ડૉ.હાથીને યાદ કરતા ભીની થઇ બબીતાજીની આંખો, કહ્યં-‘હું ખુબ જ શોક્ડ છું અને સેટ પર તો’…..અને

સબ ટીવી પર પ્રસારિત થનારો પોપ્યુઇલર શો ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ ના ડૉ.હંસરાજ હાથીનું સોવમરના રોજ નિધન થઇ ચૂક્યું છે, જે હાર્ટ એટેક ના લીધે થયું હતું. તેના નિધનથી શો ની પુરી કાસ્ટ સદમામાં છે. શો ની શૂટિંગ પણ રોકી દેવામાં આવી છે.શો માં બબીતાજી નો રોલ નિભાવનારી મુનમુન દત્તાએ કવિ કુમાર આજાદ ના નિધન પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ફેસબુક પર તેની અમુક તસવીરો શેયર કરતા લખ્યું કે, ”અમે તમને આવી જ રિતે યાદ કરીયે છીએ અને હંમેશા કરતા રહીશું”.
બબીતા લખે છે કે, ”હંમેશા ખુશ રહેનારા ઇન્સાન, જે સવાર-સવારમાં ખુશ રહીને, અને હસીને દરેકનું અભિવાદન કરે છે. અમે દૂર બેસીને તમારો ગાયનો સાંભળ્યા કરતા હતા. તેઓનો વાત કરવાનો તરીકો ખુબ જ ક્યૂટ હતો અને તે બધાના શુભચિંતક હતા. કોઈપણ પરિસ્થિતિમાં તે હંમેશા ખુશ જ રહેતા હતા”.
”આજે અમને કેવુ લાગી રહ્યું છે તે શબ્દોમ વર્ણવી પણ ન શકાય. સેટ પર આજે દરેકની આંખોમાં આંસુ છે. આ અમારા માટે એક મોટો ઝટકો છે. અમે કાલે જ સાથે શૂટિંગ કરી હતી, અમે તેના છેલ્લા લમ્હાઓને યાદ કરી રહ્યા છીએ”.
”ભગવાન તમારી આત્માને શાંતિ આપે ‘હાથી ભાઈ’. તમે તે નેકદિલ લોકોમાંના એક હતા, જેણે મેં આ જીવનમાં જાણ્યા છે. હું ખુશકિસ્મત હતી કે તમારી સાથે મુલાકાત થઇ. મારી સાથે સ્પેશિયલ સિંધી પરાઠા શેઇર કરવા માટે ખુબ ખુબ આભાર. હું હાથી ભાઈના જવાથી ખુબ જ દુઃખી છું”.
જણાવી દઈએ કે ડૉ.હાથીની ઉંમર માત્ર 37 વર્ષની હતી. ડૉ.હાથી વિશે વાત કરતા શો ના કિરદાર ભીડે એ કહ્યું કે,”તેમણે પોતાનું બધું જ કામ ખતમ કરીને દૂનિયાંને અલવિદા કહી દીધું. તે કંઈપણ કામ અધૂરું નથી છોડતા. તે હવે વાસ્તવિક રીતે આજાદ થઇ ગયા છે”.
”સોમવારે સવારે ફિલ્મસિટી માં એક સિકવેન્સ શૂટ કરવાનું હતું. પછી જાણ થઇ કે આઝાદની તબિયત ખરાબ છે તો અમેં તેના વગર જ શૂટિંગમાં આગળ વધી ગયા. તે મારી ખુબ જ નજીક હતા. રિયલ લાઈફમાં પણ તે ખાવાના ખુબ જ શોખીન હતા. તે જેવા જ સેટ પર આવતા કે પૂછતા કે આજે ટિફિનમાં શું લાવ્યા છો”. Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!