દુબઈ જાવાવાળા લોકોને એ કદાચ ખબર નહિ હોય આ 9 વાતો, નહીતર ફસી શકો છો મુસીબતમાં…

0

યુનાઈટેડ આરબ અમીરાત(UAE) નો 2 ડીસેમ્બરના રોજ રાષ્ટ્રીય દિવસ હતો. આજ દિવસે 1972ના 6 કિંગડમ એક થયા અને UAE ની સ્થાપના થઇ હતી. યુએઈ મિડલ ઇસ્ટ એશિયાનો તે દેશ છે, જે સાત નાના અમીરાત(શેખ શાશિત રાજ્ય) આબુ ડાભી, દુબઈ, શારજાહ, રસ અલ-ખૈમા, અજમન, ઉમ્મ અલ-કૈવેન અને ફૂજૈહર ને મળીને બન્યું છે. આજ સિલસિલામાં આજ અમે કહેવા જઈ રહ્યા છીએ દુનિયાના સુંદર શહેરોમાં શામિલ દુબઈ વિશેની. જ્યાં મોટાભાગે ભારત અને અન્ય ગરીબ દેશો પૈસા કમાવા માટે પહોંચી જાય છે. પણ સાથે જ એ પણ જાણવામાં આવ્યું છે કે અહી આવનારા લોકો મુસીબતમાં પણ ફસાઈ શકે છે. ઘણી વાર ફરી દેશ પરત ફરવું પણ મુશ્કિલ બની જાતું હોય છે. કેમ કે અજેંટસ ખાડી દેશોમાં ડ્રાઈવર, ખલાસી, મેડીકલ સ્ટોર કીપરના નામથી લોકોને ફસાવે છે.જયારે લોકો અહી પહોંચે છે ત્યારે ઘરોમાં કામ કરવાની સાથ મજુરી પણ કરવામાં આવે છે.

1. ડોક્ટર્સની સલાહ વગર એકપણ દવા ન ખરીદો:

દુબઈની દવાઓમાં પણ ખરીદવા માટેના કડક નિયમો છે. અહી દવાઓનો ઉપયોગ પણ નશા કરવાની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. જો તમે ચેકિંગના સમયે આ દવાઓની સાથે પકડાઈ ગયા તો ડોક્ટરની રીસીપ દેખાડવી અનિવાર્ય છે. અમુક દવાઓ પર તો એટલી પાબંધી છે કે રીસીપ વગર પકડાતા સીધી જેલ જ થઇ શકે છે. તેના બાદ તમને લાંબી કાનૂની કારવાઈનો સામનો કરવો પડી શકે છે. જુર્મ સાબિત થઇ જવાની સ્થિતિમાં 4 વર્ષની પણ જેઈલ થઇ શકે છે.

2. જોબના સમયે અફેઈર્સથી બચો:

દુબઈમાં તમે લગ્ન વગર શારીરિક સંબંધ ન બનાવી શકો. તેના માટે એટલા કડક કાયદાઓ છે કે આજીવન કેદથી લઈને મૌત સુધીની પણ સજા થઇ શકે છે. સાથે જ જોબના સમયે તમે પ્રેમ-સંબંધ પણ ન બનાવી શકો. સાથે જ સાર્વજનિક સ્થળો પર પાર્ટનર સાથે બાહો મિલાવીને ચાલવું પણ એક અપરાધની શ્રેણીમાં માનવામાં આવે છે.

3.  દુબઈમાં ડ્રાઈવરની નોકરી:

દુબઈમાં ડ્રાઈવરની નોકરી આસાનીથી મળી જાય છે, કેમ કે અહી શેખોનો રાજ ચાલે છે. અહી રહેનારા 90 ફીસદી આબાદી અમીર છે અને તોઓની પાસે અલગ અલગ પ્રકારની ગાડીઓ હોય છે. પણ, અહી ડ્રાઈવરની નોકરી કરવી આસાન કામ નથી. ડ્રાઈવરની જરા પણ બેદરકારી તેમને જેલ પણ કરાવી શકે છે. ભારતીયો માટે સૌથી મુશ્કિલ વાત એ જ છે કે અહી લેફ્ટ હેન્ડ ડ્રાઈવ સીસ્ટમ છે. તેનાથી મોટાભાગે કન્ફયુઝ થઇ જવાય છે. ભૂલથી પણ રોંગ સાઈડ જાવા પર રસ્તાઓ પર લાગેલા કેમેરાઓની નજર તમને બચાવી નથી શકતી.

4. ઘરેલું નોકરોને કોઈ અધિકાર પ્રાપ્ત નથી હોતો:

અહી ઘરેલું નોકરોને કોઈ અધિકાર નથી હોતા માટે તેઓની સ્થિતિ સારી નથી હોતી. બીજા દેશોના એજેંટસની મદદથી મજુરોને મંગાવવામાં આવે છે. તેમના પાસપોર્ટ પહેલા જ માલિક જપ્ત કરી લે છે, જેથી તેઓ પોતાની મરજીથી દેશ છોડી જઈ શકતા નથી. મોટાભાગે માલિકો દ્વારા નોકરોને માર-પીટથી લઈને તેઓને  ખોટા અપરાધમાં જૈલ મોકલી દેવામાં આવે છે.

5. જોબના સમયે દારૂ ન પીવો:

UAE માં શરાબ પ્રતિબંધિત છે. અહી દારૂ પીવા માટે લાયસેન્સ લેવું પડે છે. જો કે વિદેશીઓ માટે હોટેલોમાં દારૂની વ્યવસ્થા હોય છે, પણ દારૂ પી ને તમે જ્યાં ત્યાં ફરી નથી શકતા. લાયસેન્સ લઈને પણ જો તમે દારૂ પી રહ્યા છો તો એ પણ માત્ર ઘરની ચાર દીવાલોની અદંર જ. સાથે જ જોબની વાત કરીએ તો તેના માટે ખુબ કડક નિયમ છે. જો તમે જોબના સમયે દારૂ કે ડ્રગ્સના નશામાં પકડાઈ જાઓ તો સીધી જ જૈલ થઇ શકે છે.

6. લગ્ન વગર ન રહી શકો ફીઝીકલ રીલેશનમાં:

 

અહી ફીઝીકલ રીલેશન માટે કડક નિયમો પણ છે. તેના ચાલતા કોઈપણ સ્ત્રી-પુરુષ લગ્ન કર્યા વગર ફીઝીકલ રીલેશન નથી બનાવી શકતા. અને જો તમે તેવું કરતા પકડાઈ ગયા તો જૈલ પણ થઇ શકે છે.

7. માલિકના વિરુદ્ધ ફરિયાદ પણ કરી શકો છો:

અહી મજુરો માટે એક મોટી સમસ્યા આવે છે રહેવાની જગ્યાની. ઓછી સેલેરીમાં પોતાનું પેટ પાળવા, ઘર પૈસા મોકલાવ્યા બાદ મજુરો પાસે એટલા પૈસા નથી બચતા કે તેઓ રહેવા માટે રૂમ ભાળે રાખી શકે. તેના માટે અહીની સરકારે નિયમો પણ બનાવ્યા છે. તેના અનુસાર જે મજુર કંપનીઓની સાથે 2000 દીરમ સાથે પગાર પર કામ કરે છે, તેમના માટે કંપનીને રહેવા માટે મુફ્ત જગ્યા કરાવવું જરૂરી છે.

8. પેટ્રોલથી મોંઘુ પાણી:

ભારત સહીત દુનિયાભરના તમામ દેશના લોકોને ટેક્સ આપવો પડે છે. પણ દુબઈ માં એવું કાઈ પણ નથી. રોચક વાત એ છે કે અહી એક લીટર પેટ્રોલ 90 ફિલસ(1 દીરહમ થી પણ ઓછુ) માં મળે છે પણ એક લીટર પાણીની બોટલ બે દીરહમની આવે છે. અહી મીઠા પાણીની વ્યવસ્થા માત્ર સમુદ્રના પાણીને પ્યુરીફાઈ કરીને આવે છે, પણ અહી પાણીની બિલકુલ પણ કમી નથી.

9. માલિક જપ્ત કરી લે છે પાસપોર્ટ:

ખાડી દેશોમાં જોબ માટે લોકોની પહેલી પસંદ ‘દુબઈ’ શહેર છે. કેમ કે અહી રોજગાર માટેના ઘણા અવસરો છે. માટે જ દુનિયાભરના ગરીબ લોકો પૈસા કમાવા માટેની ઈચ્છા રાખતા હોય છે. દુબઈ જનારા લોકો મોટાભાગે ઠગ કરનારા લોકોમાં ફસાઈ જતા હોય છે. જેમાં ફસનારા લોકો પોતાની મરજીથી દુબઈ તો આવી જાય છે પણ પોતાની મરજીથી પરત જઈ શકતા નથી. કેમ કે, માલિક પહેલા જ તેઓના પાસપોર્ટ પોતાની પાસે રાખી લે છે, જેનાથી તેઓ વ્યક્તિઓનો ગમે તે રીતે ઉપયોગ કરી શકે છે. માટે જ અહી જવા માટે પોતાના કોઈ પરિચિત સાથે જોબની પૂરી જાણકારી લઇ લેવી જરૂરી છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.