મંદિરમાં સ્થાપેલ આ શિવલિંગની લંબાઈ છે છેક પાતાળ સુધી, દર્શન કરવા ઉતરવા પડે છે પગથિયાં – આ મંદિર વિશે જાણો વધુ

0

દેશભરમાં ઘણા ચમત્કારિક શિવાલયો આવેલાં છે. જેનું પોતાનું અલગ પુરાતત્વીય અને પૌરાણિક મહત્વ છે. હિન્દુ ધર્મ અને પુરાણોમાં બાર જ્યોતિર્લિંગ ઉપરાંત ઘણા શિવધામોનો ઉલ્લેખ છે. તે બધા સાથે સંબંધિત લોકપ્રિય માન્યતાઓ અને કહાનીઓ છે. જ્યારે તેમનું મહત્વ ગ્રંથોમાં પણ જોવા મળે છે. આવા એક અદ્ભુત શિવાધમ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના રૂદ્રપુરમાં આવેલું છે. 11 મી સદીનાં અષ્ટકોણમાં બનેલ પ્રસિદ્ધ દુગ્ધેશ્વરનાથ મંદિર તેની અનોખી વિશેષતા માટે વિશ્વભરમાં જાણીતું બન્યું છે. એવું માનવામાં આવે છે કે આ શિવધામનાં આ શિવાલિંગની લંબાઇ છેક પાતાલ લોકો સુધી વિસ્તરાયેલી છે. અહીં બિરાજમાન શિવલિંગ પૃથ્વીમાંથી જ બહાર ઉભરી આવ્યું છે, તેને કોઈ મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યું નથી. બસ આજ કારણે દુગ્ધેશ્વરનાથ નાથ મહાદેવ મંદિરમાં આવનાર ભક્તની બધી જ મનોકામનાં પૂર્ણ થાય છે. ભારતનું આ અદભૂત મંદિર ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં રુદ્રપુર નજીક આવેલું છે.

શિવલિંગની પૂજા કરવા માટે ઉતરવા પડે છે 14 પગથિયાં

મંદિરમાં ભક્તોને શિવલિંગનો સ્પર્શ કરવો હોય તો 14 પગથિયાં નીચે ઊતરવું પડે છે. આ શિવલિંગ કાયમ માટે ભક્તોના કરેલાં દૂધ અને પાણીનાં અભિષેકથી ડૂબાયેલ જ રહે છે એવું કહેવાય છે કે દુગ્ધેશ્વરનાથ નાથ મહાદેવ નાં ચિની પ્રવાસી હ્યુ એન ત્સાંગ તેના ભારત પ્રવાસ દરમિયાન દર્શન કર્યા હતાં. દુગ્ધેશ્વરનાથ નાથ મહાદેવના મંદિરની વિશાળતા અને તેનું ધાર્મિક મહત્વ જોતાં જ તેણે ચિની ભાષામાં મંદિરના પરિસરમાં જ એક સ્થળે દિવાલ પર કેટલીક ચીની ભાષામાં ટિપ્પણી કરી હતી. જે હજુ પણ મંદિરની દિવાલ પર જોઈ શકાય છે.

રુદ્રપુર નરેશે કરાવ્યુ હતું મંદિરનું નિર્માણ :

માન્યતા મુજબ, એવું કહેવામાં આવે છે કે હજારો વર્ષો પહેલા આ સ્થળ જંગલોથી ઘેરાયેલું હતું અને કેટલાક ભરવાડો તેમની ગાયને ચરાવવા માટે અહિયાં લઈને આવતાં હતાં.. લોકોના જણાવ્યા પ્રમાણે, એક ગાય જંગલની એક ઝાડ પાસે રોજ ઊભી રહે અને તેનાં સ્તનમાંથી રોજ આપોઆપ દૂધની વહે. ધીમે ધીમે આ વાત પવનની જેમ આગળ વધતી ગઈ ને સૌને આ વાતની જાણ થઈ. આ વાત તે સમયના રાજા હરિ સિંઘને મળી. તેમણે આ બાબતે કાશીના વિદ્વાનો સાથે ચર્ચા કરી. અને તે સ્થળને ખોદવાનું શરૂ કર્યું. ખોદકામ પછી એક શિવલિંગ જોવા મળ્યું..પછી રાજાએ તે સમય એટ્લે કે 11 મી સદીમાં કાશી પંડિતોને ત્યાં બોલાવ્યાં ને એક મંદિર બંધાવ્યું. તો આ જ મંદિરના પૂજારીનું કહેવું છે કે, આ પ્રાચીન મંદિરનો ઉલ્લેખ શીવપુરાણમાં પણ જોવા મળે છે. દુગ્ધશેશ્વર નાથ મહાદેવન ને મહાકલેશ્વર જ્યોતિર્લિંગ, ઉજ્જૈન જેટલું મહત્વ આપવામાં આવે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here