દ્વારિકાના મંદિર માથે ૫૨ ગજની ધજા જ શા માટે ચડાવવામાં આવે છે? રાજાઓ તો 56 હતા..!! જાણી લો અદ્ભુત કારણ

0

ગુજરાતના પશ્વિમ કિનારે સમુદ્ર જેના ચરણો પખાળે છે એવા ભગવાન દ્વારિકાધીશના જગતમંદિરની બાવન ગજની ફરફરતી ધજા ગુર્જરભૂમિની શાન-ઓ-શૌકત વધારે છે. ભારતના પ્રસિધ્ધ ચાર મઠમાંથી એક શારદામઠ પણ દ્વારિકામાં આવેલ છે. દ્વારિકા એક સમયે ભગવાન કૃષ્ણની રાજધાની રહી ચૂકેલ છે, એ વખતના તેના વૈભવની તો કલ્પના જ કરવી રહી! પુરાણોમાં ઉલ્લેખ હોય એવી ગુજરાતની સૌથી પ્રાચીન રાજધાની પણ દ્વારિકા(દ્વારવતી)ને જ માનવામાં આવે છે.

દ્વારિકાના મંદિરની વિશિષ્ટતા છે – મંદિરના શિખર પર ફરકતી ૫૨ ગજની ધજા! આ ધજા પાછળ અમુક એવી રોચક માહિતી ચુપાયેલી છે જે કદાચ તમે જાણતા નહી હો. તમે જાણો છો શા માટે ધજા ૫૨ ગજની જ રાખવામાં આવે છે? કદાચ નહી! ચાલો આજે જાણી લઈએ આ બાબત પાછળ ચૂપાયેલા રોચક કારણની વાત :

દ્વારિકાના મંદિરની ધજા ૫૨ ગજની જ શા માટે? –

જરાસંઘના ત્રાસમાંથી ગોકુળને બચાવવા માટે કૃષ્ણએ યાદવો સહિત સૌરાષ્ટ્રના માર્ગે પ્રસ્થાન કર્યું. આનર્તના પુત્ર રૈવતને હરાવી સૌરાષ્ટ્ર પર યાદવવંશ અસ્તિત્ત્વમાં આવ્યો. દ્વારિકા પર એક માન્યતા પ્રમાણે, કુલ ૫૬ યાદવ રાજવીઓએ રાજ્ય કરેલું. તેમાંના ચાર એટલે કૃષ્ણ, બલરામ, અનિરૂધ્ધ અને પ્રધ્યુમન. આ ચાર વિશે તો આપણે લગભગ જાણીએ છીએ. કૃષ્ણ-બલરામ બંને ભાઇનો ઉલ્લેખ તો ઘણીવાર વાંચ્યો હશે. તેવી રીતે ઓખાહરણમાં કૃષ્ણના પૌત્ર અનિરૂધ્ધનો ઉલ્લેખ પણ છે.

ટૂંકમાં, આ ચાર યાદવ રાજવીઓ દેવરાજાઓ હતા. એને દેવ તરીકે પૂજવામાં આવે છે. દરેકના મંદિર પણ છે અને મંદિર પર ધજાઓ પણ ફરકે છે. પણ બાકીના ૫૨ રાજાઓનું શું? તો મિત્રો એ ૫૨ રાજવીઓને યાદ રાખવા, એના પ્રતિકરૂપે જ દ્વારિકાના જગતમંદિર પર બાવન ગજની ધજા ફરકે છે. આ વિશાળ ધજા અમુક કિલોમીટર દુરથી પણ જોઈ શકાય છે. ( નોંધી રાખો : ૧ ગજ = ૩ ફૂટ અર્થાત્ ૯૧.૪૪ સેન્ટિમીટર )

તમને કદાચ ખ્યાલ હશે કે, દ્વારિકાના મંદિર પર દિવસમાં ત્રણ વાર ધજા બદલાવવામાં આવે છે. એનો અધિકાર માત્ર અબોટી બ્રાહ્મણોને છે. અહીં એક ફોટોમાં તમે જોઇ શકો છો કે, ધજા બદલવાના વચગાળામાં મંદિર પર ધજા છે નહી.વળી, દ્વારિકાના જગતમંદિરની ધજા સપ્તરંગી છે – મેઘધનુષી. જે ભગવાન કૃષ્ણની એક શ્લોકરૂપ સ્તુતિ પર આધારિત છે.

દોસ્તો, સચોટ માહિતી જાણવાલાયક લાગી હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો, ધન્યવાદ! જય દ્વારિકાધીશ!

લેખક: કૌશલ બારડ GujjuRocks Team
Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here