સુતા પહેલા દૂધ અને ગરમ પાણી સાથે આ વસ્તુ ખાવાથી દૂર થઇ જાશે આ 8 ગંભીર રોગ…

0

જેવું કે આપણે બધા જાણીએ છીએ કે ગોળ આપણા ઘરમાં એક મીઠા(ગળ્યા,સ્વીટ) ના સ્વરૂપે ઉપીયોગમાં લેવામાં આવે છે, એવામાં મોટાભાગે તો ગોળ ખાવાની અસલી મજા તો શિયાળા ની ઋતુમાં જ આવે છે. ખાસકરીને ત્યારે જયારે આપણે ગોળ ની સાથે મગફળી ના દાણા ખાઈએ છીએ. પણ તમને જણાવી દઈએ કે ગોળ માત્ર મીઠા ના સ્વરૂપે જ કામ નથી આવતો પણ ગોળ ના સેવનથી ઘણા એવા રોંગોથી પણ છુટકારો મેળવી શકાય છે.એવામાં આજે અમે તમને ગોળ થી થતા ફાયદાઓ વિશે જણાવીશું…1. જેવું કે બધા જાણે છે કે મોટાભાગે શિયાળાની ઋતુ માં શરદી-ઉધરસ ની સમસ્યા રહેતી હોય છે, અને જો તમે ઇચ્છતા હોવ કે શિયાળામાં તમને શરદી અને ઉધરસ ના થાય તો તમારે સુતા પહેલા ગોળ ખાઈને ગરમ પાણી પીવું જોઈએ આવું કરવાથી શરદી અને ઉધરસ તમને નહિ થાય, કેમ કે ગોળ માં એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ્સ મળી આવે છે જે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ ને વધારવામાં આપણી મદદ કરે છે.

2. તમને લોકોને જણાવી દઈએ કે જે લોકોનું પાચનતંત્ર ખરાબ રહે છે, તેવા લોકો માટે ગોળ ખુબ જ ફાયદેમંદ રહે છે. કેમ કે ગોળ માં ઘણા એવા તત્વો રહેલા હોય છે, જે આપણા પાચનતંત્ર ને સુધારવામાં મદદ કરે છે. તમારે માત્ર રાતે સુતા પહેલા ગરમ પાણી માં નાનો એવો ટુકડો ભેળવીને પીવાનું છે, આવું કરવાથી તમને અમુક જ દિવસોમાં ફર્ક જોવા મળશે.3. આ સિવાય જો તમે ઇચ્છતા હોવ કે તમારી ત્વચા ચમકદાર બની જાય તો તમારા માટે ગોળ કોઈ વરદાન થી ઓછો નથી. કેમ કે ગોળ ના સેવનથી તે આપણા શરીર થી ટોક્સિન ને બહાર કાઢી નાખે છે. જેનાથી આપણી સ્કિન ચમકદાર બની જાય છે. એવામાં લગાતાર અમુક દિવસો સુધી રાતે સુતા પહેલા ગોળ નું સેવન કરો, પછી જુઓ તમારી ત્વચા સંબંધી દરેક રોગો દૂર થઇ જાશે. 4. આ સિવાય રોજ રાતે સુતા પહેલા ગોળ અને દૂધનું દેવન પણ તમારા પાચન ને સારું બનાવે છે. તેને ખાવાથી પેટમાં ગેસ ની સમસ્યા નહીં થાય. તેના માટ રોજ રાતે એક ગ્લાસ દૂધની સાથે એક ટુકડો ગોળ નો જરૂર ખાવો જોઈએ.5. દૂધ માં મળી આવતું કેલ્શિયમ અને વિટામિન ડી તથા ગોળ માં રહેલા આયરન હાડકાઓના સાંધાઓને મજબૂત બનાવે છે. તેનાથી સાંધાઓના દર્દ માં ઘણી રાહત મળે છે. તેના સિવાય આદુ ની સાથે પણ ગોળ ખાવાથી લાભ મળે છે.

6. ગોળ ને તૈયાર કરવામાં કોઈપણ પ્રકારના કેમિકલની પ્રોસેસ લેવામાં નથી આવતી અને માટે તે ખાંડ કરતા વધારે લાભકારી માનવામાં આવે છે. રાતે સુતા પહેલા દૂધ અને ગોળ ખાવાથી વજન પણ ઓછું થાય છે.7. શરીર માં લોહી ને શુદ્ધ બનાવવા માટે ગોળ ખુબ મહત્વ રાખે છે. માસિક ના સમયે મહિલાઓને મોટાભાગે ગોળ ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે. ગોળ લોહી માં હિમોગ્લોબીન ની માત્રા ને વધારે છે અને સાથે જ તેના સેવનથી રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધે છે.

8. શિયાળાની ઋતુ માં અસ્થમાં ના દર્દીઓ ને ખુબ સમસ્યાઓ આવતી હોય છે. હવામાં પ્રદુષણ હોય છે અને ઓક્સિજન નું સ્તર પણ નીચે ઉતરી જાય છે. એવામાં તેઓને શ્વાશ લેવામાં સમસ્યાઓ આવતી હોય છે. આવા અસ્થમા ના શરીર ને ગરમ રાખવા માટે તથા કફ બહાર કાઢવા માટે અસ્થમાના રોગીઓએ દૂધ ની સાથે ગોળ ખાવો જોઈએ.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here