ડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ ગરીબ દર્દીનો મફત ઈલાજ કર્યો, વાંચો સ્ટોરી

0

જયારે હું એમબીબીએસનો વિદ્યાર્થી હતો ત્યારે જ મેં વિચારી લીધું હતું કે તે એ લોકો માટે કાઈ પણ કરી છૂટશે જેમને ગરીબીના કારણે વ્યવસ્થિત ઈલાજ નથી મળી શકતો. ૧૪ ઓગસ્ટ ૧૯૭૩ના દિવસે તેઓ પાસ થયા અને બીજા જ દિવસથી મારા પિતાએ મારા માટે ગામમાં ફ્રી કલીનીક ખોલી આપ્યું. પહેલા માંડ ૮ થી ૧૦ પેશન્ટ આવતા હતા. થોડા સમય પછી આસપાસના ગામના લોકો પણ આવવા લાગ્યા.

અત્યારે આ જગ્યાએ લોકો એ શનિવાર રાતથી લાઈન લગાવીને તૈયાર થઇ જાય છે દર રવિવારે અહિયાં ૧૨૦૦ જેટલા પેશન્ટનો ઈલાજ કરવામાં આવે છે. ૧૯૭૪થી આજ સુધી એક પણ એવો રવિવાર નથી જયારે આ કલીનીક બંધ રહ્યું હોય. આટલા બધા લોકોને જોતા જોતા રાત થઇ જાય છે પણ એકપણ દર્દીને ઈલાજ કર્યા વગર કલીનીક બંધ નથી કરવામાં આવતું.

પહેલા હું એકલો જ આ કામ કરતો હતો. લગ્ન પછી મારી પત્ની પણ અહિયાં આવવા લાગે છે. હવે અમારા બંને ડોક્ટર દિકરાઓ અહિયાં આવે છે. અમારી ૩૫ લોકોની ટીમ છે જેમાં ૧૦ દાંતના ડોક્ટર, ૬ નર્સ અને બીજા સાથી લોકો છે એ એવા લોકો છે જે ક્યારેક અહિયાંથી ઈલાજ કરાવીને ગયા હોય અને આજે અહિયાં સેવા આપી રહ્યા હોય અમ એક રીક્ષા ચાલક છે જેણે ૮ વર્ષ પહેલા પોતાનો ઈલાજ કરાવ્યો હતો. ત્યારબાદ તેમણે અહિયાં સેવા આપવાનું કામ શરુ કર્યું.

ત્યારથી આ વ્યક્તિ એ દર રવિવારે ૬૦ કિલોમીટર દુર આવી ને લોકોની મદદ કરે છે. ૪૪ વર્ષો થી ચાલી રહેલ આ કાર્યનું મકસદ ફક્ત એટલું જ છે કે એવા જે પણ લોકો છે જેમની પાસે પૈસા નથી તેઓ પણ પોતાનો સારો ઈલાજ કરાવી શકે. દરેક દર્દીનું હું જાતે જ ચેકિંગ કરું છું પછી જ બીજા ડોક્ટર પાસે એ દર્દીને મોકલું છું.

આ મારા જીવનના સિક્કાની એક બાજુ છે અઠવાડિયાના રવિવાર સિવાયના બીજા દિવસો દરમિયાન હું હોસ્પિટલમાં પ્રેક્ટીસ કરું છું તેના માટે ફી પણ લઉં છું. પણ રવિવારના દિવસે હું પ્રયત્ન કરું છું કે સમાજ પાસેથી મેં જેટલું લીધું છે એને હું જરૂરીયાત લોકો સુધી પહોચાડી શકું. આમાં સૌથી વધુ મહત્વ છે પરિવારના સહયોગ. મારી પત્ની અને મારા બંને દિકરાઓ પણ આ કામમાં મારી સાથે જ છે. એટલા માટે મને લાગે છે કે હું નહિ હોવ ત્યારે પણ એકપણ રવિવાર એવો નહિ હોય જયારે આ કલીનક બંધ રહેશે.

આ બધું જે તમે અત્યાર સુધી વાંચ્યું એ કહેવું છે કન્સલ્ટીંગ ફીઝીશીયન અને કાર્ડિયોલોજિસ્ટ ડૉ. રમણનું, આ ડોક્ટર એ અમિતાભ બચ્ચન, સ્વ.રાજકુમાર અને બીજા ઘણા રાજ્યના મુખ્યમંત્રીઓના ઈલાજ કરી ચુક્યા છે. તેમનું આ સેવા કામ અહિયાં જ પૂર્ણ નથી થતું. તેઓ પોતાના કલીનીક સિવાય જરૂરિયાત લોકોની મદદ કરે છે. ૫૦ સ્કૂલોને તેમણે દત્તક લીધેલ છે. એ બધી સ્કુલોમાં તેઓ ફર્નીચર પણ આપે છે અને ત્યાના દરેક બાળકને તેઓ દરવર્ષે યુનિફોર્મ અને પુસ્તકો પણ આપે છે. લોકોને એકબીજાની બીમારી થાય નહિ તેના માટે તેઓએ પોતાના ખર્ચે અનેક ગામોમાં ૬૭૯ ટોયલેટ બનાવડાવીયા છે. એક ગામમાં પાણીની સમસ્યા હતી તો તેમણે ૧૬ ગામોમાં બોરવેલ પણ કરાવી આપ્યા છે. બે ગામોમાં સ્ટ્રીટ લાઈટોનું કામ પૂરું કરી દીધું છે. અમુક ગામોમાં કામ હજી ચાલી રહ્યું છે. તેમનું આ કલીનીક એ બેંગલુરુ પાસે આવેલ એક ગામમાં ચાલે છે.

જયારે આ કામની શરૂઆત થઇ ત્યારે પહેલા ૮ થી ૧૦ લોકો જ આવતા હતા અત્યારે અહિયાં ૧૨૦૦ દર્દીઓ આવે છે. ડૉ. રાવ કહે છે કે દવાઓ મફત આપવી જરૂરી હતી કેમકે વધારે પડતા લોકો એ આટલી મોંઘી દવાઓ લઇ શકે તેમ હતા નહિ. જો આમ કરે છે તો તેઓ થોડા સમય પછી દવાનો કોર્સ પૂરો કરશે નહિ એટલા માટે અહિયાં આવવાવાળા લોકોને દવાઓ તો ફ્રી આપે જ છે પણ સાથે સાથે અહિયાં આવનાર લોકોને તેઓ જમવાનું પણ આપે છે. ડૉ. રાવને તેમના કામ માટે ૨૦૧૦માં પદ્મ શ્રીથી સન્માન આપવામાં આવ્યું હતું.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here