દુનિયા કંઈપણ કહે પણ આ 10 જાંબાજ ખુદને નથી સમજતા દિવ્યાંગ, કરી ચુક્યા છે આવા બેહતરીન કારનામાં….ખાસ વાંચવા જેવું

0

પોતાની કમજોરીને બનાવી લીધી તાકાત.

જ્યારે આપણા થી કોઈ કામ યોગ્ય ઢંગ થી ન થતું હોય ત્યારે આપણે લાખ બહાના બનાવતા હોઈએ છીએ. ક્યારેક આપણે આપણા સપનાઓને પુરા કરી શકતા ન હોઈએ કે પછી અન્યની પરિસ્થિતિઓને દોષ આપવા લાગીએ છીએ. આપણને શિકાયત કરવાની આદતો હોય છે. જે કઈપણ આપણી પાસે નથી હોતું તેને લઈને રોતા રઈએ છીએ અને જે છે તેનો આપણે 100 % ઉપીયોગ નથી કરી શકતા. પણ અમુક લોકો એવા હોય છે કે જેઓ પોતાની કમી કે ખોટને પોતાની તાકાત બનાવી લેતા હોય છે અને પોતાના સપનાઓ મેળવવા માટે લાગી જતા હોય છે.

આજે અમે અમુક એવા જ સામાન્ય લોકોની વાત કરીશું, જેઓને દુનિયા દિવ્યાંગ માને છે. ઘણા લોકો તો તેમને એક દયાની દ્રષ્ટી થી પણ જોતા હોય છે. પણ અસલમાં આ લોકો પોતાના જજ્બાને લઈને તથાકથિત સામાન્ય લોકો કરતા પણ આગળ છે. દુનિયામાં એવી કોઈ જ બાધા નથી જે તેઓને રોકી શકે.

ચાલો તો અમે આજે તમને આવા લોકોને મળાવીએ.

1. લેખક વેદ પ્રતાપ મેહતા:

શું તમે કોઈ નેત્રહીન વ્યક્તિ પાસે લેખક બનાવની ઉમ્મીદ કરી શકો ખરા? કદાચ તો નહી. લાહોરમાં જન્મેલા 82 વર્ષીય વેદ પ્રતાપ મેહતા અત્યાર સુધીમાં 24 કરતા પણ વધુ કિતાબો લખી ચુક્યા છે. ચાર વર્ષની ઉમરમાં બીમારી ને લીધે તેના આંખોની રોશની ચાલી ગઈ હતી. તેમણે ઓક્સફોર્ડ યુનીવર્સીટીમાં મોડર્ન હિસ્ટ્રી ભણવાની સાથે હાવર્ડ યુનીવર્સીટીથી ડબલ બી.એ. અને એમ.એ. પણ કર્યું હતું. તેની  Face to Face નામની ઓટોબાયોગ્રાફી તેની પહેલી કિતાબ હતી.

2. ટેનીસ ખિલાડી એચ.બોનીફેસ પ્રભુ:

એચ.પ્રભુ ભારતના પૈરા-સ્પોર્ટ્સ પર્સન સ્ક્વાડના પાયોનીયર છે. તે એક quadriplegic wheelchair ટેનીસ પ્લેયર છે. તે દેશ માટે વર્લ્ડ ચૈમ્પીયનશીપ માં મૈડલ જીતી ચુક્યા છે. લગભગ 4 વર્ષની ઉંમરમાં બ્લોકસ લંબર પંક્ચર ને લીધે બેંગ્લોરમાં જન્મેલા પ્રભુ ને બંને હાથ અને પગ કામ કરતા બંધ થઇ ગયા હતા. તેના માતા-પિતાએ બાળપણ થી જ તેના સંઘર્સ માં તેનો સાથ આપ્યો હતો. તે ટેનીસ સાથે જ શોટ પુટ, બૈડમિન્ટન, જેવલીન થ્રો, ટેબલ ટેનીસ, ડિસ્કસ થ્રો અને શુટિંગ જેવા 50 ક્ષેત્રોમાં દેશનાં પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. 1996 નાં વર્લ્ડ વ્હીલચેયર ગેમ્સમાં તેમણે શોટ પુટમાં ગોલ્ડ અને ડિસ્કસ થ્રો માં સિલ્વર મૈડલ જીત્યો હતો. તે ઇન્ટરનેશનલ પૈરાલંપીક ગેમ્સમાં મૈડલ જીતનારો પહેલો ભારતીય હતો.

3. આસમાનની ઊંચાઈને સ્પર્શ કરતી અરુણીમાં સિન્હા:

1988 માં જન્મેલી અરુણીમાં સિન્હા ભારતની નેશનલ ફૂટબોલ અને બોલીવુડ પ્લેયર હતી. પણ 2011 નાં એપ્રિલ મહિનાએ તેની જિંદગી બદલી નાખી હતી. તે સમયે એક ટ્રેઈન હાદસામાં તેમણે પોતાનો એક પગ ગુમાવી દિધો હતો. પણ તેણે આ વાતને એક ચુનૌતીની જેમ લીધી હતી અને એમ્સ દિલ્લીમાં પોતાનો ઈલાજ કરાવીને અને પ્રોસ્થેટીક લેગ લગાવ્યા બાદ 2013 માં તેમણે માઉન્ટ એવરેસ્ટ ની ટોચ પર પહોંચીને બતાવ્યું હતું. અરુણીમાં આવું કરનારી દુનિયાની સૌથી પહેલી વિકલાંગ મહિલા હતી.

4. ઊંડા પાણીમાં ગોથા લગાવતો શરથ ગાયકવાડ:

શરથ ગાયકવાડ ભારતનાં પૈરાલીમ્પીક તૈરાક છે. વિકૃત ડાબા હાથ સાથે જન્મેલા શરથ 9 વર્ષની ઉમરમાં જ તરવાનું શરુ કરી દીધું હતું. શરથે 2014 નાં એશીયાઇ ગેમ્સમાં 6 મેડલ્સ જીતીને ભારતીય એથલીટ પીટી ઉષા નો 28 વર્ષ પહેલાના એશીયાઇ ગેમ્સ નો રેકોર્ડ તોડી નાખ્યો હતો. શરથ ઘણા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મેડલ્સ પોતાનાં નામે કરી નાખ્યું છે અને સાથે જ તે લંડન પૈરાલીમ્પીક 2010 માં ચયનિત થનારો પહેલો ભારતીય છે.

5. ડાંસર સુરભિત કૌર ધુમમન:

જો તમે ઇન્ડીયા ગોટ ટેલેન્ટ જોયું હોય તો તમે સુરભિતને ખુબ સારી રીતે જાણતા હશો. જ્યારે પણ કોઈ સુરભીતને ડાંસ કરતા જોતા તો નજર જ ન હટાવી શકતા. એક દુર્ઘટના બાદ પોતાનો પગ ગુમાવ્યા બાદ સુરભિતને ખુબ સંઘર્સનો સામનો કરવો પડ્યો હતો. પણ 28 સાલની ઉમરમાં તેણે આવીને આખરે પોતાની અલગ જ ઓળખ બનાવી હતી.

6. એડવેન્ચર નવીન ગુલિયા:

દિલ્લી નિવાસી નવીન ગુલિયાએ પોતાની આંખોમાં ઇન્ડિયન આર્મીને જોઈન કરવાનું સપનું દેખી રહી હતી. પણ 29 એપ્રિલ 1995 એ ઇન્ડીયન મિલેટ્રી એકેડમીમાં થયેલા હાદસામાં તેની ગરદનની નીચેની બોડી પેરાલાઈડ્સ બની ગઈ હતી. ડોકટરે એ પણ કહી દિધુ હતું કે તે ત્રણ દિવસ કરતા વધુ જીવી નહિ શકે. પણ નવીને હાર નહિ માની અને 2004 માં તેણે લગાતાર 55 કલાકો સુધી દિલ્લીથી ‘मरसिमिक ला’ દુનિયાના સૌથી ઊંચા મોટરેબલ પાસ સુધી ડ્રાઈવ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ દર્જ કરાવી નાખ્યું હતું. નવીન એડવેન્ચર હોવાની સાથે લેખક, મોટીવેશનલ સ્પીકર અને મસાજ સેવા પણ છે.

7. સોશિયલ વર્કર કે.વી. રાબીયા:

કે.વી. રાબીયા જન્મજાત દિવ્યાંગ હતી અને જન્મ બાદ થયેલા પોલીયોએ તેની મુસીબતો વધી ગઈ હતી. વ્હીલચેયર સાથે બંધ થવા છતાં પણ તેણે પોતાના સપનાઓને જીવવાનું નહિ છોડ્યું. તે કેરલ સ્ટેટ લીટરેસી કૈમ્પનનો અહેમ હિસ્સો રહી ચુકી છે તના માટે નેશનલ યુથ એવોર્ડ પણ આપવામાં આવેલો છે. તે એકવાર કેન્સર સર્વાઇવર પણ છે અને મહિલાઓના ઉત્થાન માટે પણ કામ કરે છે.

8. ઉદ્યમી શ્રીકાંત બોલા:

આંધ્ર પ્રદેશનાં એક ગામમાં જન્મેલા શ્રીકાંતને નેત્રહીન થવાને લીધે ગામના લોકો તેને કોસતા રહેતા હતા. 10+2 માં સાઈન્સ સ્ટ્રીમ ન ચુનવા પર તેણે કેસ કરીને સાઈન્સ સ્ટ્રીમમાં એડમીશન લીધું હતું. તે મૈસાચુંસેટસ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી માં એડમીશન લેનારા પહેલા સ્ટુડંટ હતા. બોલા એ હૈદ્રાબાદમાં બાળકો માટે બ્રેલ પ્રિન્ટીંગ પ્રેસ શરુ કર્યું હતું. પછી 2012 માં તેમણે બોલાંટ ઇન્ડસ્ટ્રીજની સ્થાપના કરી હતી. બોલાંટ ઇન્ડસ્ટ્રીજ માં અક્ષમ અને અશીક્ષીત લોકોને રોજગાર આપવામાં આવે છે. આ એક મૈન્યુંફફૈક્ચર ફર્મ છે, જેનો વર્થ 50 કરોડ રૂપિયા છે.

9. આસમાનથી છલાંગ લગાવનારા સાઈ પ્રસાદ વિશ્વનાથ:

સાઈનાં શરીર નાં નીચેના હિસ્સામાં બાળપણ માં જ કામ કરવાનું બંધ કરી દીધું, જેને લીધે તે વ્હીલચેઈર પર આવી ગયા હતા. પણ સાઈ નું સપનું તો આકાશ માં ઉડવાનું હતું. તે 14.000 ફૂટ ઊંચાઈ થી સ્કાઈડાઈવીંગ કરનારા પહેલા દિવ્યાંગ વ્યક્તિ છે.

10. પ્રીતિ શ્રીનિવાસ:

નાડુની અન્ડર-19 વીમેન ક્રિકેટ ટીમની કપ્તાન હતી. પણ એક એક્સીડંટ બાદ તે પૈરાલાઈજ બની ગઈ હતી. પણ પ્રીતિએ હિમ્મત ન હારી અને હસતા હસતા આગળ વધવા લાગી. તે પોતાના ચૈરિટેબલ ઓર્ગેનાઈજેશન નાં ચાલતા દિવ્યાંગ લોકોને જીવવાની નવી ઉમ્મ્ડી આપે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!