દુબઈ ને પણ ટક્કર મારે છે આ ગુજરાતનું શહેર, આજથી 2000 વર્ષ પહેલા હતું ભારતનું દુબઈ, જાણો કયું શહેર છે?

ભરૂચ: ભરૂચ ખાતે 3 વર્ષ સુધી રહીને ફ્રેન્ચ ઇતિહાસકાર સંશોધક ડૉ.માઈકલ રાકોટોઝોનીયા અને ડૉ.સારા કેલરે પોતાના સંશોધનમાં આજથી 2000 વર્ષ પહેલાં ભરૂચ ભારતનું દુબઈ હતું. બીજા શબ્દો કહીએ તો એટલું સમૃદ્ધ હતું કે સદીઓ પહેલા અહીં કોસ્મો પોલીટન ક્લચર વિકસ્યું હતું. ખંભાતના અખાતના મુખ પર આવેલ ભરૂચ બંદર પર 120 જેટલા વાહનો લાગંરતા હતા જે થાકી વિશ્વભરમાં અકીક, કોટન કાપડ, તેમજ તેજનાનો વ્યાપાર ભારતનું કેન્દ્રબિંદુ હતું.

1લી સદીમાં ભરૂચ સૌથી વધુ ધમધમતું શહેર બન્યું હતું

મોગલ સાશનમાં સુરતનો બંદર તરીકે વિકાસ થયો હતો પરંતુ ભરૂચ સુરત પહેલા ગુજરાતના જ નહીં દેશના મુખ્ય વ્યાપર મથક તરીકે ઉભરી આવ્યું હતું. ભરૂચની નજીક ખંભાતના અખાતને નર્મદા નદી મળે છે. એટલે બંદર તરીકે આ જગ્યા આદર્શ હતી આખા ભારત જ નહીં પરંતુ મધ્ય એશિયાની વસ્તુઓ પણ ઠાલવવામાં આવતી હતી અને ભરૂચ બંદરે વ્હાણોમાં ભરાઈને રોમન શાસિત તેમજ અન્ય દેશોમાં પહોંચતી હતી. ભરૂચમાં તેના સંગ્રહ માટે વિશેષ વ્યવસ્થા હતી. અલગ-અલગ દેશોના વાહનો ભરૂચ ખાતે લાંગરતા હતા. 1લી સદીમાં ભરૂચ સૌથી વધુ ધમધમતું શહેર બની ગયું હતું. અને આ સમયે રોજના 120 જેટલા વાહનો માલ-સમાન સાથે અવર-જવર કરતા હતા.

અકીક, કાપડ, તેજાના નિકાસ ભરૂચથી વિશ્વભરમાં કરવામાં આવતું

એટલું જ નહીં ચીનનું સિલ્ક પણ ભરૂચથી વિશ્વભરમાં જતું હતું. તો તેજાનો પણ અહીંથી વિશ્વ બજાર પહોંચતો હતો. સુરત હીરા માટે પ્રખ્યાત છે તો ભરૂચ અકીક માટે પ્રખ્યાત હતું. ભરૂચ બંદરથી અકીક આખી દુનિયામાં પહોંચતું હતું. યુરોપની મહિલાઓને અકીક પહેરવાનો તે સમયે સૌથી વધુ શોખ હતો. આ ઉપરાંત કોટનના કપડાંની સૌથી વધુ નિકાસ થતી હતી. 10મી સદી સુધી ભરૂચની બોલબાલા બંદર તરીકે હતી. ફ્રેન્ચ ઇતિહાસકાર સંશોધક ડૉ.માઈકલ રાકોટોઝોનીયા અને ડૉ.સારા કેલરે પોતાના સંશોધનમાં ભરૂચમાં સાચા અર્થેમાં કોસ્મોપોલીટન શહેર આજની સદીઓ પહેલા બની ગયું હતું.

રોમન, અંગ્રેજ, ચીન, સહીત દેશો લોકો ભરૂચ આવતા હતા

ભરૂચમાં ખાડીના દેશોના મુસ્લિમ વેપારીઓ તેમજ ચીનના બૌદ્ધનો પણ સમાવેશ થાય છે. ભરૂચના ઇતિહાસમાં બૌદ્ધ, જૈન, મુસ્લિમ સંસ્કુતિનો પ્રભાવ જોવા મળ્યો હતો તો પારસી ભરૂચ રોમન ગણતંત્ર અને સામ્રાજ્ય, અને યુરોપિયન મધ્ય યુગમાં અંત મારફતે સંસ્કૃતિના અન્ય પશ્ચિમી કેન્દ્રોમાં ગ્રીકો, વિવિધ ફારસી એમ્પાયર માટે જાણીતું હતું. 3જી સદીમાં ભરૂચ બંદર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આરબ વેપારીઓ ભરૂચ મારફતે ગુજરાતમાં પ્રવેશી વેપાર કરતા હતાં. બ્રિટિશ અને ડચ ભરૂચ મહત્વ નોંધ્યું અને અહીં તેમના બિઝનેસ કેન્દ્રો સ્થાપના કરી હતી. ટ્રેડિંગ ડેપો, દરિયાઇ શીપીંગ મર્યાદાઓ તે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે મસાલા અને રેશમ ટ્રેડિંગ કેટલાક મિશ્ર વેપાર માર્ગો મારફતે નિયમિત ટર્મિનસ બન્યું હતું.

આજનું ભરૂચ વિશ્વમાં કેમિકલ, પેટ્રોકેમિકલ, સુજની, ખારી સીંગ જગ વિખ્યાત

દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલ ભરૂચ હાલ પોતાના ભારતના સૌથી લાંબા એક્સ્ટ્રા ડોઝ બ્રિજ અને નરેન્દ્ર મોદી આગમને લઈ ચર્ચામાં છે. ભરૂચ 2000 વર્ષ પૂર્વે ભારતનું દુબઈ બની ચૂક્યું છે. જે કોસ્મોપોલીટન ક્લચર સાથે તેના વ્યાપાર અને બંદર માટે પ્રસિદ્ધ હતું તો આજનું ભરૂચ પણ તેના એશિયાની સૌથી મોટી રંગ રસાયણ ક્લસ્ટર, વિશ્વનું સૌથી મોટો ઓઈલ ટર્મિનલ, ખારી સીંગ અને સુજની માટે જાણીતું છે.

30%થી વધુ લોકો બહારના રાજ્યમાંથી આવીને ભરૂચમાં રોજગારી મેળવે છે

ભરૂચ આજે પણ દેશ અને દુનિયા માટે વ્યાપાર-ધંધા, રોજગાર માટે આકર્ષણનું કેન્દ્ર છે જેનું બીજ 2000 વર્ષ પૂર્વે ભરૂચમાં વવાયું હતું. ભરૂચમાં આજે અંકલેશ્વર ખાતે એશિયાની સૌથી મોટી રંગ-રસાયણ ફેક્ટરીઓનું સમૂહ એવી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત છે. તો દેશ સુધી પહેલું વ્યાપારિક ક્રૂડ ઓઇલ ઉત્પાદન કરનાર અંકલેશ્વર અને ભરૂચ જિલ્લામાં દહેજ બંદર સૌથી મોટું ઓઈલ કાર્ગો ટર્મિનલ છે. જે વિશ્વ સાથે જોડાયેલ છે. તો ભરૂચની ખારી સીંગ અને સુજની આજે પણ જગવિખ્યાત છે. જેમાં હવે વધુ મોર પીંછ ઉમેરાતા વિશ્વનું સૌથી લાબું દરિયાઈ ટર્મિનલ રો.રો ફેરી અંતર્ગત ભરૂચ ખાતે બન્યું છે.

આજે પણ વિદેશ ઉપરાંત ભારત અન્ય રાજ્યો માટે ઉદ્યોગો માટે આકર્ષણ કેન્દ્ર

હવે એક્સ્ટ્રા ડોઝ કેબલ બ્રિજ પણ દેશ અને દુનિયાના જાણીતો બન્યો છે. ભરૂચના ઉદ્યોગો જ્યાં વિશ્વના 80 ટકા દેશ સાથે જોડાયેલા છે. જેન લઈ આંતરરાષ્ટ્રીય બજારમાં ભરૂચ જિલ્લો જાણીતો છે. તો ભરૂચને પર ભૂમિ માનવા આવે છે. અહીં વિદેશમાં જેમ કમાવા માટે લોકો જાય છે. તેમ ભારતભરમાંથી તેમજ ગુજરાતના અન્ય જિલ્લામાંથી 30 ટકા વસ્તીના ભાગ રૂપે વસવાટ કરી અહીં રોજગારી સાથે ધંધા-રોજગાર વિકસાવ્યા છે. જેને લઇ 2000 પૂર્વે ભારતનું દુબઈ બનેલ ભરૂચ આજે ફરી દુબઈ બની રહ્યું છે તો દુબઈથી કમ પણ નથી

દુબઈ અને ભરૂચ વચ્ચેની સામ્યતા

– કંસ્ટ્રક્શનની દ્રષ્ટ્રીએ બુઝ ખલીફા છે તો ભરૂચ પાસે છે ભારતનો સૌથી લાંબો એક્સ્ટ્રા ડોઝ બ્રિજ છે.
– દુબઈ ગોલ્ડ માટે જાણીતું છે. ભરૂચ સોનાનો બ્રિજ એવો ગોલ્ડન બ્રિજ, સસોનેરી મહેલ અને સોનાનો પથ્થર છે.
– દુબઈ હાલ તેના વિવિધ ધંધા માટે પ્રસિદ્ધ છે તો ભરૂચ રંગ-રસાયણ, પટ્રોકેમીકલ, ખારી સીંગ અને સુજની માટે જગ વિખ્યાત છે.
– દુબઈ બંદરો સામે દહેજના બંદરો ઉપરાંત હવે વિશ્વનું સૌથી મોટું ટર્મિનલ રો-રો ફેરી માટે નિર્માણ થયું છે.
– દુબઈમાં કુત્રિમ બેટ છે. તો ભરૂચ કબીરવડ અને આલીયાબેટ કુદરતી છે.
– દુબઈ સી ફિશ માટે જાણીતું છે તો ભરૂચ હિલશા માછલી જગવિખ્યાત છે.
– દુબઈ ક્રૂડ ઓઇલના કુવા છે તો ભરૂચમાં ઓ.એન.જી.સી ક્રૂડ ઓઈલના કુવા, ગેસનો અખૂટ ભંડાર છે.

Courtesy: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!