એક દિકરો હોવાથી એની ખુશી માટે બંન્ને એ લગ્નની મંજુરી આપી દીધી.

નક્કી કરેલ દિવસે યોગેશ અને વૈભવી સાત જન્મનાં બંધનમાં જોડાઈ ગયાં. આજે ધણાં વર્ષો બાદ વૈભવીની આંખમાં આંસું હતાં (ખુશીનાં)લગ્નનો બીજો જ દિવસ હતો હજી વૈભવીની હાથની મહેંદી પણ ઝાંખી થઈ ન હતી કે સવારમાં ઉઠતાંની સાથે જ સાસું દ્વારા ત્રાસ આપવાનું ચાલું, દરેક વાતે અને દરેક કામોમાં ટોણાં માર્યા કરતી. “આ કામ બરાબર નથી કર્યું, આ શાકમાં મીઠુ વધારે છે, રોટલી બરાબર શેકતાં નથી આવડતી, બાપનાં ધરે શું શીખીને આવી, આમતેમ ગમે તે બાબતમાં ટોકવાનું ચાલું કરી દીધું. પણ, વૈભવી જરાંય બકબક વીનાં બધું સાંભળ્યે જતી. અમુક સ્ત્રીને ભગવાને ગજબની શક્તિ આપેલી હોય છે સહન કરવાની. વૈભવી પણ આમાની જ એક હતી.દરરોજનાં મેણાંટોળા સાંભળતી પણ કોઈ દિવસ યોગેશને આ બાબતે ફરીયાદ નો’તી કરતી. પાંરકાં ધરે સાવ અજાણ્યાં લોકો સાથે વૈભવી ધણાં અપમાનો સહન કર્યે જતી હતી. નોકરાણી કરતાં ખરાબ હાલતે રહેતી હતી, આંસુંઓ તો બાળપણથી જ સારતી હતી. વૈભવી ને એવું હતું કે યોગેશનાં ધરે પોતાને માં-બાપનો પ્રેમ મળશે, પણ આ બાબતે એ સાવ ખોટી નિકળી.સહનશક્તિની હદ પૂરી થઈ ગઈ હતી, પરંતું કરે શું? કારણ કે યોગેશને ખુબ જ ચાહતી હતી. અને યોગેશ સિવાય કોઈ હતું જ નહીં આ દુનિયામાં. ક્યારેક બૅડરુમનાં ખૂણે બેસી અસંખ્ય આંસું સાથે રડી લેતી. ક્યારેક હોઠોની મુશ્કાનમાં દર્દ છુપાવી લેતી.
લગ્નનાં ત્રણ મહિનાં થયાં હશે અને અચાનક એક દિવસે વૈભવી એ યોગેશને પાસે બોલવી કહ્યું “યોગેશ હું માં બનવાની છું”
યોગેશ ખુશ થઈ ગયો. વૈભવીને માથા પર ચૂમી લીધી અને ખુબ જ વહાલ કરવાં લાગ્યો. રાત્રે જમતી વેળા માતા-પિતાને વાત કરી પણ, આ શું! માતા નાં ચહેરાં પર ખુશીની એક પણ ઝલક જોવા ન મળી. ઉલ્ટાનું એમણે કહ્યું કાલે જઈને આપણાં ફેમીલી ડૉક્ટર ની હૉસ્પિટલ જઈને તપાસ કરાવી આવો.
બીજે દિવસે હૉસ્પિટલ ગયાં, યોગેશની સાંસુંમાં દ્વારા પહેલેથી જ ડૉક્ટર ઉપર ફોન આવી ગયો હતો. અને ડૉક્ટરે “ભ્રુણ તપાસ” માટે વૈભવી ને રૂમમાં લઈ ગયાં. ‘ભ્રુણ તપાસ’ કાનુની ગુનો હોવાં છતાંય અમિર લોકો માટે અને ડૉક્ટરનાં ખિસ્સા ભરાય એટલે અંદરખાને આ બધું ચાલતું જ હોય છે. થોડી વાર પછી ડૉક્ટરે યોગેશને બોલાવીને કહ્યું કે “વૈભવી નાં પેટમાં બાળકી છે” બસ, યોગેશ પણ ચૂપ. બંન્ને ધરે ગયાં ત્યાં સુધીમાં તો યોગેશની માતા ને રિપોર્ટ મળી ગયાં હતાં.
હજી વૈભવી એ ધરમાં પગ જ મૂક્યો કે ચાલું સાસુંમાં નું રટણ. “યોગેશ આ તારી પત્ની અપશુકનિયાળ છે, છેલ્લાં વીસ વર્ષમાં આપણાં આખા ખાનદાનમાં કોઈને “દિકરી” પેદા નથી થઈ અને આ મહારાણી નાં પેટમાં “દિકરી”. મહેરબાની કરી તું અબોર્શન કરાવી નાંખ. નહીંતર આ ધરથી જતી રેહ, હંમેશને માટે.” ખુબ જ ગુસ્સો અને આંખો બે ઈંચ મોટી કરીને યોગેશની માં બોલી રહી હતી.

યોગેશ પણ ચૂપ હતો, એ પણ વર્ષોનો પ્રેમ ભૂલી ગયો, માતાની વાત સાચી લાગી અને વૈભવીને કહેવાં લાગ્યો કે “મમ્મીની વાત સાચી છે, તું અબોર્શન કરાવી લે”
વૈભવી નિઃશબ્દ હતી ફક્ત આંસું ગાલ ઉપરથી જમીન ઉપર સરકતાં હતાં. એને વિશ્વાસ ન હતો થતો કે યોગેશ આવું બોલી રહ્યો છે.
છતાં હિંમત એકઠી કરી કહ્યું “ના, કોઈપણ સંજોગોમાં હું અબોર્શન નહીં કરાવું, ભ્રુણ હત્યાનું પાપ મારે માથે નથી લેવું, મારી દીકરી ને હું આ દુનિયામાં આવતાં નહીં અટકાવું. આજનો જમાનો ‘દિકરાં-દિકરી એક સમાન નો હોવાં છતાં તમે આવી વાત કરો. મમ્મી તમે પોતે પણ એક દિકરી છો, યોગેશ તમે પણ એક ‘દિકરી’ને પત્નિ બનાવી ધરમાં લાવ્યા છો. શું તમે ભૂલી ગયાં?” વૈભવી ડૂંસકે ભરાઈ ગઈ.
આટલું કહેવાં છતાંય બંન્ને મા-દિકરાં એક ના બે ન થયાં. ન છુટકે વૈભવીએ ધર છોડવાંનો નિર્ણય લીધો.

આ તરફ વૈભવી એ પણ નક્કી કરી દીધું કે પેટે પાટા બાંધી ને અને કાળી મજુરી કરીને પણ પોતાની દીકરીને જન્મ આપશે. શરુઆતમાં કામ કરવાં માટે એક ધરે ધરકામ કરવાનું મળી ગયું, પણ રહેવાનું શું? એ પશ્ન હતો, પણ વૈભવી એ મકાનમાલકીનને હકીકત જણાવી તો એજ ધરનાં સ્ટોર રૂમમાં રહેવાં માટે જગ્યા મળી ગઈ. દરરોજ ત્રણ ધરનાં ધરકામ કરતી સાથે સાથે પોતાનાં ગર્ભમાં રહેલ દીકરી ની કાળજી માટે હંમેશા દવાં ચાલું રાખી. નવ માસનાં અંતે જ દિકરી અવતરી. પુનમનાં ચાંદથી તેજ, નાની નાની આંખો, ખુબ જ સુંદર જાણે પરી જ જોઈ લો. ધરે આવ્યા બાદ નામકરણ માટે મકાનમાલકીન સાથે વિચારવાં લાગ્યાં છેવટે નામ જડી ગયું “સ્વરાં” બાળકો ની નોંધણી માં પણ નામ લખાયું જાણે સુવર્ણ અક્ષરમાં
“સ્વરાં વૈભવી પટેલ”
હા, વૈભવી એ સ્વરાં સાથે પોતાનું નામ જોડી દીધું.

“ઉકરડો અને દિકરી ક્યારે વધી જાય એ ખબર જ ના પડે”

સ્વરાં હવે મોટી થવાં લાંગી હતી.
કેટકેલીય તખલીફોનો સામનો કરી વૈભવી એ સ્વરાંને શાળાએ મોકલી શકાય એટલી મોટી કરી દીધી. જેમ જેમ સ્વરાં મોટી અને સમજદાર થતી ગઈ તેમ તેમ સ્વરાંને વૈભવી પોતાનાં જીવનની કડવી વાસ્તવિકતાં જણાંવતી ગઈ.
સ્વરાં પણ ખુબ જ સમજદાર હતી. માતાની સાથે થયેલ અન્યાયનો એને ખ્યાલ હતો. એટલે એણે પણ કંઈક કરવું હતું પોતાની માતા એ કેટલીય તખલીફોનો સામનો કર્યો એ પોતાની આંખે જોયું હતું. ભણતરની સાથે પોતાની માં ને ખૂબ જ મદદ કરતી.
આજે રિઝલ્ટ હતું સ્વરાંનાં MBA નાં છેલ્લાં વર્ષનું, રિઝલ્ટ આવી ગયું, સ્વરાં આખી કૉલેજ માં પ્રથમ ક્રમે આવી. તાળીનાં ગડગડાટ વચ્ચે સ્વરાં ને ડિગ્રી એનાયત થઈ. સાથે જ શહેરની નાંમાંકિત કંપની એ “બે લાખ રુપિયા” નાં પૅકેજ અને “એક ધર” આપી નોકરીની ઓફર આપી દીધી. મા-દિકરી આજે ભેટી-ભેટી ને રડતાં હતાં. વૈભવી પણ વિચારવાં લાગી કે “આખરે મહેનત રંગ લાવી”…
“તું મારી દીકરી, દીકરાં કરતાંય મહાન છે, આજનાં જમાનામાં દિકરાં મા-બાપના થતાં નથી, પણ હું ધન્ય છું સ્વરાં કે તું મારી પુત્રી છે” વૈભવી એ આંખનાં આંસું સાફ કરતાં કહ્યું.
“હા, મમ્મી હું પણ ગર્વથી કહીશ કે હું તમારી દીકરી છું.” સ્વરાં વૈભવીને ભેટી પડી.

મકાનમાલકિનનો આભાર માની બંન્ને પોતાનો સામાન લઈ કંપનીએ આપેલ ધરમાં રહેવાં માટે ગયાં, ધરમાં જતાં પહેલાં જ સ્વરાં એ દરવાજા ઉપર નેમપ્લેટ લગાવી જેનાં પર લખ્યું હતું.
“સ્વરાં વૈભવી પટેલ”

“દિકરી ખરેખર વહાલનો દરિયો હોય છે”

“દિકરો જ થવો જોઈયે એ સમાજની મોટા માં મોટી ભૂલ છે, દિકરી થકી પણ તમે સમાજનું કે પોતાનું ગૌરવ વધારી શકો” “ભ્રુણ હત્યા ખરેખર શરમજનક છે, એ પણ દિકરી હોવાને લીધે”

લેખક: નિકુંજ પટેલ

તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here