ડૉ.હંસરાજ હાથીના નિધનને લીધે સદમામાં ‘દયાભાભી’ અને જેઠાલાલ, કહી આ વાત…વાંચો અહેવાલ

0

સબ ટીવીના ફેમસ કોમેડી શો ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ માં ડોક્ટર હંસરાજ હાથીનો કિરદાર નિભાવનારા કવિ કુમાર આજાદનું સોમાવાર સવારે નિધન થઇ ચૂક્યું છે. તેના નિધનને લીધે ફેન્સ સહીત શો ની પુરી ટિમ સદમાંમાં છે. શો માં દયાભાભી નો કિરદાર નિભાવનારી દિશા વકાનીએ કુમાર આજાદના નિધન પર ઊંડો શોક જતાવ્યો છે. હાલ દિશા પોતાના મેટરનિટી બ્રેક પર છે. વાતચીત દરમિયાન દિશાએ કહ્યું કે, ”મને અત્યારે પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે તે હવે અમારી વચ્ચે નથી રહ્યા. જે ખુબ જ શોકિંગ છે. તે ખુબ જ ઉમદા ઇન્સાન હતા”.

ડૉ. હાથીને યાદ કરતા-કરતા દિશા વકાની ખુબ જ ઈમોશનલ થઇ ગયા હતા કે કેવી રીતે ડૉ.હાથી ને ખાવાનો ખુબ જ શોખ હતો, તેને બટેટાની બનેલી વાનગી ખુબ પસંદ હતી. તે અસલી જીવનમાં પણ એવા જ હતા જેવા તે ઓનસ્ક્રીન પર હતા. તેમને ખાવું અને ખવળાવવું ખુબ જ પસંદ હતું. મને અત્યારે પણ યાદ છે કે પ્રેગનેન્સી દરમિયાન તે કેવી રીતે મારા માટે ગુલાબજાંબુ લાવ્યા હતા. જ્યારથી મેં તેના નિધનની ખબર સાંભળી છે, મને વિશ્વાસ જ નથી આવી રહ્યો.

સાથે જ દિશાએ ખોટી ખબરો પર પણ પોતાનો ગુસ્સો નીકાળ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કવિ ની તબિયત ખુબ જ ખરાબ રહેતી હતી અને તે દારૂ પિતા હતા. દિશાએ કહ્યું કે, ”મને સમજમાં નથી આવતું કોઈ કેવી રીતે આવું કહી શકે. તે વ્યક્તિ વિશે ખોટી ખબરો લખવી ઉચિત નથી, જે હવે આ દુનિયામાં નથી. હું મીડિયાને વિનંતી કરું છું કે તેઓ ફેક્ટ્સન પુરી રીતે જાણી લે અને કોઈપણ રિપોર્ટને જેમ-તેમ ફોલો ન કરે. એક રિપોર્ટમાં મેં વાંચ્યું હતું કે કવિ એ દારૂ પી રાખ્યો હતો જે એકદમ ખોટી વાત છે. આવી ખોટી વાતો સાંભળી ને ખુબ જ દુઃખ થાય છે.

જણાવી દઈએ કે સોમવાર સવારે કાર્ડિએક અરેસ્ટને લીધે ડૉ.હાથી એટલે કે કવિ કુમાર આજાદનું નિધન થઇ ગયું છે. ટીવી શો સિવાતું તેમણે ‘મેલા’, ‘ફન્ટુશ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!