જ્યારે દુકાનના માલીકે પોતાના ત્યાં કામ કરતાં છોકરાને પાસે બોલાવી ને વ્હાલપૂર્વક ગળે લાગાવ્યો… વાંચો પછી આગળ શું થયું હશે તે …!!!

0

જીવનમાં સુખ અને દુખ એ બંને સાયકલના પૈડાં સમાન છે. સુખ પછી દુખ ને દુખ પછી સુખ આવ્યા જ કરે છે. જિંદગી આ જ બે પહેલીમાં અટવાયેલી છે ને ટકી રહી છે. આપણે સુખમાં વધારે ખુશ હોઈએ છીએ ને દુખમાં ખૂબ જ ગમગીન ફરીએ છીએ. હકીકતમાં તો સુખ હોય કે દુખ બનેમાં સરખું જ રહેવું જોઈએ. આવું કરવું જરૂર કઠીન છે પણ અસંભવ તો બિલકુલ નથી. આજે અમે એસકેએચ અને દુખના કરણનો સાર આ કહાનીમાં જણાવવા જઈ રહ્યા છીએ.

એક દુકાનદાર હતો એને એક દિવસ એક છોકરાને દુકાનના કામ કરવા માટે રાખ્યો. એ છોકરો એની મહેનતઅને પ્રામાણિકતાથી કામ કરતો હતો. તેનું કામ જોઈને શેઠને પણ ખૂબ જ ખુશી મળી. શેઠને હવે વધારે દુકાનના કામાની ચિંતા રહેતી ન હતી ને કામ પણ ઓછું રહેતું હતું, બધુ જ કામ એ છોકરાએ સંભાળી લીધું હતું, આમ ને આમ શેઠના ઘણા દિવસો પસાર થઈ ગયા.

એક દિવસ અચાનક જ એ છોકરો આવી નહી, તેણે દુકાનદારને કહ્યા વગર જ રજા પાડી હતી. શેઠ ખૂબ જ વિચારવા લાગ્યા કે આ છોકરાના હિસાબે જ મારી દુકાનની આવક વધી છે અને એટ્લે જ એ નહી આવ્યો હોય તેને મનમાં એમ તહતું હશે કે મારા કામ કરતાં મને વેતન ખૂબ જ ઓછું મળે છે. શેઠ તો ખૂબ જ વિચારમાં રહ્યા આખો દિવસ. છોકરાના હિસાબે અને તેની મહેનતના કારણે શેઠનો વેપાર પણ વધ્યો હતો જેથી શેઠને ખૂબ જ ફાયદો થયો હતો. પછી શેઠે મનોમન નક્કી કર્યું કે એ છોકરો નોકરી છોડે એ પહેલા જ પગાર વધારી દેવો.

બીજે દિવસે એ છોકરો રોજની જેમ આવીને કામે લાગી ગયો. આવતાની સાથે જ શેઠે તેને તેની પાસે બોલાવ્યો ને શેઠે તેના પગાર વધારાની વાત કરી, છોકરાના ચહેરા પર એવા કોઈ જ ખુશીના ભાવ જોવા ન મળ્યા ને તે રોજની જેમ નામથીરાબેતા મુજબ કામ કરવા લાગ્યો.

આમ ને આમ કામ કરતાં કરતા ઘણા દિવસ વીતી જાય છે. હવે એક દિવસ એ છોકરો પાછો કામ પર નથી આવતો ને અચાનક જ રજા પાડે છે. છોકરાને રજા પાડેલો જોઈ શેઠ મનમાં ને મનમાં વિચારે છે કે જોયું કેવ પગાર વધારી આપ્યો ઑ હવે રજા પાડે છે. આ મજદૂર લોકો આવા જ હોય. આપણે તેમણે સાચવીએ પણ તેમને તો કોઈ કિંમત જ ન હોય.

પછી એ છોકરો પાછો બીજે દિવસે કામ પર રાબેતા મુજબ આવે છે ત્યારે દુકાનદારે તેને બોલાવી કહ્યું કે હવે તને આ મહિને એટલા જ પૈસા મળશે જેટલા તને પહેલા મળતા હતા. છોકરાએ આ વખતે પણ કશું હાવ ભાવ દેખાડયા વગર પોતાનું કામ મહેનત અને પ્રામાણિકતાથી કરવા લાગ્યો.
મહિનો આમ ને આમ પૂરો થતો,શેઠે તેને તેનો જૂનો જ પગાર આપ્યો. તે છોકરો ચૂપચાપ લઈ લે છે કોઈ જ એવા અણગમાના ભાવ ન લાવ્યો કે ન જોવા મળયા. એ ચૂપચાપ લઈને જતો રહે છે. શેઠને થોડું અજીબ લાગે છે. તે વિચારવા લાગ્યા કે પૈસા વધુ આપ્યા તો પણ ખુશ ન થયો ને પૈસા ઓછા આપ્યા તો દુખી પણ ન થયો. આવું કેમ કરી રહ્યો હશે આ છોકરો ?

આખરે એ દુકાનદારથી રહેવાયુ નહી, બીજે જ દિવસે એ છોકરો કામ કરવા આવ્યો ત્યારે પૂછી જ લીધું કે મે જ્યારે તને પૈસા વધારે આપ્યા ત્યારે પણ તું ખુશ ન થયો ને જ્યારે પૈસા પાછા આપ્યા ત્યારે તું દુખી પણ થયો..આનું કારણ ?

એ છોકરાએ કહ્યું જે જ્યારે પહેલીવાર મે રજા પાડી હતી. ત્યારે મારા ઘરે દીકરાનો જન્મ થયો હતો ને પછી હું બીજે દિવસે કામ પર આવ્યો તો તમે મારો પગાર વધારી દીધો ને મને મનમાં થયું કે દીકરાના નસીબનું મને મળી ગયું. આમ વિચારી હું ખુશ ન થયો.

ને જ્યારે બીજી વાર મે રજા પાડી હતી ત્યારે મારી મા મરી ગઈ હતી ને બીજે દિવસે હું કામ પર આવ્યો તો મારા પગારમાંથી વાધેલા પૈસા બાદ કરવામાં આવ્યા, તો મને વિચાર આવ્યો કે મરી માતાના નસીબનું એ લેતી ગઈ. આમ વિચારી હું દુખી ન થયો..કેમકે જે મને મળ્યું એ મારા જ નસીબનું મળ્યું એટ્લે…આ સાંભળી દુકાનદારે બધુ જ ભૂલીને પ્રેમથી ગળે લગાવી ખૂબ વ્હાલ કર્યો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here