10 ફેબ્રુઆરી: નાના બાળકોની બુદ્ધિના વિકાસ માટે વસંત પંચમીના દિવસે કરો આ 4 કામ, થશે માતા સરસ્વતીની કૃપા

0

વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા થાય છે. માતા સરસ્વતીની પૂજા બુદ્ધિના વિકાસ માટે કરવામાં આવે છે. આ દિવસે માતા સરસ્વતીની ઉપાસના કરવાથી ફક્ત તમારી જ બુધ્ધિ વધતી નથી, પણ તમારા પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ છે. આટલું જ નહિ, જો તમારા ઘરમાં તાજેતરમાં બાળકનો જન્મ થયો હોય, તો વસંત પંચમીનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ છે. જો તમે આ દિવસે તમારા બાળકને અન્ન ચટાડશો તો તમારું બાળક ખૂબ બુદ્ધિશાળી બનશે.

વસંત પંચમીના દિવસે, છ મહિના સુધીના બાળકને પ્રથમ વખત ખોરાક ચટાડવામાં આવે છે, જેને પ્રાશન સંસ્કાર એટલે કે બાળકને પ્રથમ વાર ખોરાક ખવડાવવાનું કહેવામાં આવે છે. જો તમે તમારા નાના બાળકને પહેલી વખત ખોરાક આપવાનું વિચારી રહ્યા છો અને એ છ મહિનાનું થઇ ગયું છે, તો પછી વસંત પંચમીનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે. આ વખતે વસંત પંચમી 10 ફેબ્રુઆરી છે. તો હવે એ જાણવું મહત્વપૂર્ણ છે કે તમે તમારા બાળકના બૌદ્ધિક વિકાસને કેવી રીતે કરી શકો છો.

ચાંદીની ચમચીથી ખીર ખવડાવો

જો તમારું બાળક અત્યારે દૂધ પીવે છે અને તે છ મહિનાનું થઇ ગયું છે, તો પછી વસંત પંચમીના દિવસે તેને નવા કપડા પહેરાવી અને બાજોઠ પર લાલ કપડું પાથરીને તેને બેસાડો. આ પછી, બાળક માતા સરસ્વતીની પૂજા કરે અને પછી બાળકને ચાંદીની ચમચીથી ખીર ખવડાવો. આમ કરવાથી, બાળકનો બૌદ્ધિક વિકાસ ખૂબ જ ઝડપી થશે અને ભવિષ્યમાં તે એક બુદ્ધિશાળી વ્યક્તિ બનશે. આ ઉપરાંત, ખીરથી જ બાળકની જીભ પર શ્રી અથવા ૐ લખો, આમ કરવાથી, તે ખૂબ બુદ્ધિશાળી બનશે.

બાળકની જીભ પર મધથી આ લખો 

સરસ્વતી પૂજાના દિવસે, માતા-પિતા બાળકને ખોળામાં લઈને તેની જીભ પર દાડમ કે ચાંદીની કલમને મધમાં બોળીને શ્રી કે ૐ લખો. ત્યાર પછી બાળકને ખોળામા લઈને માતા સરસ્વતીની પૂજા કરો. આમ કરવાથી તમારા બાળકને ક્યારેય પણ બૌદ્ધિક સમસ્યા નથી થતી, અને તેનું મન ભણવામાં લાગે છે, અને આગળ ચાલીને તમારું નામ રોશન કરે છે.

ચાકની પૂજા કરાવો 

સરસ્વતી પૂજાના દિવસે પોતાના બાળક પાસેથી ચાક અને કાળા રંગની પટ્ટીની પૂજા કરાવો. તેના માટે તમને નાના બાળકને ખોળામાં લઈને તેના હાથથી ચાક અને કાળા રંગની પટ્ટી અડાડો અને પછી માતા સરસ્વતીને ચઢાવો. આમ કરવાથી તમારું બાળક ભણવામાં સૌથી આગળ રહેશે અને તમારું નામ રોશન કરશે. અને આગળ ચાલીને મોટું પદ હાસિલ કરશે.

બ્રાહ્મણને વેદશાસ્ત્ર દાન કરાવો 

સરસ્વતી પૂજાના દિવસે પોતાના બાળક પાસેથી કોઈ બ્રાહ્મણને વેદશાસ્ત્ર દાન કરાવો. જેના માટે તમે જયારે પણ બ્રાહ્મણને દાન કરો એ પહેલા બાળકના હાથ અડાડી દો. આ સિવાય તમે બાળકને ખોળામાં બેસાડીને સરસ્વતી મંત્ર – श्री सरस्वत्यै स्वाहाથી દેવી પૂજા કરો. આમ કરવાથી તમારું બાળક ઉચ્ચ શિક્ષણમાં સફળ થશે અને કોઈ મોટો અધિકારી બનશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here