દુનિયાનો સૌથી નાનો દેશ, આપની શેરી કરતાં પણ નાનો છે આ દેશ !

0

તમે માઈક્રો ચિપ, માઈક્રો કમ્પ્યૂટર, માઈક્રો સિમ જેવા નામ સાંભળ્યા જ હશે પણ આપે ક્યારેય માઈક્રો નેશન નામ સાંભળ્યું છે ? માઈક્રો નેશન એટલે કે સૌથી નાનો દેશ ! હા, સૌથી નાનો દેશ એટલે એના સામે તમારો મહોલ્લો કે શેરી મોટી દેખાશે. દુનિયામાં આવો એક દેશ પણ છે જ્યાં ફક્ત 27 લોકો રહે છે. એવો દેશ જ્યાં રહે છે માત્ર 27 લોકો

દુનિયામાં રશિયા, કેનેડા, અમેરિકા, ચીન અને ભારત જેવા ઘણાં મોટા મોટા દેશ છે જેની સામે એક એવો નાનો દેશ છે કે જેનું ક્ષેત્રફળ માત્ર 6000 વર્ગફૂટ છે. તમે પણ વિચારમાં પડી જશો કારણ કે ભારતમાં આનાથી મોટા તો ક્રિકેટના મેદાનો હશે, હા તમારી વાત સાચી છે. ઇંગ્લેન્ડની નજીક સીલેન્ડ દુનિયાનો સૌથી નાનો દેશ છે. આ દેશ ઇંગ્લેન્ડના સ્ફોલક ઉત્તર સમુદ્ર તટથી 12 કિ.મી. દૂર આવેલા એક ખંડેર બની ગયેલા એક સમુદ્રી કિલ્લા પર સ્થિત છે. આ દેશ એટલો નાનો છે કે ગૂગલ મેપમાં પણ ન દેખાય અને 2011ના આંકડા મુજબ આ દેશની કુલ વસ્તી 27 માણસોની હતી.

સીલેન્ડને માઈક્રો નેશન પણ કહેવામાં આવે છે.

આ 1943માં બ્રિટિશ સેના દ્વારા નિર્મિત મેન્સનેલ કિલ્લો હતો અને મુખ્ય રૂપથી આનું નામ એચ.એમ કિલ્લો હતું. 1967 રૉય બેટ્સ નામના મેજરે અહીં કબજો કર્યો હતો અને આ કિલ્લાને બ્રિટનથી અલગ કરીને સ્વતંત્ર રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું અને મેજર અને એમનો પરિવાર અહીં રહેવા લાગ્યો. સીલેન્ડને માઈક્રો નેશન પણ કહેવાય છે, જોકે સીલેન્ડ પર અલગ અલગ લોકોનો કબજો રહ્યો છે. 9 ઓક્ટોબર, 2012માં રૉય બેટ્સે પોતને સીલેન્ડનો રાજા ઘોષિત કરી દીધો. જ્યારે રૉય બેટ્સનું અવસાન થયું ત્યારે એના દીકરા માઈકલનું સીલેન્ડ પર શાસન છે. માઈકલ પોતાની પત્ની લોરેન અને દીકરી કારલોટ સાથે સીલેન્ડ પર જ રહે છે.આ દેશ પાસે પોતાનું નાણું અને ટપાલ ટિકિટ છે.

માઈક્રો નેશન સીલેન્ડ પાસે પોતાનું નાણું અને ટપાલ ટિકિટ પણ છે પણ ક્ષેત્રફળ ઓછું હોવાને કારણે અહીં આજીવિકા માટે કોઈ સાધન નથી. કહેવાય છે કે જેમ જેમ લોકોને ઈન્ટરનેટના માધ્યમથી આ દેશ વિશે ખબર પડી એમ એમ લોકો અહીં ડોનેશન પણ આપે છે.

ભલે સીલેન્ડને દુનિયાનો સૌથી નાનો દેશ કહેવામાં આવતો હોય પણ સીલેન્ડને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ મંજૂરી નથી મળી. દુનિયાનો સૌથી નાનો દેશ વેટિકન સીટી છે અને ત્યાનું ક્ષેત્રફળ 44 હેકટર છે અને ત્યાં 500 લોકો રહે છે.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!