દૂધનાં ફાયદા તો તમે સાંભળ્યા હશે, પણ તેનાથી થતા નુકસાન પણ જાણી લો….જાણવા જેવું

0

જર્મની, ન્યૂઝીલેન્ડમાં થયેલા અમુક શોધખોળ બાદ વૈજ્ઞાનીકોએ કઈક એવો દાવો કર્યો કે ગાયના દુધનાં માત્ર ફાયદા જ નથી થતા પણ તેના નુકસાન પણ છે. કદાચ આ વાત જાણીને તમે પણ ચોંકી ગયા હશો.

દરેક ગાયોનું દુધ ફાયદેમંદ નથી હોતું. ગાયોના દૂધ બે પ્રકારના હોય છે. એ-વન અને એ-ટુ. જર્મની,ન્યૂઝીલેન્ડમાં થયેલા શોધ દ્વારા સાબિત થયું છે કે ગાયનું એ-ટુ દૂધ ગુણકારી હોય છે સાથે જ એ-વન દૂધથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઇ શકે છે. વિદેશી ગાયો પાસેથી મળતું દૂધ એ-વન હોય છે. આ દૂધમાં બીસીએમ-7 તત્વ(બીટા કેસોર્માંફીન) હોય છે, જો મનુષ્યની પ્રતિરોધક ક્ષમતાને ઓછી કરે છે. જ્યારે દેશી ગાયનું દૂધ એ-ટુ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક હોય છે. ભારતમાં ગીર ગાયો, સાહીબાલ, માઝી ગીર ગાય, ગીર હોસ્ટીન જેવી દેશી ગાયો પાસેથી મળતું દૂધ એ-ટુ હોય છે.

આ દૂધમાં ઓમેગ્રા-થ્રી તત્વ મળી આવે છે જે હૃદય માટે ખુબ લાભકારી છે. તેમાં એલડીએલ(હાઈ ડેન્સીટી લિપોપ્રોટીન), બીટા કેરોટીન(બાળકોની હાઈટ વધવી, આંખોની રોશની વધવી) સીએએલ(કાંજીવેટેડ લીનોટીક એસીડ)શ્યુગર પર નિયંત્રણ કરનારા તત્વ પણ મળી આવે છે.

એ-વન દૂધથી ઘણી બીમારીઓ:

22 વર્ષની રીસર્ચ બાદ ન્યુઝીલેન્ડમાં ‘ડેવિલ ઇન દ મિલ્ક’ પુસ્તક પ્રકાશનમાં એ-વન અને એ-ટુ દૂધ વિશેની માહિતી આપવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે એ-વન દૂધ માંથી મળી આવતું બીસીએમ-7(બીટા કેસોમાર્ફીન) તત્વ ખૂનમાં ઘોળાયા બાદ બીસીએમ-7 કંપાઉંડ બને છે.

લોહીના માધ્યમથી આ તત્વ દિમાગ સુધી પહોંચી જાય છે. તેનાથી ઘણી ગંભીર બીમારીઓ થાય છે. તેની અસર હૃદય, લીવર અને પૈનક્રીયાઝ પર પડે છે. બાળકોમાં તો આ ડાયાબીટીસનું કારણ પણ બની શકે છે. કોટ: પશુ ચિકિત્સાધિકારીના ડોકટર એસપી વર્માએ કહ્યું કે એ-વન દૂધ પીવાથી ઘણા પ્રકારની બીમારીઓ થઇ રહી છે. દેશી ગાયોનું એ-ટુ દૂધ લાભદાયક છે.

એક્સપર્ટ કમેન્ટ:

સીએસએ પશુપાલન એવં દુગ્ધ વિજ્ઞાન વિભાગના ડોકટર રામજી ગુપ્તા વિદેશી ગાયનું દૂધ નુકસાનદાયક છે. જો ક્રોસ બ્રીડ ગાયનાં દૂધનું સેવન કરવામાં આવે તો તે ખુબ સારું છે કેમ કે તે દૂધમાં હાનીકારક તત્વ નથી હોતું.

લેખન સંકલન : GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આવી જ સ્વાસ્થ્યની ટીપ્સ/ફાયદેમંદ માહિતી વાંચવા માટે આપણું GujjuRocks પેઈજ લાઇક કરો અને જોડાઈ રહો

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!