દુનિયાનો સૌથી ધનવાન: સોનાનો મહેલ થી લઈને સોનાનું વિમાન અને 7000 જેટલી લકઝરીયસ ગાડીઓ… વાંચો આ વ્યક્તિ વિશે

0

અમુક વર્ષો પહેલા બ્રુનેઇ ના સુલ્તાન હાજી હસન-અલ-બોલકિયા અમેરિકા પ્રવાસ પર હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મજાકમાં કહ્યું હતું કે તેને સુલ્તાન ને શોપિંગ કરાવા માટે લઈને જવા જોઈએ જેથી અમેરિકાની અર્થવ્યવસ્થા ને ગતિ મળી શકે.
પણ તમે બ્રુનેઇ ના સુલ્તાન ની સંપત્તિ અને શોખ વિશે જાણશો તો તમને બરાક ઓબામાની આ વાત મજાક નહીં લાગે. હવે સુલ્તાન ના કાર કલેક્શન ના શોખ ને જ લઇ લો. બ્રુનેઇ ના સુલ્તાન પાસે વિશ્વમાં સૌથી મોટું કાર કલેસક્શન છે.ચાલો તો તમને જણાવીએ સુલ્તાનના કલેક્શનમાં હાજર દરેક કાર્સની કિંમત. સુલ્તાનની પાસે ઉપસ્થિત ગાડીઓની કુલ કિંમત છે 5 અરબ ડોલર એટલે કે 317 અરબ 62 કરોડ 72 લાખ 50 હજાર રૂપિયા.હવે તમે વિચારી રહયા હશો કે આખરે સુલ્તાનની પાસે કેટલી કાર છે. તો તમને જણાવી દઈએ કે સુલ્તાનની પાસે 7000 કરતા પણ વધુ કાર છે. આ કાર કલેક્શન માં 604 રોલ્સ રૉયસ, 574 મર્સીડીઝ બેન્જ, 452 ફરારી, 382 બેંટલે, 209 બીએમડબ્લ્યુ, 179 જગુઆર, 134 કોઈનેગસેગ, 21 લેમ્બોર્ગીની, 11 એસ્ટન માર્ટિન, 1 એસએસસી સિવાય અન્ય ઘણા બ્રાન્ડની કાર્સ છે.
ફોર્બ્સના આધારે બ્રુનેઇના સુલ્તાન દુનિયાનાના સૌથી ધનવાન શાહી વ્યક્તિ છે. તેની સંપત્તિ 20 અરબ ડોલર છે.  હેરાનીની વાત એ છે કે ફોર્બ્સે છતાં પણ દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાં તેનું વર્ણન કર્યું નથી.
બ્રુનેઇના હાલના સુલ્તાન આ દેશના 29 માં સુલ્તાન છે. કાર રેસ સિવાય બેડમિન્ટન રમવું અને સારી સિગાર પીવી તેના નો શોખમાં શામિલ છે. Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here