મૃત્યુના દિવસે ડૉ.હાથીએ દોસ્તાર જીગરજાન ‘જેઠાલાલ’ ને કર્યો હતો મેસેજ…થઇ હતી આ વાત

0

ડોક્ટર કવિકુમાર આજાદ જેને તારક મેહતા કા ઉલટા ચશમા માં ડોક્ટર હંસરાજ હાથીના નામથી જાણવામાં આવે છે, તેની અચાનક થયેલી મૃત્યુથી પુરી ટીવી ઇન્ડસ્ટ્રી સ્તબ્ધ છે. શો માં સાથે કામ કરી રહેલા લીડ એક્ટર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ને આ ખબર પર વિશ્વાસ જ નથી આવી રહ્યો. દિલીપ હાલના સમયે ફેમિલી ટ્રીપ પર લંડન માં છે, તેમણે જણાવ્યું કે, ‘આ ખરાબ સમાચાર સાંભળીને હું ખુબ જ શોક્ડમાં છું. મને આ વાત મારા ટિમ સાથીઓ પાસેથી જાણવા મળી છે. હું આ સમયે મારા પરિવાર સાથે લંડન માં છું. જ્યારે આ ઘટના બની, મારી સાથે કામ કરનારા લોકોના ફોન આવવા લાગ્યા. મને હજી પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે તે હવે અમારી વચ્ચે નથી રહ્યા.કવિ કુમારને યાદ કરતા દિલીપ કહે છે કે, ”તે ખુબ જ સારા સલાહકાર હતા અને ખુશમિજાજ ઇન્સાન હતા. તે હંમેશા ખુબ જ સકારાત્મક રહેતા હતા અને સેટ્સ પર પણ દરેકને ખુશ રાખતા હતા. કંઈપણ પરેશાની હોય એ શૂટ મિસ કરતા ન હતા. તે અમારા સેટના લાફિંગ બુદ્ધા હતા”.

કામનો અનુભવ શેયર કરતા દિલીપે જણાવ્યું,’દરેકનો પોતાનો પર્સનલ મેકઅપ રૂમ છે, અમે ત્રણ-ચાર લોકો જેવા કે ભીડે, પોપટલાલ અને હાથીભાઈ અને હું એક જ રુમમા જમા થતા હતા અને શોટ્સ પહેલા અને પછી ખુબ જ વાતો કરતા હતા. અમે ખુબ જ મજા કરતા હતા અને તેની ખુબ જ યાદ આવશે. તેની દરેક સવારે મને ગુડ મોર્નિંગનો મેસેજ મોકલવાની આદત હતી, અને હું પણ તેને રિપ્લાઈ કરતો હતો. હંમેશાની જેમ તે દિવસે પણ તેણે મને મેસેજ કર્યો હતો અને મેં રિપ્લાઈ કર્યો હતો. ભગવાન તેના આત્માને શાંતિ આપે”.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!