દુનિયાના ટોપ 10 આલીશાન અને મોંઘા ઘર…. જુવો ફોટોસ ચકરી ખાઈ જશો

આજે દરેક માણસ ઈચ્છે છે કે પોતે મોટા અને આલીશાન ઘરમાં રહે. પણ દુનિયામાં બહુ ઓછા લોકો છે જેમનું આ સપનું સાચું થઈ શકે અને પોતાનું આલીશાન ઘર બનાવી શકે. ખાસ કરીને આજકાલ મોંઘવારીમાં આ વાત અશક્ય જ લાગે. આવો તમને લઈ જઈએ 10 એવા ઘરોમાં કે જ્યાં તમને સ્વપ્ન જેવું જ લાગશે.1. મુકેશ અંબાણીનું એન્ટીલિયા
મુંબઈમાં અલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત એન્ટીલિયા 27 માળનું છે અને એમાં 168 કાર પાર્ક કરવાની જગ્યા છે. એન્ટીલિયામાં છત પર ત્રણ હેલિપેડ પણ છે. એક અરબ ડોલરની કિંમતના 27 માળના બંગલામાં મંદિર, બગીચો, હોમ થિયેટર, હેલ્થ સેન્ટરની સાથે બધી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઘર 40,000 સ્કવેર ફૂટમાં બન્યું છે.

2. ધ પીનેકલઅમેરિકાના મોનટામાં 944 મિલિયન ડોલરની કિંમતમાં બનેલા ધ પીનેકલમાં 123 રૂમ છે. 56 હજાર સ્ક્વેર ફૂટમાં બનેલા આ ઘરમાં સ્કી રિસોર્ટ પણ છે. બર્ફીલા વિસ્તારમાં આવેલા આ ઘરમાં હિટિંગનું પુરી વ્યવસ્થા છે. આ ઘરમાં 10 શાહી બેડરૂમ પણ છે અને આ ઘરમાં જિમ અને મસાજ રૂમ પણ છે.

3. એલિસન એસ્ટેટકેલિફોર્નિયામાં 23 એકરમાં બનેલા આ ઘરમાં ટી હાઉસ, બાથ હાઉસ સાથે એક તળાવ પણ છે. એલિસન એસ્ટેટની કિંમત 200 મિલિયન ડોલર છે.

4. બંકીઘમ પેલેસબ્રિટનના બંકીઘમ પેલેસમાં કુલ 775 રૂમ છે. આ પેલેસની કિંમત 1,560, 000,000 ડોલર છે. આમાં 52 શાહી બેડરૂમ અને 188 સ્ટાફ બેડરૂમ છે. આ સિવાય બંકીઘમ પેલેસમાં 92 ઓફીસ છે અને આ 77 હજાર વર્ગ સ્કવેર મીટર છે.

5. મેશન ડી. એલ એમિટીઅમેરિકામાં ફ્લોરિડાના પામ બીચ પર બનેલા આ આલીશાન ઘરને ફ્રેન્ડશીપ હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2008માં આ ઘર ખરીદ્યુ હતું. સુરક્ષાની બાબતમાં આ ઘર ખૂબ જ મજબૂત છે, કારણ કે અહીં બુલેટપ્રુફ વિન્ડો લગાવવામાં આવી છે. 60 હજાર સ્કવેર ફૂટમાં આવેલા આ ઘરની કિંમત 913 મિલિયન ડોલર છે.

6. વન હાઈડ પાર્ક પેન્ટહાઉસ137 મિલિયન ડોલરના આ ઘરને દુનિયાના આલીશાન ફ્લેટમાં ગણવામાં આવે છે. છ હજાર સ્કવેર ફૂટના ઘરમાં પૈનિક રૂમ અને બુલેટપ્રુફ વિન્ડો પણ છે.

7. વિલા લિયાપોલ્ડારુસી અરબપતિ મિખાએલ પ્રોખોરોવનું આ ઘર ફ્રાન્સના વિલ્લેફ્રેંચમાં છે. આ ઘરમાં સ્વિમિંગ પુલ અને પ્રાઇવેટ બીચની સાથે બધી જ સુવિધાઓ છે. 29 હજાર સ્કવેર ફૂટના આ ઘરમાં 29 બેડરૂમ અને 14 બાથરૂમ છે. વિલાલિયાપોલ્ડાની કિંમત 457 મિલિયન ડોલર છે.

8. અનાડ્ડુપ્રખ્યાત અમેરિકન કારોબારી બિલ ગેટ્સના આ ઘરમાં 60 ફૂટનો સ્વિમિંગ પુલ છે, જેમાં અંડર વોટર મ્યુઝિક સિસ્ટમ પણ છે. 66 હજાર સ્કવેર ફૂટના આ ઘરની કિંમત 125.5 મિલિયન ડોલર છે.

9. હાલા રાંચઅમેરિકાના કોલોરાડોમાં આવેલ આ આલીશાન ઘરને 2006માં સાઉદી અરેબિયાના સુલતાને વેચ્યું હતું. 15 શાહી બેડરૂમ વાળા આ ઘરની કિંમત 821 મિલિયન ડોલર છે. આ 56 હજાર સ્કવેર ફૂટમાં બન્યું છે.

10. વિક્ટોરિયન હાઉસ980 મિલિયન ડોલરની કિંમતના આ ઘરમાં જિમથી લઈને સિનેમા સુધીની સુવિધાઓ છે. યુક્રેનની મહિલા કારોબારી એલેના ફ્રાંચુકનું આ પાંચ માળનું ઘર દરેક સુવિધાઓથી ભરપૂર છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!