એક અદ્ભુત હોટલ રૂમ જ્યાં બાથરૂમમાં છે સોનાના નળ, એક દિવસ રોકાવવા માટે ચુકવવા પડશે ૪૮ લાખ રૂપિયા…

0

તમે ઘણી બધી મોંઘી હોટલ અને તેના રૂમો વિષે વાંચ્યું હશે અને જાણ્યું પણ હશે. પણ રાજસ્થાનની રાજધાની જયપુરની આ હોટલ એ બહુ મોંઘી તો છે જ પણ ખાસ પણ છે. રાજપેલેસ હોટલ એ આખા વિશ્વમાં બહુ ફેમસ થઇ ગઈ છે. આ હોટલમાં હમણાં જ એક એવું સ્યુટ બનાવવામાં આવ્યું છે જેમાં એક દિવસ રોકવા માટે તમારે પુરા ૪૮ લાખ રૂપિયા ચુકવવા પડશે.વાંચીને થોડો આંચકો લાગ્યો હશે કે આટલી મોંઘી હોટલ રૂમમાં કોણ રહેવા આવતું હશે. હશે ચાલો આજે અમે તમને જણાવીએ કે એવું તો એ રૂમમાં ખાસ શું છે કે તેનું આટલું બધું ભાડું છે. તો તમને જણાવી દઈએ કે આ હોટલ રૂમમાં ચાર એપાર્ટમેન્ટ છે અને તેમાં રહેલ બેડ એ ચાંદીના હશે. એટલું જ નહિ આ રૂમના બાથરૂમમાં ફરારી કંપનીના બનાવેલ સોનાના નળ હશે. આ રૂમમાં દિવાલો પર સોનાનું વર્ક કરેલું હશે, આ રૂમના જેવો આખી હોટલમાં એકપણ રૂમ નથી.આ હોટલને વર્ષ ૨૦૧૨માં લીડીંગ બેસ્ટ હેરીટેજ હોટલનું સન્માન આપવામાં આવ્યું હતું. ત્યાં જ વર્ષ ૨૦૦૭માં તે હોટલને રાષ્ટ્રીય પર્યટન પુરસ્કાર પણ આ હોટલને જ આપવામાં આવ્યો હતો. આ હોટલ એ લગભગ ૩૦૦ વર્ષ જૂની છે. ૩૦૦ વર્ષ જૂની આ હોટલમાં આજ સુધી ડર્ટી પોલીટીક્સ, ગુલાલ, ભૂલ ભુલૈયા અને લોફર જેવી ફિલ્મોનું શુટિંગ કરવામાં આવ્યું છે. આ સિવાય અહિયાં ટીવી સીરીયલ રત્ન કા સ્વયંવર અને ઝાંસી કી રાનીનું પણ શુટિંગ થયું હતું.

આ હોટલની બનાવટ એ બહુ અદ્ભુત છે તમને જાણીને નવાઈ લાગશે પણ આ હોટલની દરેક રૂમમાં સુર્ય પ્રકાશ આવે છે એવી રીતની બનાવટ કરવામાં આવી છે. આ હોટલમાં ૨૦૦ વર્ષ જૂની ક્રિસ્ટલની જવેલરીની ગેલેરી પણ આવેલ છે. આ ગેલેરીમાં જયપુરના રાજાઓ અને રાણીઓ જે ઉપયોગમાં લેતા હતા તે દાગીના અને તેમની અનેક વસ્તુઓ પણ મુકવામાં આવી છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here