દૂધ પીતા પેહલા ભુલથી પણ આ વસ્તુ નું સેવન ના કરતા, નહીંતર થઈ શકે છે આ બીમારી..

0

આમ તો દૂધ સૌથી વધુ પૌષ્ટિક આહાર છે કારણકે એમાં વિટામિન , પ્રોટીન, લેકટોસ,સુગર અને મિનરલ જેવા પોષક તત્વો પણ હોય છે. પણ ઘણી વખત ઘણી વસ્તુઓ સાથે દૂધ નું સેવન કરવું નુક્શાનદાયક પણ હોઈ શકે છે. કોઈક એવા ખાદ્ય પદાર્થ હોય છે જેની સાથે દૂધનું સેવન ઘાતક સાબિત થઈ શકે છે. દૂધ માં કેલ્શિયમ હોય છે જેના થી આપણા શરીર ના હાડકા મજબૂત થાય છે પણ કોઈક વસ્તુઓ એવી હોય છે જેનું સેવન આપણે દૂધ સાથે ક્યારેય ન કરવું જોઈએ.

કારણકે એ વસ્તુઓ નું દુધ સાથે સેવન કરવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. મિત્રો દૂધ આપણા સાવસ્થ્ય માટે બેહદ લાભકારી છે એને પીવા થી ઘણી એવી બીમારીઓથી બચી શકાય છે સાથે જ એ પોષક તત્વો થી ભરપૂર હોય છે. એ આપણા શરીર સાથે આપણા મગજ ને પણ તેજ કરે છે. આપણે બધા જાણીએ છીએ કે દૂધ પીવાથી આપણા શરીર માં નિખાર આવે છે પણ ગરમ દૂધ પીવાથી આપણે કયા લાભો થાય છે એ ઘણા ઓછા લોકો જાણે છે એટલે દૂધ પીવું ખૂબ જરૂરી છે.
દૂધ સાથે આપણે જે વસ્તુઓ નું સેવન કરીએ છીએ એ બધાની સીધી અસર આપણા શરીર પર પડે છે. ઘણા બધા લોકો એ વાત થી અજાણ છે. આજે અમે તમને જાણવા જઈ રહ્યા છીએ કે દૂધ સાથે આપણે કઈ વસ્તુઓ નું સેવન ના કરવું જોઈએ.
દૂધ સાથે ક્યારેય દહીં ન ખાવું જોઈએ એને સાથે ખાવા થી એસીડીટી, ગેસ અને ઉલટી ની સમસ્યા થઈ શકે છે. દહીં ખાધા પછી લગભગ દોઢ કલાક પછી દૂધ પીવું જોઈએ..

અડદ ની દાળ:
અડદ ની દાળ ની સાથે ક્યારેય દૂધ નું સેવન ન કરવું એ આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું. દૂધ પીધા પેહલા કે પછી ક્યારેય ફળ ન ખાવા જોઈએ અને જો તમે એની સાથે સંતરા કે અનાનસ જેવા ખાટ્ટા ફળ નું સેવન કરો તો તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે. એમનું સાથે સેવન કરવાથી ખાવા નું સાચી રીતે પાચન નથી થતું અને ઉલટી ની સંભાવના વધે છે.

નમકીન વસ્તુઓ:
ઘણા લોકો દૂધ ની સાથે નમકીન બિસ્કિટ કે કોઈ મીઠા વાળી વસ્તુ ખાઈ લેતા હોય છે પરંતુ એનાથી દૂધ માં મળવા વાળા પોષક તત્વો માં વધુ પડતી કમી આવી જાય છે.

પ્યાજ / ડુંગળી :
દુધ પીવા પેહલા કે તરત જો કાચી ડુંગળી નું સેવન કરવામાં આવે તો સ્કિન ઇન્ફેક્શ થઈ શકે છે એનાથી દાદ ખુજલી જેવી કેટલીય સમસ્યા નો સામનો કરવો પડતો હોય છે.

મિર્ચ મસાલા વાળું ખાવા નું:
વધુ મિર્ચ મસાલા વાળા ખાવા નું ખાધા પછી દૂધ ન પીવું જોઈએ..એના થી પાચન શક્તિ કમજોર થઈ જાય છે અને પેટ માં ગેસની સમસ્યા પણ થઈ શકે છે..

માહિતી જુવો વિડીઓમાં:

Author: Gujjurocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here