દુનિયાની આ 9 સૌથી ખતરનાક સડકો, જ્યાં થાય છે મૌતના દર્શન…જાણવા જેવી માહિતી વાંચો આર્ટિકલ

0

દેશ-વિદેશમાં જો કે ઘણી એવી બેહતરીન જગ્યાઓ છે જેને જોઇને આનંદ આવી જાતો હોય છે. અમુક જગ્યાઓ એવી પણ છે જ્યાં જવા માટેના રસ્તાઓ અને ત્યાની સડકો સૌથી સુંદર હોય છે અને તેને જોઇને એવું જ લાગે કે બસ હવે તો અહી જ રહી જવું છે. પણ અમુક રસ્તાઓ એવા પણ છે જે જોવામાં તો ખુબ જ સુંદર હોય છે પણ સારા સારા ડ્રાઈવરોનો હોંશ ઉડી જાતો હોય છે.આવા રસ્તાઓ એટલા ખતરનાક હોય છે કે તમે ગાડી ચલાવાનું તો ઠીક પણ ત્યાં જવાનું પણ પસંદ નહિ કરો. અમુક રસ્તાઓ એવા હોય છે કે જ્યાં હવા કરતા પણ વધુ તેજીમાં ગાડી ચલાવી શકો છો જ્યારે અમુક રસ્તાઓ પર તો ચાલીને જવામાં પણ પસીનો છુટી જાતો હોય છે એટલા ખતરનાક હોય છે.

પહેલી વાર જોવા પર તો આ રસ્તાઓ ખુબ જ સુંદર લાગતા હોય છે પણ ત્યાં જવા પર અસલી ડરનો અહેસાસ થાય છે. આજે અમે તમને દુનિયાના એવા જ ખતરનાક રસ્તાઓ વિશે રૂબરૂ કરવાવા જઈ રહ્યા છીએ, તો જરા તમે પણ સંભાળીને ચાલજો…

1. Passage De gois, france :ફ્રાન્સમાં મોજુદ Passage De gois, france રોડ ફ્રાંસને આઈલેન્ડ સાથે જોડે છે, તે 4.3 કિમી લાંબો છે. જોવા પર તે બેહદ સુંદર લાગે છે પણ અહી ડ્રાઈવિંગ કરવું ખુબ જ ખતરનાક છે. કેમ કે આ રોડ સાધારણ રોડ નથી, કેમ કે તે સમુદ્રની અંદરથી થઈને નીકળે છે. સાથે જ આ રોડ પર પાણી પાણી જ રહે છે.

2. Taroko Gorge road, Taiwan :તાઈવાનમાં મોજુદ Taroko Gorge road સૌથી ખતરનાક રોડ માનવામાં આવે છે અહી પર ભૂકંપ અને વરસાદને લીધે મોટાભાગે ભૂસ્ખલન રહે છે. ઘુમાવદાર પહાડીઓની વચ્ચેથી આ રોડ નીકળે છે.

3. Patiopoulo-Perdikaki road, greece :ગ્રીસમાં મોજુદ Patiopoulo-Perdikaki રોડનાં દરેક અળધા કિલોમીટર પર વળાંક છે તે 23.5 કિલોમીટર લાંબો રોડ છે. અહી પર એ કહેવું ખોટું નથી કે નજર હટી અને દુર્ઘટનાં ઘટી. નાની અમથી ભૂલ પણ મોટી દુર્ઘટનાંનું કારણ બની શકે છે.

4. Luxor-Al-Hurghade, Egypt :Luxor ને Hurghade સાથે જોડનારી આ સડક જેટલી સુંદર દેખાય છે એટલી જ ખતરનાક છે. જો આ એરિયામાં કોઈ દુર્ઘટનાં થઇ જાય તો સહાયતા મળવી અસંભવ છે અહી પર આતંકીઓનાં હોવાની આશંકા પણ વધુ છે. અહી અપરાધ પણ મોટી માત્રામાં થતા જોવા મળે છે અને આતંકીઓથી બચવા માટે અહી લાઈટ બંધ રાખીને ગાડી ચલાવવી પડે છે, જેને  લીધે ઘણીવાર અહી અકસ્માત થાય છે.

5. Skippers Canyon road, New Zealand :ઘુમાવદાર પહાડીઓની વચ્ચે બનેલી દક્ષીણ પશ્ચિમ ન્યુઝીલેન્ડમાં Skippers Canyon road રોડ સૌથી ખતરનાક સડકોમાની એક છે. અહી રેલીંગ પણ નથી. અહી જો વાહન આમને સામને આવી જાય તો કોઈ એકને પોતાનું વાહન પાછળ હટાવવું પડે છે, આ રોડ ખુબ જ સાંકડો છે.

6. Halseme Highway, Philippines :આ હાઈવે માત્ર માર્ચ અને એપ્રિલ માં જ સુરક્ષીત માનવામાં આવે છે કેમ કે બાકીના સમયે વરસાદને લીધે અહી પર ભૂસ્ખલન થાય છે જેને લીધે આ સડક નષ્ટ થઇ જાય છે.

7. Tianmen Mountain road, China :

આ રોડ પરના 90 જેટલા વળાંક એવા છે જ્યાં પર મોટાભાગે અક્સ્માત થાય છે. 11 કિમી લાંબો આ રોડ ખુબ જ ડરામણો પણ છે.

8. Eyre Highway, Australia :આ હાઈવે વિરાન ઇલાકાઓ થી થઈને પસાર થાય છે જ્યાં પર કાંગારું અધિક માત્રામાં મળી આવે છે, જેટલો આ રોડ સીધો છે તેનાથી વધુ ધ્યાન રાખીને અહી ગાડી ચલાવવી પડે છે. અહી ખુબ જ અકસ્માત થતા રહે છે માટે તેનું નામ પણ ‘જીવ લેનારી સડક પડી ગયું છે’.

9. Karakoram Highway China to Pakistan  :પાકિસ્તાન અને ચીનને જોડનારી આ સડક પહાડોને કાપીને વાહનો ને નીકાળવાનો રસ્તો બનાવામાં આવેલો છે. બર્ફીલા તુફાનને લીધે અહી ખતરો મંડરાતો રહે છે. અધિક ઊંચાઈને લીધે ઉલ્ટી થવી અને ચક્કર આવવાની સંભાવના અધિક થઇ જાય છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here