દુર સુધી ન પહોંચી શકી આ 6 સેલીબ્રીટીસની લવની ગાડી, પછી તેઓએ પકડી એરેન્જ મૈરેજની બસ….વાંચો કોણ કોણ છે શામેલ

0

અમુકની રહી સકસેસફૂલ તો અમુક ના તૂટ્યા લગ્ન.

લવ મૈરેજ સારા હોય કે અરેંજ મૈરેજ, આ વાત પર ડીબેટ સ્કુલના સમયથી જ શરુ થઇ જતી હોય છે. લવ મૈરેજ વિશે લોકો કહેતા હોય છે કે તે સકસેસ નહિ જાતા કેમ કે તેઓ દરેક વસ્તુ પહેલા જ કરી નાખતા હોય છે જો કે તેઓને તે લગ્ન બાદ કરવાની હોય છે. અને જે લોકો તેના વિરુદ્ધમાં હોય તેઓ એરેન્જ મૈરેજ વિશે કહેતા હોય છે કે આવી રીતે કોઈ અજાણ વ્યક્તિ સાથે જીવન કેવી રીતે વિતાવી શકાય.

જો કે બંને વાતો એક રીતે યોગ્ય જ છે, જ્યારે લવ મૈરેજ ફૈલ થઇ જાય ત્યારે સહારો એરેન્જ મૈરેજનો જ લેવો પડતો હોય છે. આ મામલામાં બોલીવુડ સેલીબ્રીટીસની કહાની પણ કઈ અલગ નથી. એવા ઘણા બોલીવુડ સેલીબ્રીટીસ છે જેઓ એકબીજા સાથે સાચા પ્રેમમાં પાગલ હતા છતાં પણ તેઓની ગાડીની સફર દુર સુધી ચાલી ન શકી, જેને લીધે આખરે તેઓએ એરેન્જ મૈરેજનો સહારો લેવો પડ્યો હતો.

1. કરિશ્મા કપુર:કરિશ્મા અને અભિષેક બચ્ચનની લવ સ્ટોરીની ચર્ચાઓ તે સમયમાં ખુબ થતી હતી. આ કપલની અમિતાબ બચ્ચનના બર્થ ડે નાં દિવસે સગાઈ પણ થઇ હતી પણ કોઈ કાણોને લીધે તેઓનો આ રિશ્તો લગ્ન મંડપ સુધી પહોંચી ન શક્યો.
સંજય સાથે લગ્ન:અભિષેક સાથે સગાઈ તૂટી ગયા બાદ કરિશ્માએ દિલ્લીના બિઝનેસમૈન સંજય કપૂર સાથે અરેંજ મૈરેજ કર્યા હતા, આ કપલના બે બાળકો પણ છે, પણ તેઓનો આ રિશ્તો લાંબો ચાલી ન શક્યો. હાલ બંને અલગ-અલગ રહે છે.
2. માધુરી દિક્ષિત:એક સમય એવો હતો કે જયારે ધક-ધક ગર્લ માધુરી અને સંજય દત્ત બંને એકબીજા પર જાન છીડ્કતા હતા. પણ સંજયને એક કેસમાં જૈલ થઇ ગઈ બાદમાં માધુરીએ તેની સાથે રિશ્તો જ તોડી નાખ્યો.
પછી તેના જીવનમાં આવ્યા:તેના બાદ માધુરીએ પરદેશી બાબુ ડોક્ટર શ્રીરામ નેને સાથે એરેન્જ મૈરેજ કર્યા. માધુરીના બે દીકરાઓ પણ છે.
3. શાહિદ કપૂર:સાથે જ કરીનાની લવ સ્ટોરી પૂરી દુનિયાની સામે એક ખુલ્લી કિતાબની જેમ હતી. બંને ઘણા એવા મૌકા પર પોતાના પ્રેમનો ઈઝહાર કરતા પણ નજરમાં આવતા હતા. પણ ‘જબ વી મેટ’ ની રીલીઝ બાદ બંનેની લવ સ્ટોરીનું પણ ડી એન્ડ થઇ ગયું હતું. કરીના સિવાય શાહિદનું નામ પ્રિયંકા અને સોનાક્ષી જેવી અભિનેત્રીઓ સાથે પણ જોડાયું હતું.
પછી થઇ મીરાંની એન્ટ્રી:તેનાબાદ શાહિદના જીવનમાં લેડી શ્રી રામ કોલેજથી અભ્યાસ કરી રહેલી મીરાં ની એન્ટ્રી થઇ. તે શાહિદના પરિવાર સાથે રાધા સત્સંગ ના દૌરાન મળી હતી. પછી બંનેના રીશ્તાની વાત ચાલી અને વર્ષ 2015 માં બંનેએ લગ્ન કરી લીધા હતા.
4. વિવેક ઓબેરોય:ફિલ્મ ‘કયો હો ગયા નાં’ ની શુટિંગ દૌરાન વિવેક અને ઐશ્વર્યા એક-બીજાની નજદીક આવી ગયા હતા. કોઈ એવોર્ડ ફંક્શન હોય કે બોલીવુડ પાર્ટી બંને એકસાથે નજરમાં આવતા હતા. તેનાબાદ સલમાન બંનેના રિશ્તાની વચ્ચે સલમાન આવી ગયા અને તેઓનો રિશ્તો ખત્મ થઇ ગયો.
આની સાથે થયા લગ્ન:ઐશના ગયા બાદ વિવેકે કર્ણાટકના દિવગંત મંત્રી જીવરાજ અલ્વા અને સામાજિક કાર્યકર્તા નંદિનીની દીકરી પ્રિયંકા સાથે લગ્ન કરી લીધા હતા. વિવેક અને પ્રિયંકાની એક દીકરી અને એક દીકરો પણ છે.
5. રાજ કપૂર:ગત જમાનાના ફેમસ એક્ટર-ડાયરેકટર રાજ કપૂર, એક્ટ્રેસ નરગિસ ની સાથે પોતાના અફેઈરને લીધે ચર્ચામાં રહેતા હતા. પણ નરગીસ સાથે તેઓનો રિશ્તો લાંબા સમય સુધી ચાલી ન શક્યો અને તેણે બાદમાં કૃષ્ણા સાથે લગ્ન કરી લીધા હતા.
6. શમ્મી કપૂર:બોલીવુડના દિગ્ગજ અભિનેતા શમ્મી કપૂરે પોતાની ગર્લફ્રેન્ડ અને બોલીવુડ એક્ટ્રેસ ગીતા બાલી સાથે સાત ફેરા લીધા હતા પણ લગ્નના અમુક સમય બાદ જ ગીતાનું આકસ્મિક રીતે નિધન થઇ ગયું અને બાદમાં તેમણે રોયલ ફૈમિલી સાથે તાલ્લુક રાખનારી નીલા દેવી સાથે લગ્ન કર્યા હતા.

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!