ભારત સાથે કર મુક્ત વેપાર સંધિ ખતમ કરશે અમેરિકા, 40 હજાર કરોડ રૂપિયાની કર મુક્ત આયાત બંધ થશે

0

અમેરિકાએ કહ્યું છે કે એ ભારત અને ટર્કી સાથે જનરલાઇઝડ સિસ્ટમ ઓફ પ્રેફરેન્સિસ (GSP) કાર્યક્રમના લાભાર્થીનો દરજ્જો પાછો ખેંચી લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ત્યાંની સંસદને આ જાણકારી આપી છે. અમેરિકાના કાયદાઓ પ્રમાણે આ બદલાવ નોટિફિકેશન જારી થયાના 2 મહિના પછી લાગુ પડી શકશે. અમેરિકાના જીએસપી કાર્યક્રમમાં સામેલ દેશોને વિશેષ પસંદગી આપવામાં આવે છે. અમેરિકા એ દેશો પાસેથી એક નિશ્ચિત કરેલી રકમની આયાત પર કર નથી લેતું.ભારત પર આની શું અસર થશે?
અમરિકાના જીએસપી કાર્યક્રમના લાભાર્થી વિકાસશીલ દેશોના ઉત્પાદનો પર અમેરિકામાં કોઈ આયાત કર નથી લાગતો. આ અંતર્ગત ભારતને 5.6 અબજ ડોલર (40,000 કરોડ રૂપિયા)ના એક્સપોર્ટ પર છૂટ મળે છે. જીએસપીથી બહાર થવા પર ભારતને આ ફાયદો નહિ મળે. ભારત જીએસપીનો સૌથી મોટો લાભાર્થી દેશ છે.

અમેરિકાની દલીલ શું છે?
ટ્રમ્પનું કહેવું છે કે તેને ભારતથી એ ભરોસો નથી મળી શક્યો કે એ પોતાના બજારોમાં અમેરિકન ઉત્પાદનોને બરાબરની છૂટ આપશે. અમેરિકાનું કહેવું છે કે ભારતમાં પ્રતિબંધોના કારણે એને વ્યાપારમાં નુકશાન થઇ રહ્યું છે. એ જીએસપીના માપદંડને પૂરું કરવામાં અસફળ રહ્યા છે. અમેરિકાએ ગયા વર્ષે એપ્રિલમાં જીએસપી માટે નક્કી કરવામાં આવેલી શરતોની સમીક્ષા શરુ કરી હતી.

ભારતે કહ્યું – વધુ અસર નહિ થાય 
વાણિજ્ય સચિવ અનૂપ વધાવનએ કહ્યું છે કે અમેરિકા સાથે આપણા સંબંધો મજબૂત છે. વેપારોથી જોડાયેલા મુદ્દાઓ પર આપણે વાત કરી રહયા છીએ. પરંતુ મેડિકલ ઉપકરણો મામલે સમજૂતી નહિ કરશે. જીએસપીના ફાયદાઓનું આર્થિક મૂલ્ય ઘણું વધારે નથી. અમેરિકાથી વાતચીત ચાલુ રાખીશું.

ટ્રમ્પે ગયા અઠવાડિયે પણ ધમકી આપી હતી
અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ભારતમાં આયાત કર ઘણો વધુ છે. અમેરિકાથી જનારી એક બાઈક પર ભારત 100% કર વસુલે છે, જ્યારે ત્યાંથી આવનાર આ રીતના સમાન પર અમેરિકા કોઈ ટેક્સ નથી લેતું. તેઓએ કહ્યું કે અમે પણ ભારતીય આયાત પર બરાબર ટેક્સ લગાવીશું.

ટર્કી માટે અમેરિકાએ દલીલ આપી છે કે જીએસપીમાં સામેલ હોવા બાદ લગભગ સાડા ચાર દશકમાં ટર્કીની અર્થવ્યવસ્થામાં ઘણો સુધારો થયો છે. ત્યાં ગરીબી ઓછી થઇ છે અને સકલ રાષ્ટ્રીય આવક પણ વધી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here