દુનિયાભરમાં માત્ર ઓછી સંખ્યામાં જ બચ્યા છે ‘ગોલ્ડન હોર્સ’ , જાણો આં જાતિના ઘોડાઓની ખાસિયત..

0

એવા ઘણા જાનવરો હોય છે, જે એટલા સુંદર હોય છે કે તેને જોઇને એજ વિચાર આવે કે સુંદરતા માત્ર ઇન્સાનને જ નથી મળી. બોલીવુડમાં જે હિરોઈનોની આંખો, ગાલ અને વાળના વખાણ કરતા ગીતો બનતા હોય છે, તે આવા ઘણા જાનવરો પર પણ ફીટ બેસે છે.

તેમાં માટે ઘોડાનું જ ઉદાહારણ જ લઇ લો. તેની આંખો વાસ્તવમાં ખુબજ સુંદર હોય છે. વાળ પણ સિલ્કી હોય છે. સાથે જ તેની ચાલ કોઈ હાઈ હિલ્સ પહેરેલી યુવતી કરતા ઓછી આકર્ષિત નથી.

તમેં ઘોડાની ઘણી એવી સુંદર જાતિઓ જોઈ હશે. આજે અમે તમને એવી જ એક ખુબ જ સુંદર જાતી વિશે મળવવા જઈ રહ્યા છીએ. આ જાતિના ઘોડાની સ્કીન એટલી શાઈનીંગ કરતી હોય છે કે તેને જોતા જ તમે તેના દીવાના થઇ જાશો.

1. મળો કહાનીના હીરો સાથે: જોઈ લો, પહેલી જ તસ્વીરમાં જલવો બતાવી રહ્યો છે આ આપણો સુપરસ્ટાર. આ સુપરસ્ટારની જાતીનું નામ ‘અખલ ટેકે’ છે. આ જાતી મુખ્ય રૂપથી તુર્કમેનીસ્તાનમાં મળી આવે છે. આ ઘોડા ત્યાનું રાષ્ટ્રીય પ્રતિક પણ છે.

2. વર્ષો પહેલાનું છે આ અસ્તિત્વ:

‘અખલ ટેકે’ ને ઘોડાની સૌથી પહેલાની જૂની જાતીમાની એક માનવામાં આવે છે. ‘અખલ ટેકે’ જાતી ના લગભગ 3,000 વર્ષથી પણ પહેલાના હોવાનું માનવામાં આવે છે. એક સમયમાં તેને તુર્ક્મેનીસ્તાનની જન-જાતિયો ઉછેરતી હતી.

3. ખતરા માં છે આ જાતી:

તથ્યો અનુસાર દુનિયાભરમાં હાલ 6,600 જ અખલ ટેકે જ બચ્યા છે. તે તુર્કમેનીસ્તાનની સાથે જ રૂપ, યુરોપ અને ઉત્તરી અમેરિકામાં મળી આવે છે.

4. આ રંગોમાં પણ મળી આવે છે ‘અખલ ટેકે’:
જો કે આ ઘોડોનો ભૂરો રંગ જ સૌથી અધિક પ્રસિદ્ધ છે. જેને ‘ગોલ્ડન હોર્સ’ પણ કહેવામાં આવે છે. ભૂરા રંગ સિવાય આ રેડીશ-બ્રાઉન રંગ, કાળો, ગ્રે અને ચેસ્ટન વગેરે રંગોમાં પણ મળી આવે છે.

5. પ્રાકૃતિક છે આ ચમક:

આખલ ટેકે ના શરીર પરના વાળ ખુબ જ સુંદર હોય છે. એની સ્કીન કઈક એવી હોય છે કે જ્યારે તેના પર લાઈટ પડે છે તો તે રીફલેક્ટ થઇ જાય છે. જેને લીધે તેની બોડી ચમકવા લાગે છે. ભૂરા રંગના ઘોડા સૌથી વધુ માત્રામાં ચમકે છે.

6. આ છે ખાસિયત:

માત્ર તુર્ક્મેનીસ્તાન જ નહિ પણ પૂરી દુનિયામાં આ ઘોડાઓને ખુબ માનવામાં આવે છે. પોતાના ખાસ મેટેલીક કોટ સિવાય તે ગતિ, બુદ્ધિમાની, ધૈર્ય, અને સહનશીલતા માટે ખુબ પ્રસિદ્ધ છે. તે દૌરમાં તેને યુદ્ધમાં પણ ઉપીયોગમાં લેવામાં આવતા હતા. તે ખેલ માટે પણ ખુબ માનવામાં આવે છે.

7. ઓલોમ્પિક નો હીસ્સો:

‘એબ્સેંટ’ નામના એક ‘અખલ ટેકે’ એ 1960 માં રોમ માં થયેલા સમર ઓલોમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું. ‘એબ્સેંટ’ એ આ સ્પર્ધા સિવાય અન્યમાં પણ જીત હાંસિલ કરી હતી.

8. ખુબ વફાદાર હોય છે:

કુતરાઓ વફાદાર હોય છે, એ તો દરેક જાણે જ છે. પણ આવી જ વાત ‘અખલ ટેકે’ માટે પણ કહેવામાં આવે છે. તે વફાદાર હોવાની સાથે-સાથે જ સેન્સીટીવ અને સમજદાર પણ હોય છે.

9. આટલું છે મહત્વ:

‘અખલ ટેકે’, ત્યાના રાષ્ટ્ર ચિહ્નોની સાથે જ ત્યાની બેંક નોટ્સ પર પણ નજરમાં આવે છે. સાથે જ અન્ય કઈ દેશોના સ્ટામ્પ્સ પર પણ નજરમાં આવે છે. ચીનમાં તેને સ્વર્ગનો ઘોડો પણ કહેવામાં આવે છે.

10. થઇ ગયાને દીવાના: અમે તમને પહેલા જ કહ્યું હતું કે તમે તેની સુંદરતાના દીવાના થઇ જાશો.

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.