સુરતના ડાયમંડ કિંગ જે પોતાના કર્મચારીઓને આપે છે 600 ગાડીઓની ભેટ, જાણો તેના દીકરાની લાઈફ સ્ટાઈલ …

0

જેવી દિવાળી આવશે કે બધા જ કર્મચારીઓ આતુરતાથી રાહ જોતાં હોય છે કે, આ વખતે દિવાળી બોનસમાં શું મળશે. કાં, તો કાર અથવા મોટો ફ્લેટ અથવા તો મોટી રકમ. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ. દર વર્ષે દિવાળી આવતા જ બધા જ ન્યૂઝ પેપરના બ્રેકિંગ ન્યૂઝમાં વાંચવા મળતા સવજીભાઇ ધોળકિયા વિશે. જે વ્યક્તિની કંપનીનું છે કરોડોનું ટર્ન ઓવર એ વ્યક્તિની અને એના પરિવાર જનોની લાઈફસ્ટાઈલ કેવી હશે ?

એ વિચાર તમારા દરેકના મનમાં આવ્યો જ હશે ? સાચું ને ? અને તમે જાણવા પણ માંગો છો કે જે વ્યક્તિ લાખો રૂપિયાની ગિફ્ટ તેના કર્મચારીઓને આપતો હશે તો એના પરિવારના લોકો કેમ રહેતા હશે? આજે અમે તમને એ જ જણાવવા જય રહ્યા છીએ આ આર્ટિકલના માધ્યમથી. સવજીભાઇ ધોળકિયાનો પુત્ર દ્રવ્ય ધોળકિયા. રો ચાલો આજે જાણીએ આપણે બધા દ્રવ્ય ધોળકિયાની લાઈફ સ્ટાઈલ વિશે અને તેના વિચારો વિશે.

સુરતની હરિકૃષ્ણા એક્સ્પોર્ટ પ્રાઈવેટ લિમિટેડનાં માલિક સવજીભાઇ ધોળકિયા છે. જેને આખા ભારતમાં નહી પણ આખા વિશ્વમાં લોકો ડાયમંડ કિંગથી ઓળખે છે. અને સવજીભાઇ ધોળકિયાને લોકો મહાન દાનેશ્વર અને ઉદાર દિલના વ્યક્તિ તરીકે પણ ઓળખે છે. કેમકે તેઓ દર વર્ષે દિવાળી આવતા જ એમની કંપનીમાં કામ કરતાં વ્યક્તિઓને દિવાળી બોનસમાં આપે છે લાખોની ગિફ્ટ. જેમાં કાર અને ફ્લેટ પણ સામેલ છે. હજી આ વર્ષે જ દિવાળી બોનસમાં બધા જ કર્મચારીને કાર ગિફ્ટ આપી એ પામ મારુતિ અને સુઝુકી કંપનીની. આવા દિલદાર સાવજીભાઈને એક પુત્ર પણ છે. જેનું નામ દ્રવ્ય ધોળકિયા છે.

દ્રવ્ય ધોળકિયાએ વિદેશની ધરતી પર ન્યૂયોર્કની પેસ યુનિવર્સિટીમાંથી એમ.બી.એ નો અભ્યાસ કર્યો છે. દ્રવ્યનો સ્વભાવ રંગીન મિજાજનો હતો. તેને ખવાપીવાથી લઈને હરવા ફરવાનો અને સારા સારા બ્રાંડેડ કપડાં પહેરવાનો ખૂબ જ શોખ હતો. અને હોય જ ને એ સાવજી ધોળકિયાનો દીકરો છે.

એક વાર સાવજીભાઈને ન્યૂયોર્કમાં એક બિઝનેસ ડિલ માટે જવાનું થયું. અને એ મિટિંગમાં સવજીભાઇ તેમના દીકરા દ્રવ્યને પણ સાથે લઈ ગયા હતા. ત્યારે ન્યૂયોર્કની એક હોટેલમાં જમવા જવાનું થયું. સાવજીભાઈએ પોતાના દીકરાને ઓર્ડર કરવા કહ્યું. ત્યારે દ્રવ્યએ જરૂર કરતાં વધારે પ્રમાણમાં ઓર્ડર કર્યો ને બિલ ખૂબ વધારે આવ્યું. ત્યારે જ સવજીભાઇ સમજી ગયા કે તેમના દીકરાને પૈસાની કિંમત સમજાવવી પડશે. ત્યારે તો તેઓ કશું ન બોલ્યા. પરંતુ જ્યારે દ્રવ્ય ભારત પાછો ફર્યો પોતાનો અભ્યાસ પૂરો કરીને ત્યારે તેને સાચી દુનિયાદારી સમજવામાં આવી.

દ્રવ્ય ધોળકિયાએ હોટેલમાં કરી હતી નોકરી :
એ સમયે સાવજીભાઈએ તેમના દીકરાનેકહયું કે તારે તારી ઓળખ છૂપાવી નોકરી ગોતવી પડશે ને એ અનુભવ પછી જ તું આપણી કંપની સંભાળી શકીશ. પોતાના દીકરાને જીવનનું સત્ય સમજાવવા માટે સવજીભાઇને કડક થવું પડ્યું હતું.

પોતાની ઓળખ છૂપાવી પૂનાની એક હોટેલમાં ત્રાણ દિવસ નોકરીની શોધમાં ફર્યા પછી તેને નોકરી મળી. અને નોકરી આપવા માટે કેટલાય ઇન્ટરવ્યુ આપવા પડ્યા હતા.ત્રાણ દિવસ સુધી ભૂખ્યું રહેવું પડ્યું હતું ને એક સામાન્ય વ્યક્તિની જેમ ચાલીમાં પણ રહેવું પડ્યું હતું ને એને એક નહી પણ ત્રણ ત્રણ નોકરી બદલી હતી.
એ સમય પછી દ્રવ્ય ધોળકિયાને સાચી જિંદગીનો ખ્યાલ આવી ગયો ને પૈસાની કિંમત સમજાઈ. ત્યારબાદ તેની લાઇફસ્ટાઇલ જરૂર પૂરતી જ સીમિત રહી, એ સમય પછી એના જીવનમાં કોઈ જ શોખ મહત્વના નથી. પોતે એક આમિર બાપનો દીકરો હોવા છ્તા તે જમીન પર રહીને એને ગમતું જીવન જીવી રહ્યો છે. જિંદગીના પાઠ વ્યક્તિને અનુભવ પરથી જ શીખવા મળે છે. એ વાત અહીંયા સાવજીભાઈએ સાબિત કરી દીધી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here