જાણવા જેવું: આ છે દુનિયાની 17 અજીબો ગરીબ નોકરી, પરંતુ સેલરી મળે છે ઢગલાબંધ….વિચારી પણ ન શકો એટલા રૂપિયા મળે

0

દરેક માતા-પિતા પોતાના જીવનમાં પોતાના બાળકોને એક વખત એક વાર આ પ્રશ્ર જરૂર પૂછ્યો હશે કે, “બેટા મોટો થઈને શું બનીશ ?” અને બાળક જવાબ આપે છે- ડૉક્ટર, એન્જિનિયર, શિક્ષક, આઈએએસ …. બાળક મોટું થાય છે અને પછી કોઈ પૂછે છે, ભાઈ શું કરે છે આજકાલ અને તે જવાબ આપે છે, “હું લોકોને ધક્કો આપવાનું કામ કરું છુ!” તો તમે ચોક્કસપણે આશ્ચર્ય પામશો. જી હા ધક્કો આપવો એ પણ એક નોકરી જ છે!

ધક્કો આપવો એ નોકરી તમને અજીબ લાગી જરૂર લાગી હશે. પરંતુ તે સાચું છે અને તેના માટે લોકો સારી સેલીરી પણ મળે છે. માત્ર આ જ નથી, દુનિયામાં એવી ઘણી નોકરીઓ છે, જેના વિશે સાંભળીને તમે ફક્ત એટલું જ કહેશો કે , “શું આ પણ કોઈ નોકરી છે?” તો ચાલો આ લેખમાં આજે આપણે વાંચીશું કેટલીક એવી નોકરીઓ વિશે.
વ્યાવસાયિક રીતે ધક્કો દેનારને જાપાનમાં સમય પર પહોંચવું ખૂબ જ જરૂરી છે. તેથી અહીંના સવારના સમયે જ્યારે મેટ્રોમાં ખૂબ જ ભીડ થાય છે, ત્યારે કેટલાક લોકો માત્ર લોકોને મેટ્રોમાં ધક્કો આપવાનું કામ કરે છે.

ભાડા પર બોયફ્રેન્ડ
જાપાનના ટોક્યો માં જો તમે ઇચ્છો તો ભાડે પર બોયફ્રેન્ડ બની શકો છે. તમે તેના માટે તમને પાઈસા પ્રતિ કલાકની ગણતરીથી મળતા હોય છે.

લાઈનમાં ઊભા રહેવાની નોકરી
લાઇનમાં ઊભી રહેવાની નોકરીમાં એ લોકોને મદદરૂપ થાય છે, જે લાંબા સમય સુધી ઊભા રહી શકતા નથી. આવા પ્રોફેશનલ્સ ગ્રાહકની જગ્યા પર લાઇનમાં ઊભા રહીને પણ બદલામાં તેમને પૈસા મળે છે.

સુવાની નોકરી
વૈજ્ઞાનિક લોકો પોતાના સંશોધન માટે લોકોને સુવાની નોકરી આપે છે. તેઓને બસ આરામથી સુવાનું હોય છે અને વૈજ્ઞાનિક નિંદ્રા સંબંધી બિમારીઓનું સંશોધન પણ એમની ઉપર જ કરે છે

લગ્નમાં મહેમાનનો વ્યવસાય,
ભારત માં લગ્નમાં બોલાવ્યા વગર આવેલ મહેમાનોની પીટાઇ થાય છે, તો જાપાનમાં આવા મહેમાનોની આગતા સ્વાગતા થાય છે. કેટલાક લોકો પાર્ટ ટાઈમ લગ્નમાં જવાનું કામ કરે છે, જેના માટે તેમને પૈસા પણ મળે છે.

ઉલ્ટી સાફ કરનાર
અમ્યુઝમેન્ટ પાર્કમાં લોકોને ચકકર આવવા એ સામાન્ય વાત છે, ઉલટી પણ થાય છે. આમાં કેટલાક લોકો માટે માત્ર ગ્રાહકની ઊલટી સાફ કરવા માટેની સેલેરી લેતા હોય છે.

ડિઓર્ડન્ટ ટેસ્ટર
વ્યવસાયિક ડિઓર્ડન્ટ ટેસ્ટરનું કાર્ય એ હોય છે કે કોઈપણ ડિઓર્ડન્ટ તેની અસર બતાવી રહ્યું છે કે નહી. એના માટે તેમણે લોકોની બગલને સૂંઘવી પડતી હોય છે.

વોટર સ્લાઇડ ટેસ્ટર
વોટર પાર્કમાં વૉટર સ્લાઇડ ટેસ્ટર્સનું કામ થાય છે, આ જોવાનું કે પાણી પાર્કની સ્લાઇડ્સ બરાબર કામ કરે છે કે નહીં અને લોકો માટે તે જોખમ રૂપ તો નથી ને ?

ઝટકા આપનાર

મેક્સિકોમાં કેટલાક લોકો બીજાઓને વીજળીના ઝટકા આપીને પૈસા કમાય છે. જી હા, મેક્સિકોના પબ અથવા બારમાં જે લોકો વધુ મદહોશ હોય છે, તેમનો નશો ઉતારવા માટે આ વ્યવસાયિક કરનારને ઝટકા આપનાર તરીકે બોલાવવામાં આવે છે.

પેપર ટોવેલને સૂંઘવો :

પેપર ટોવેલ બનાવવા વાળા એ વાતની ખાતરી કરે છે કે એમના બનાવેલ પેપર ટોવેલ માર્કેટમાં જતાં પહેલા એમાંથી બદબૂ તો નથી આવતી ને.

ચિકનની લિંગને ઓળખનાર :

આ કામ કરનાર લોકોને એ ખબરહોય છે કે મુરગી ચૂઝે નું લિંગ કયું છે. તેના માટેતેમણેઊંચી સેલરી પણ મળે છે.

વ્યવસાયિક રીતે લપટાઈ જનાર
જાપાનમાં જો તમે ક્યારેય તમારી ગર્લફ્રેન્ડને મિસ કરી રહ્યા હોવ તો આ પ્રોફેશનલ લિપ્ટ લોકોની મદદ કરતો હોય છે. પૈસા આપો અને આ વ્યવસાય કરનાર વ્યક્તિ તમને ચીપકીને સૂઈ જશે.

નંબર પ્લેટ બ્લોકર

ઇરાન માં એક નવી અજાયબ પોલિસી લાગુ થયેલ છે. તેના આધારે, એક દિવસ રોડ પર તે ગાડીઓને ચાલે છે જેની સંખ્યા “ઓડ” છે અને એક દિવસ તે નંબર ની ગાડી ચાલશે જે “ઇવન” છે. તેના માટે નંબર પ્લેટ બ્લૉકરની મદદ લેવામાં આવે છે.

પશુઓના ભોજન ચાખવાની નોકરી,

આ નોકરીમાં પાળેલા જાનવરોને આપવામાં આવતું ફૂડ ટેસ્ટ કરીને પછી જ તેમણે ભોજન આપવામાં આવતું હોય છે. જેમાં સારી સેલેરી મળતી હોય છે.

શૉક મનાવવાની નોકરી

ભારતમાં રુદાલિઓ વિશે તમે સાંભળ્યું હશે આ વ્યાવસાયિક રીતે શૉક માનવનારા પણ આ કામ કરે છે. જો કોઈનું મૃત્યુ થયું છે, તો એમાં બોલાવવામાં આવે છે. અને તેઓ આવીને રોઈ રોઈ શોક મનાવે છે.

ઑસ્ટ્રિચનાં બાળકોની દેખરેખ રાખવી

કેટલાક લોકો ઑસ્ટ્રિચનાં બાળકોનું ધ્યાન રાખતા હોય છે. કારણકે તેઓ એક બીજાને ચાંચ મારી મારી ન નાખે. નથી.

કારની દેખરેખ

કોસ્ટા રિકા માં તેમનું કામ ફક્ત એ જ કે કારની કોઈ ચોરી ન કરી જાય. આ કામ ના બદલામાં પણ પૈસા આપવામાં આવે છે.

સાયકલ કાઢવા વાળો :

એમસ્ટરડમ માં લોકો સાયકલ ચલાવે છે. ઘણીવાર કેટલીક સાયકલ પાણીમાં પડીજાય છે અને તેમને કાઢવા માટે ‘બાઈસિકલ ફિશર્સ’ ને બોલાવવામાં આવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here