ડૉ.હાથી’ ના નિધનથી દુઃખી ટપ્પુ એ લખી ભાવુક ચિઠ્ઠી, ‘તારક મેહતા…’ ની પુરી ટિમ દુઃખી..

0

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના ડૉ.હંસરાજ હાથીના નિધન પછી દર્શકોમાં દુઃખના વાદળ છવાઈ ગયા છે. તેને વર્ષોથી ટીવી પર જોઈ રહેલા દર્શકોની સાથે-સાથે શો ની પુરી ટિમ પણ સદમામાં છે.શો માં દયાભાભી નો કિરદાર નિભાવનારી દિશા વકાની એ કહ્યું કે, ”હું તે વાત પર વિશ્વાસ નથી કરી શકતી કે તે હવે અમારી વચ્ચે નથી રહ્યા, જે ખુબ જ શોકિંગ છે. તે જેવા ઓનસ્ક્રીન પર હતા તેવા જ ઓફ સ્કિન પર પણ હતા. તેને ખાવું અને ખવળાવવું ખુબ જ પસંદ હતું. મારા પ્રગ્નેન્સીના દરમિયાન તે સ્પેશિયલ મારા માટે ગુલાબજાંબુ લાવતા હતા.જ્યારથી આ ખબર સાંભળી છે હું ખુદને સંભાળી નથી શકતી”.

દિશા સિવાય શો ના નાના ટપ્પુ અને શો માં શરારત કરનારા ભવ્ય ગાંધી એ એક તસ્વીર શેયર કરતા તેને યાદ કર્યા હતા. આ તસ્વીરની સાથે તેણે ખુબ જ પ્રેમ ભરી વાત લખી, ”I will hold on to this hug…sleep in ease.
જણાવી દઈએ કે હાર્ટ એટેક આવવાને લીધે સોમવાર 9 જુલાઈ ના રોજ તેનું નિધન થયું હતું. 10 જુલાઈ ના રોજ બપોરના સમયે મુંબઈના મીરા રોડ હિન્દૂ શમશાન ભૂમિમાં તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!