આ છે દુનિયાનું અજીબોગરીબ રેસ્ટોરન્ટ. ક્યારેક ટોયલેટની સીટ પર બેસીને તો ક્યારેક કબ્ર ઉપર બેસીને જમે છે લોકો

0

અજીબોગરીબ રેસ્ટોરન્ટ : આધુનિકતા અને ફાઈશનિસ્તા ને દેખાવ પાછળ આજકાલ બધા જ લોકો એવું જ કઈક અલગ કરવા માંગે છે કે તેમાથી બધા લોકો આકર્ષિત થાય.

આમ જોવા જઈએ તો જો તે વસ્તુને તમારે વેચવી હોય તો એ સૌથી અલગ જ હોવી જોઈએ. કેમકે માર્કેટનો એક જ ફંડા છે. જે દેખાય છે એ જ વેચાય છે.

આ જોવા અને વેચવાના ફંડાને કેટલાય લોકોએ અજમાવ્યો છે. કપડાં અને બેગ્સ પછી જો સૌથી મોટો બદલાવ કોઈનામાં આવ્યો હોય તો એ છે રેસ્ટોરાં. રેસ્ટોરન્ટમાં આવેલ બદલાવ ઘણા અજીબો ગરીબ હોય છે. પરંતુ આ રેસ્ટોરંટનો બદલાવ તો વધારે અજીબોગરીબ છે. કેમકે આ રેસ્ટોરન્ટમાં ટોયલેટ સીટ પર બેસી ને જમાવાનું સર્વ કરવામાં આવે છે. તો ક્યારેક કબર પર બેસીને.

આજે અમે તમને આ આર્ટિકના મધ્યમથી એવા જ એક રેસ્ટોરંટની વાત કરવાના છીએ. જેની થીમ ખૂબ જ અલગ છે.

પાણી પર બેસીને જમે છે લોકો :

ફિલિપ્સના એક રેસ્ટોરન્ટમાં લોકો પાણી પર બેસીને જમે છે. આ રેસ્ટોરંટને Villa Escudero Resortમાં બનાવવામાં આવ્યું છે. આ રેસ્ટોરંટમાં એક વોટરફોલની વચ્ચોવચ બનેલું છે. એટલા માટે અહીંયા આવવાવાળા લોકો જમીને જ જાય છે. આ રેસ્ટોરન્ટમાં આવવાવાળાં લોકો પાણીમાં અડધા દુબીને જમવાની મજા લઈ રહ્યા હોય છે. હવે તમે જ અંદાજો લગાવી શકો છો કે, પાણીમાં અડધા ડૂબીને જમવાનો આનંદ કેવો આવતો હશે.

આ રેસ્ટોરન્ટ આખું નાળિયેરના વૃક્ષોની વચ્ચે બનાવવામાં આવ્યું છે. અને અહિયાં ટેબલ અને ખુરશી પણ વાંસમાંથી જ બનાવવામાં આવ્યા છે. જો તમે બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો એક વખત તમારે આ રેસ્ટોરન્ટમાં જમવા જરૂર જંવુ જોઈએ.

વાંદરો કરે છે જમવાનું સર્વ :

ઘણી હોટેલોમાં સર્વ કરવાની રીત ખાસ હોય છે. જેના કારણે લોકો આકર્ષિત થઈ ત્યાં જ જમવા જતાં હોય છે. આજે અમે એવા જ રેસ્ટોરંટની વાત કરવા જઈ રહ્યાં છીએ. જ્યાં કોઈ માણસ નહી પણ એક વાંદરો જમવાનું પીરસી રહ્યો છે. આ રેસ્ટોરન્ટ જાપાનની રાજધાની ટોકિયોમાં આવી છે. ટોકિયોની એક સૌથી ફેમસ જગ્યા કાબુકી છે. ત્યાં એક રેસ્ટોરંટ આવેલું છે. આ રેસ્ટોરન્ટમાં ઘણી ભીડ જોવા મળે છે. લોકો અહિયાં જમવા નથી આવતા પણ કામ કરી રહેલ વાંદરાને જોવા માટે આવે છે. કેમકે સર્વ કરવાનું કામ એક વાંદરો કરી રહ્યો છે. આ વાંદરો ગ્રાહકો સાથે સરસ રીતે તેનું વર્તન કરે છે. જેના કારણે લોકો આ રેસ્ટોરંટને જ વધારે પસંદ કરે છે.

નેચર્સ ટોયલેટ કૈફે : 

અમદાવાદમા એક અનોખુ રેસ્ટોરંટ આવેલું છે. જ્યાં લોકો પહેલા ક્યારેય આવતા ન હતા, પણ હવે ભીડ વધી રહી છે લોકોની. અહીંયા બેસવા માટે ખુરશી નહી પણ ટોયલેટ શીટ આપવામાં આવે છે. આ રેસ્ટોરંટ ટોયલેટ થીમ પર આધારીત છે. આમ જોઈએ તો દુનિયાભરમાં આ થીમ કેટલાય રેસ્ટોરંટ બન્યા છે. પરંતુ ભારતમાં આ થીમ પર બનેલું આ પહેલું રેસ્ટોરંટ છે. અહીંયા કસ્ટમર માટે ટોયલેટ સીટ મૂકવામાં આવે છે. એટ્લે આ રેસ્ટોરાંને ટોયલેટ ગાર્ડન કહેવામા આવી રહ્યું છે.

કબરની થીમ પર બનેલ રેસ્ટોરંટ :

જો તમે ક્યારેય કબર નથી જોઈ તો અમદાવાદમા આવેલ એક ન્યુ લક્કી રેસ્ટોરન્ટમાં જ જો. આ રેસ્ટોરન્ટમાં તમે મરેલા લોકોની વચ્ચે ખાવાપીવાનો અનુભવ કરી શકો છો. આ રેસ્ટોરંટના માલિક કૃષ્ણન કટ્ટી ને આ અજીબો ગરીબ વિચાર આવ્યો ને એને અમલમાં મૂક્યો. જો કદાચ કોઈપણ બિઝનેસમેન ન અપનાવી શકે. એમને નક્કી જ કર્યું કે એ જે રેસ્ટોરંટ બનાવશે એ કબરની થીમ પર જ બનશે. અને એમને થોડી કબરને પસંદ કરી ને બનાવી નાખ્યું એક રેસ્ટોરંટ. કૃષ્ણન માનવું છે કે, કબરો એને આશીર્વાદ આપી રહી છે, અને એટ્લે જ એમનો આ બિઝનેસ ખૂબ ચાલી રહ્યો છે.
આવા અજીબોગરીબ રેસ્ટોરંટને જોઈને તમે હેરાન પણ થઈ જશો. ને ઇગનોર પણ કરશો છ્તા તમારું ધ્યાન તો એ તરફ જ ખેંચાશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here