દુબઈના આ Floating Villas ની સામે તમારું, અમારું તેમજ અંબાણીનું ઘર પડશે ઝાંખું, જુઓ સમુદ્રી villa ની ભવ્ય તસ્વીરો… .

દુબઈ એક એવી જગ્યા છે જ્યાં લોકો પોતાનો શોખ પૂરો કરવા માટે પૈસા ની ચિંતા કરતા નથી. ત્યાં નાં લોકો ની style of living એટલું મોંઘુ છે કે તમે કે અમે આટલો બધો ખર્ચ કરવાનું વિચારી પણ ના શકીએ. જો કે તમને એ વાત ન જાણ જ હશે કે દુબઈ મા ઘણી એવી હોટેલ અને ગગનચુંબી ઈમારતો છે, જેના પર નજર પડતા જ જાણે આપળી નજર ત્યાજ થંભી જાય છે. દુબઈ હંમેશા થી પોતાના અદ્દભુત Infrastructure થી લોકોને હેરાન અને હોશ ઉડાવતું આવ્યું છે. કેમ કે તે શાહી અને Luxurious હોય છે.

હાલ મા જ દુબઈ મા એક એવો એપાર્ટમેન્ટ બનવા જઈ રહ્યો છે, જેના વિષે તમે ક્યારેય સપના મા પણ નહી વિચાર્યું હોય.જો તમે સમુદ્રી જીવન ને એકદમ નજીક થી માણવા માગતા હોવ, તો આ અદ્ભુત અને સુંદર ઘર તમારા માટે જ છે.

Floating Seahorse કરશે પાણી પર ઘરો નું નિર્માણ..

ઉપર થી એક હોળી કે નાવ જેવું દેખાતું આ અદ્દભુત ઘર ત્રણ સ્તરો મા બનાવવામાં આવ્યું છે, જેમાં નું એક સ્તર પાણી ના તળ પર જ ઉપલબ્ધ છે. આ આલીશાન વિલા ના ત્રીજા સ્તર પર રહીને તમે પાણી ના નજીક ના જીવો ની સાથે સમય પસાર ક્રરી શકો છો. કદાચ તમે ક્યારેય પણ આવા ઘર ની કલ્પના પણ નહી કરી હોઈ, પરંતુ હવે તમારી આ કલ્પના હકીકત મા બદલવા જઈ રહી છે.

આ એપાર્ટમેન્ટ ના પુરા પરિસર મા 42 Villas ને શામિલ કરવામાં આવ્યા છે..

પ્રત્યેક વિલા નો ફ્લોર અરિયા 1,700 વર્ગ ફૂટ છે, જેના ઉપર ના સ્તર મા એક જકુજી, શોવર, સેમી પ્રાઈવેટ કિચન અને એક મીની બાર ઉપલબ્ધ છે. સાથે જ બીજા ફ્લોર પર એટલી વધારે જગ્યા છે કે અહી તમે તમારા બધા દોસ્તો ની સાથે બીસી ને લંચ કે ડીનર ની સાથે સાથે પાર્ટી પણ કરી શકો છો, જ્યાં એક કિચન પણ છે.આ વિલા નો બધા થી નીચેનો સ્તર બધા થી શાનદાર અને અદ્દભુત છે. જે પાણી ની અંદર બનાવવામાં આવ્યો છે,જેમાં માસ્ટર બેડરૂમ અને બાથરૂમ ઉપલબ્ધ છે.

દરેક સ્તર પર ફર્શ થી લઈને છત સુધી બારીઓ નો પ્રબંધ કરેલો છે..

આમાં રહીને તમને એવો અનુભવ થાશે કે જાણે તમે એક  Aquarium  મા હોય. અહી તમે સમુદ્રી જીવો ને જોતા જોતા હોત ટ્યુબ બાથ લઇ શકો છો,જે તમારી થકાન અને પરેશાનીઓ ને પળ ભર મા ગાયબ કરી દે છે.આ વિલા  Luxurious છે, કેમ કે અહી દરેક પ્રકાર ની સુવિધાઓ ઉપલબ્ધ છે.આ વિલા જોવામાં પણ એકદમ અદ્દભુત લાગે છે. હજી સુધી એ નક્કી નથી થયું કે  Floating વિલા સમુદ્ર ની આસપાસ હશે કે નહી, એપાર્ટમેન્ટ પરિસર 2016 ના અંત સુધી એક Debut Showcasing નું પ્રદર્શન કરવાની યોજના કરી રહ્યું છે.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!