દુનીયામાં સ્ત્રીઓ માટે સૌથી ખતરનાક 10 દેશ, જાણો ક્યા કાય દેશો આવે છે લીસ્ટમાં…

0

આજની 21મી સદીમાં પણ સ્ત્રીઓ સુરક્ષિત નથી. દુનિયાના ઘણા એવા દેશો છે કે જ્યાં સ્ત્રીઓને ઘણી એવી હિંસાનો સામનો કરવો પડતો હોય છે. આજના સમયમાં મહિલાઓની સિક્યોરીટી માટેની સમસ્યા એક મોટો ઇસ્યુ છે. દરેક દિવસે મહિલાઓને બળાત્કાર, તથા ઘરેલું હિસાનો સામનો કરવો પડતો હોય છે. જો કે દરેક દેશમાં તો નહિ પણ દુનિયાના ઘણા દેશોમાં આજે પણ મહિલાઓ આઝાદીનું જીવન જીવી શકતી નથી.

અહી આપેલા લીસ્ટ કે જે મહિલાઓ માટે સુરક્ષિત નથી, અને મહિલાઓ દિન પ્રતિદિન ઘણી એવી સમસ્યાનો શિકાર બને છે. જાણો આવી બાબતમાં ક્યા ક્યા દેશો છે શામિલ.

1.કોલોમ્બિયા.

કોલોમ્બિયા એક એવો દેશ છે કે જે મહિલાઓ માટે ખુબ ખતરનાક સાબિત થયો છે. ખાસ કરીને એસીડ એટેક માટે કોલોમ્બિયાનું નામ સૌથી મોખરે છે. સાથે જ અહી મહિલાઓ આજ સુધી આ બાબતમાં ન્યાય પણ મેળવી શકી નથી. લગભગ 2015 ની સાલમાં 45,000 જેટલા મહિલા પર હિંસાનાં કેસ સામે આવ્યા છે.

2. અફઘાનીસ્તાન.

અફઘાનીસ્તાનમાં લગભગ 87% લોકો ની વસ્તી નીરક્ષર છે. સાથે જ 70 થી 80% મહિલાઓને માત્ર 15-19 વર્ષની ઉમરે જ લગ્ન કરવા માટેનું દબાણ આપવામાં આવે છે. જેને લીધે વસ્તી ગુણોતર પણ વધી રહ્યો છે.

3.India

ઇંડિયા વિશ્વનું હાઈ પોપ્યુલેશન ધરાવતો દેશ છે પણ હજી સુધી તે યુવતીઓ માટે સલામત નથી. ગેંગ રેપ, સ્ત્રી ભ્રષ્ટાચાર, ઘરેલું હિંસાનાં મોટા દરને લીધે યુવતીઓ માટે સલામત નથી. છેલ્લા 30 વર્ષની અંદર લગભગ 50 મિલિયન જેટલા સ્ત્રી હિંસાના કિસ્સા સામે આવ્યા છે.

4. ધ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગો.

રીપોર્ટની જાણકારી પ્રમાણે કોન્ગો હિંસા નાં રેકોર્ડમાં મોખરે છે. લગભગ દરેક દિવસે 1.150 જેટલી સ્ત્રીઓ બળાત્કારનો ભોગ બને છે અને આ આંકડો એક વર્ષમાં 420,000 સુધી પહોચ્યો છે.

5. સોમાલિયા.

આ એક એવો દેશ છે કે જ્યાં કાયદા-કાનુન, જાતીય હેરેસમેંટ, બાળ લગ્ન, સ્ત્રી જનન અંગ છેદન વગેરે તો જાણે હર રોજની ચિંતાનો વિષય છે.

6.પાકિસ્તાન.

નાની ઉમરમાં લગ્ન માટેનું દબાણ, એસીડ અટેક, પથ્થર મારવાની સજા વગેરે જાણે મહિલાઓ માટે રોજનું બની ગયું છે. જે મહિલાઓ માટે બિલકુલ પણ સલામત નથી. અહી એક વર્ષમાં 1,000 જેટલી મહિલાઓ ‘honour killings’ નો ભોગ બને છે. અને 90% ઘરેલું હિંસાની ભોગ બને છે.

7. કેન્યા.

કેન્યા દેશમાં મહિલાઓ હાઈ એગ્રીકલ્ચર પ્રોડક્શનની હિસ્સો હોવા છતાં તેમને ખુબ ઓછી માત્રામાં ઇન્કમ આપવામાં આવે છે.  અહીની મહિલાઓમાં HIV એક કોમન પ્રોબ્લેમ છે કેમકે તેઓને પોતાના અંગત જીવનમાં બિલકુલ પણ નિયંત્રણ નથી.

8. બ્રાઝીલ.

એક રીસર્ચ દરમિયાન જાણવામાં આવ્યું છે કે દરેક 15 સેકન્ડે મહિલાઓ જાતીય શોષણનો ભોગ બને છે સાથે જ દરેક 2 કલાકે મર્ડરનાં કેસ સામે આવે છે.  મહિલાઓને બળાત્કારનાં કિસ્સાઓ સિવાય પ્રજનન માટેની પસંદગી આપવામાં આવતી નથી, અને ગર્ભપાતને પણ મંજુર કરવામાં આવતું નથી. છેલ્લા 3 વર્ષથી જે મહિલાઓ આ નિયમના વિરુદ્ધ જાય અથવાતો ગર્ભપાત કરાવે તો તેમને જેલમાં બંધ કરી દેવામાં આવે છે.

9. ઈજીપ્ત.

જાતીય હેરેસમેંટ આ દેશ માટે કોમન છે, અહી આવેલા ટુરીસ્ટો પણ ઘણી વાર શિકાર બની જાતા હોય છે. મહિલાઓ જ્યારે તેમનાં લગ્ન, તલાક, બાળકની જવાબદારી વગેરે માટે ની બાબતમાં તેમને ઇગ્નોર કરવામાં આવે છે.

10. મેક્ષીકો.

2011-12 મા 4,000 જેટલી મહિલાઓ ગાયબ હોવાના કેસ સામે આવ્યા છે.
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!