આ છે દુનિયાનું સૌથી મોટું મંદિર, જેને બનાવવા ભારતથી મોકલાવવામાં આવ્યા હતા નકશીકામ કરેલા પથ્થર….

0

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અબુ ધાબીના પ્રવાસમાં જઈ રહ્યા છે. અહીં તેઓ હિન્દુ મંદિરનો પાયો નાખશે, જેની રચના અને સંચાલન સ્વામિનારાયણ સંસ્થાને સોંપવામાં આવ્યું છે.

આ સમુદાયના મંદિરો સમગ્ર વિશ્વમાં મૌજૂદ છે. એમાય અમેરિકા ન્યુજર્સીમાં આવેલું આ મંદિર ભારત બહારનું સૌથી મોટું મંદિર છે. વિસ્તારની દૃષ્ટિમાં આ મંદિર વિશ્વનું સૌથી મોટુ હિન્દુ મંદિર છે એવું કહેવામાં આવે છે. મંદિરને બનાવવા માટે 13,499 પત્થરો ભારતમાંથી ન્યૂજર્સી મોકલવામાં આવ્યા હતા. મંદિરમાં પત્થરોનું નકશીકામ ભારતમાં થયું છે. કોતરવામાં આવ્યા હતા.

આ મંદિર ન્યૂજર્સીના રોબિન્સવિલેમાં આવેલું છે. જેનું નિર્માણ બોચાસનવાસી અક્ષર પુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.

આશરે 1000 કરોડના ખર્ચે બનેલ આ અક્ષરધામ મંદિર ક્ષેત્રફળનાં (162 એકર) જમીનમાં ફેલાયેલું અને વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર છે.

આ મંદિર 134 ફૂટ લાંબુ અને 87 ફૂટ પહોળું છે. જેમાં 108 સ્તંભો અને ત્રણ ગર્ભગૃહ છે. આ મંદિર શિલ્પ શાસ્ત્ર અનુસાર બનાવવામાં આવ્યું છે.

આ મંદિરમાં 68 હજાર ક્યુબિક ફીટ ઇટાલિયન કરારા માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરની કલાત્મક ડિઝાઇન માટે 13,499 પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પથ્થરો પરનું સંપૂર્ણ કોતરકામ ભારતમાં જ કરવામાં આવ્યું છે. નકશીકામના કામ પૂરું કર્યા પછી તેને સમુદ્ર માર્ગે ન્યૂજર્સી પહોચડવામાં આવ્યા હતા.

તે જ સમયે ભારતનું સૌથી મોટું મંદિર તમિલનાડુના શ્રીરંગમમાં 156 એકર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે, જેને શ્રી રંગનાથ સ્વામી મંદિર કહેવામાં આવે છે.


1000 વર્ષો સુધી આમ જ ઊભું રહેશે આ મંદિર :

અમેરિકન પત્રકાર સ્ટીવ ટ્રેડેરે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીને ન્યુઝવર્કસ સાઇટ પર લખ્યું: “મંદિરમાં પ્રવેશ્યા પછી સુંદર કલાકૃતિને આંખોથી દૂર કરવી ખૂબ મુશ્કેલ છે.”

તેમણે લખ્યું કે મંદિરના મંદિરના અંદરના ભાગ સિવાય બહારના ભાગને પણ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે તે 1000 વર્ષ સુધી એમ જ અડગ રહેશે.

દુનિયાના કેટલાય શહેરોમાં છે મંદિર :

અક્ષરધામ મંદિર અમેરિકાના ઘણા શહેરોમાં બાંધવામાં આવ્યું છે. એટલાન્ટા, હ્યુસ્ટન, શિકાગો, લોસ એંજલસ સહિત ટોરોન્ટો, કેનેડામાં મંદિરો આવેલા છે.

આ મંદિરો બનાવનાર મૂળ બોચાસનવાસી અક્ષર પુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા છે. જેના દ્વારા ગાંધીનાર, ગુજરાત અને દિલ્હીના યમુના કિનારે બનાવવામાં આવેલા મંદિરો ખૂબ વિશાળ છે.

ગાંધીનગરનું મંદિર લગભગ 23 એકરમાં ફેલાયેલ છે જ્યારે દિલ્હીમાં 60 એકરમાં ફેલાયેલ છે. પરંતુ રોબિન્સવિલેનું મંદિર તેમના કરતા મોટું નથી પરંતુ તે વિશ્વના તમામ મંદિરો કરતા પણ મોટું છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here