દુનિયા ના 10 એ દેશો જ્યાં બળાત્કારી ઓ ને મળે છે દર્દનાક સજા – આર્ટિકલ વાંચો

0

શું છે ભારત માં બળાત્કાર ની સજા, શું છે બીજા દેશો માં બળાત્કારની સજા? ચાલો મેળવીએ આ સવાલો ના જવાબ…….
એ વાત માં કોઈ શક નથી કે રેપ એટલેકે બળાત્કાર એ કોઈ સાધારણ ગુનો છે..એ એક એવું પાપ છે,જેની સજા તો મળવી જ જોઈએ.પણ આપણા દેશ ભારત માં આ ધ્રુણાસ્પદ અપરાધ માટે પણ કોઈ બહુ જ મોટી સજા નથી આપવા માં આવતી એ જાણીને ખુબ જ દુ:ખ થાય છે.અત્યાર સુધી તો કોઈ મોટી સજા થઇ નથી પરંતુ ૨૦૧૩ના કાનુન પ્રમાણે આ ગુના માટે ઉમરકેદ કે મોત ની સજા મળી રહી છે.
ભલે ભારત ને આ ધ્રુણાસ્પદ અપરાધ ને માટે સખ્ત કાનુન બનાવા માં ઘણા વર્ષો વીતી ગયા હોઈ દુનિયા માં એવા કેટલાય દેશો છે જ્યાં બળાત્કાર ના ગુનેગારો ને સખ્ત માં સખ્ત સજા આપવા માં આવે છે.તો ચાલો જાણીએ અન્ય દેશો માં કેવી કેવી સજા આપવા માં આવે છે? 1.ફ્રાન્સ
ફ્રાન્સ માં રેપ ની સજા છે કેદ.જો કે આ કેદ માં ગુનેગાર ને પંદર વર્ષ જેલ માં વિતાવવાના હોઈ છે, પરંતુ જો પીડિતાની પંદર વર્ષ થી નાની ઉમર હોઈ તો એમાં પંદર વર્ષ થી વધારી ને વીસ વર્ષ કરી દેવા માં આવે છે.જો પીડિતા મૃત્યુ પામે તો કેદ ની સીમા વધારી ને ત્રીસ વર્ષ કરી દેવા માં આવે છે.એ સિવાય જો રેપ ની સાથે કોઈ પણ પ્રકાર ની શારીરિક કે માનસીક પીડા આપવામાં આવી હોઈ તો ગુનેગાર ની પૂરી જીંદગી જેલ માં જ રહેવું પડે છે.
2.નેધરલેંડ
નેધરલેંડ માં રેપ ની પરિભાષા ખુબ જ અલગ છે.કોઈ પણ પ્રકાર નું સેક્શ્યુઅલ ઉત્પીડન કે જબરદસ્તી અથવા તો કોઈ ની ઈચ્છા વિરુદ્ધ ની લીપ લોક ને પણ રેપ જ ગણવા માં આવે છે.આ ગુના માટે ચાર થી પંદર વર્ષ ની સજા આપવા માં આવે છે.સજા ને માટે પીડિતા ની ઉમર પણ જોવા માં આવે છે.નેધરલેંડ માં અઢાર વર્ષ થી ઓછી ઉમર ની વેશ્યા સાથે કરવામાં આવેલી જબરદસ્તી પણ રેપ માનવા માં આવે છે.3.ગ્રીસ
ગ્રીસના કાનુન પ્રમાણે રેપ ની પરિભાષા ખુબ જ સ્પષ્ટ છે.ગ્રીસ માં કોઈ પણ પ્રકાર નું શારીરિક શોષણ, યૌન ઉત્પીડન,જાન થી મારી નાખવાની ધમકી આપીને કરેલ કે જબરદસ્તી થી કરેલ ને રેપ જ માનવામાં આવે છે.આ ગુના માટે અપરાધી ને કેદની સજા આપવામાં આવે છે.જો કે કેદીઓ ને જેલ માં જાનવરો ની જેમ બાંધી ને રાખવામાં આવે છે. 4.ચીન
ચીન માં રેપ ની સજા ના રૂપ માં ‘કેપિટલ પનીશમેન્ટ’ આપવામાં આવે છે.અત્યાર સુધીમાં રેપ ની સજા માં કેટલાય લોકો ને મોત ની સજા આપવામાં આવી ચુકી છે.ચીન માં આ ગુના ની સજા ખુબ જ તેજી થી આપી દેવામાં આવે છે.થોડાક મહિના પહેલા જેમને મોત ની સજા આપવામાં આવી હતી તે ચાર આરોપીઓ બેગુનાહ સાબિત થયા હતા.5.અફઘાનીસ્તાન
અફઘાનિસ્તાન માં બળાત્કારી ઓ માટે સીધા મોત ની જ સજા છે.અફઘાનિસ્તાન એ એક મુસ્લિમ દેશ છે અને અહી નો કાનુન ઇસ્લામી કાનુન મનાય છે.આરોપી ના ગુના કર્યા પછી ના ચાર દિવસ ની અંદર જ તેના માથા માં ગોળી મારીને મોત ને ઘાટ ઉતારી દેવામાં આવે છે.6.ઉત્તર કોરિયા
ઉત્તર કોરિયામાં તો ક્યારેય કોઈ પણ અપરાધીયો માટે કોઈ પણ પ્રકાર ની દયા કે સહાનુભુતિ બતાવા માં આવતી નથી.અહિયાં રેપ ને માટે એક જ સજા છે મોત.ઉત્તર કોરિયા માં બળાત્કારીઓ ને માથા ઉપર ગોળી ઓ નો વરસાદ કરવામાં આવે છે,જેને લીધે મોત પણ દર્દનાક થાય. 7.સયુંકત આરબ અમીરાત
સયુંકત આરબ અમીરાત માં બધા ગુનાઓ માટે અલગ અલગ સજા ઓ છે,પરંતુ બળાત્કારી ઓ ને તો સીધી મોત ની સજા જ સંભળાવી દેવા માં આવે છે.યુ એ ઈ ના કાનુન પ્રમાણે જો કોઈ વ્યક્તિ એ સેક્રી લેટેડ અપરાધ કરે તો સાત દિવસ ની અંદર તેની મોત નિશ્ચિત છે.ગુનેગાર ને સાત દિવસ ની અંદર જ ફાંસી ની સજા આપવામાં આવે છે.8.ઈજીપ્ત
આવા જ એક બીજા મુસ્લિમ દેશ પણ રેપ ને માટે સીધી જ મોત ની સજા છે.અહી બળાત્કાર જેવું પાપ કરનાર વ્યક્તિ ને સીધો જ ફાંસી ના માંચડે ચડાવી દેવામાં આવે છે.થોડાક સમય પહેલા 10 લોકો એ મળીને એક મહિલા નું રેપ કયું હતું,એ ની એ લોકો ને ખુબ જ દર્દનાક સજા ભોગવવી પડી હતી. 9.ઈરાન
ઈરાન માં પણ રેપ માટે ખુબ જ સખ્ત સજા આપવામાં આવે છે.યૌન ઉત્પીડન નો ભોગ બનેલી મહિલા ને ઈરાન માં પૂરે પૂરો ન્યાય મળે છે.એમ તો ઈરાન માં કેટલાય ગુનાઓ ની સજામાં મોત ની સજા ને પ્રાધાન્ય અપાય છે,પરંતુ આ દેશ માં આપવામાં આવેલી મોતની સજાઓ માં પંદર ટકા રેપ ના કેસ માટેની સજા હોઈ છે.જો કે ઈરાન માં વળતર માટે મહિલાઓ ને રાજી પણ કરવામાં આવે છે.એ સિવાય અપરાધી ને સો કોરડા પણ મારવા માં આવે છે.અને ઉમરકેદ ની સજા પણ કરવામાં આવે છે.10.સાઉદી અરબ
સાઉદી અરબ પણ એક મુસ્લીમ દેશ છે.એના લીધે અહી ના કાનુન પણ ઇસ્લામી નિયમ અનુસાર બનાવા માં આવ્યા છે.આ દેશ માં કોઈ મહિલા ને બેઆબરૂ બનાવાથી મોત ની સજા આપવામાં આવે છે.પરંતુ અહી સજા ખુબ જ દર્દનાક આપવામાં આવે છે.અહી રેપ ના ગુનેગાર ને ત્યાં સુધી પત્થર મારવામાં આવે છે કે જ્યાં સુધી એ વ્યક્તિ મરી ન જાય.અહી ગુનેગાર નું મોત આસાન નથી કેમ કે ગુનેગાર ને ખુબ જ પીડા અને યાતનાઓ માંથી પસાર થવું પડે છે.
મને પણ આશા છે કે આપણા દેશમાં પણ આવા ધ્રુણાસ્પદ અને અમાનવીય અપરાધી ઓ ને સખ્ત માં સખ્ત સજા મળશે,અને પીડિતા ઓ ને પૂરે પૂરો તેમજ સમયસર ન્યાય મળશે.જેથી દેશ માં ફરી થી કોઈ નિર્ભયા ન બને…… દોસ્તો તમારો બહુમૂલ્ય સમય આપવા માટે ધન્યવાદ .
જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નઈ અને તમારા મિત્રો અને પરિવાર ના સભ્યો ને આર્ટીકલ શેર કરવાનું ભૂલતા નહિ.
ધન્યવાદ

લેખન સંકલન : વિજય પટેલ
તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.