આ દિવાળી પર મહેમાનોને ખવડાવો 7 પ્રકાર ના ઘરે જ બનાવેલો મુખવાસ, નોંધી લો રેસિપી સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને ..

0

દિવાળી એક એવો ત્યોહાર છે જે ભરતભરમાં ઉજવવામાં આવે છે, દિવાળી આવતા જ લોકો ઘણા દિવસ પહેલાથી જ બધી તૈયારીઓ શરૂ કરી ડેટા હોય છે. જેમાં નાસ્તા બનાવવા, ઘરની સાફ સફાઈ, પરિવારના લોકોને આપવા માટે ગિફ્ટ, તેમજ નવા નવા કપડાની ખરીદી અને આવનાર મહેમાનોના સ્વાગત માટે મુખવાસ. તો આજે અમે તમને એક નહી પણ એક સાથે 11 મુખવાસની વેરાયટી એ પણ પરફેક્ટ રીત સાથે શીખવવાના છીએ જેમાં સાદા મુખવાસથી લઈને પાન મુખવાસ અને આંબળાના મુખવાસ પણ આવી જાય છે. તો ફટાફટ આજે શીખી લો સ્વાદિષ્ટ, ટેસ્ટી અને સરસ મજાનાં મુખવાસ. આ મુખવાસ આવનાર મહેમાનો ખાતા જશે ને વાહ વાહ બોલતા જશે…

મસાલેદાર સોપારીનો મુખવાસ :

 • 400 ગ્રામ સોપારી
 • 20 ગ્રામ તજ-લવિંગ-એલચી
 • 30 ગ્રામ જેઠી મધના લાકડા
 • 3 ગ્રામ જાવંત્રી
 • 3 ગ્રામ ઇલ્મીટ ફુલ

રીત

બધી જ સામગ્રીને ખાંડી નાખો ને એકદમ બારીક ચાળણીની મદદથી ચાળી લો. પછી બધુ જ ભેગું કરીને એક એર ટાઈટ ડબ્બામાં ભરી દો. તો તૈયાર છે તમારો સોપારીનો મસાલેદાર મુખવાસ. આવનાર મહેમાનના સ્વાગત માટે બેસ્ટ ઓપ્શન છે ને સાથે સાથે આ મુખવાસ ચાવીને ખાવો પડતો હોવાથી દાંત મજબૂત બને છે. બધુ ખાંડી મેંદાની ઝીણી ચાળણીથી ચાળી બોટલમા ભરી લો. આ મુખવાસમાં રહેલી સોપારી દાઢ અને પેઢા મજબૂત કરે છે.

દ્રાક્ષ નો મુખવાસ

સામગ્રી

 • 30 ગ્રામ કાળી દ્રાક્ષ
 • 1, લીંબુ
 • 100 ગ્રામ દળેલી ખાંડ
 • 21/2 જીરા પાઉડર
 • જરૂર મુજબ મીઠું

રીત

કાળી દ્રાક્ષ લો એક વાસણમાં અને તેમાં લીંબુનો રસ અને દળેલી ખાંડ ઉમેરી બધુ સરસ મિક્સ કરી ને થોડું ક્રશ કરો. પછી એક ખાંડનો પાઉડર બધુ મીકસ કરી ક્રશ કરી લો. પછી એમાં જીરા પાઉડર, મીંઠું ને પાણી ઉમેરી એની નાની નાની ગોળીઓ બનાવી લો.

ગળી વરિયાળી

સામગ્રીઃ

 • 4 કપ વરિયાળી
 • 2 કપ ખાંડ
 • 1 કપ પાણીનો

સૌ પ્રથમ ચાસણી બનાવવી :

એકકઢાઈમાં પાણી અને ખાંડ કાઈને એને ગેસ પર ગરમ કરવા મૂકો. ખાંડ ગરમ પાણીમાં ઓગળી જશે ને ચાસણી બનશે ત્યારે કલર પણ બદલાઈ જશે. આમ ધીમા તાપે થોડીવાર ઉકાળવા દેવી. ત્યારબાસ આ ચાસણી ઠંડી પડે એટ્લે એમાં વરિયાળી નાખી હલાવવું. ચાસણીમાં વરિયાળી બરાબર મિક્સ થઈ જાય એટ્લે આ વરિયાળીને એક કપડામાં પાથરી દેવી. 3 થી 4 ક્લાક પંખા નીચે સુકવવી, તો તૈયાર છે તમારો ગળી વરિયાળીનો મુખવાસ .

આદુ આમળા નો મુખવાસ

સામગ્રી:

 • એક કિલો આમળા
 • 50 ગ્રામ આદું
 • મીઠુ
 • 700 ગ્રામ ખાંડ

રીત

આમળાને પાણીથી ધોઈ ને કોરાકરી ખમણી લેવા. આદુ ની છાલ ઉતારી ખમણી લેવું. હવે એક તપેલીમાં ખાંડ, મીઠું, આદું નું છીણ અને આમલા નું છીણ લઈ ખાંડ ઓગળે ત્યાં સુધી બરાબર મિક્સ કરો.

આ મિશ્રણને ઘરમાં જ એ જ તપેલામાં બે દીવાસ સુધી ઢાંકીને રાખવું. પછી આ ખમણને નીચોવી લઈને એક થાળીમાં રાખી સૂકવી દો. 2 કે 3 દિવસમાં આ મુખવાસ સુકાઈ જાય એટ્લે એર ટાઈટ બરણીમાં ભરી રાખો.

પાનનો મુખવાસ

સામગ્રી-

 • 1 વાટકી ઝીણા સમારેલા નાગરવેંલનાં પાન
 • 1 નાની વાટકી કલરવાળી વળીયાળી
 • 2 ચમચી ઘાણાદાર
 • 1 ચમચી કાચી વળીયાળી
 • 1 ચમચી ઝીણી કટકી સોપારી
 • 1 ચમચી ગુલકંદ
 • 1/2 ચમચી સિલ્વર બોલ્સ
 • ચપટી ઠંડાઇ પાવડર
 • 1/4 ચમચી કાથો

રીત:

ઍક બાઉલમા સૌ પ્રથમ બધી જ સૂકી વસ્તુ લઈને મિક્સ કરી લો.પછી તેમાં ગુલકંદ અને કાથો એડ કરી બધુ જ મિક્સ કરી લો.

તો તેયાર છે ઍકદમ ટેસ્ટી પાન મુખવાસ.આ મુખવાસ કાચની બરણીમાં ભરીને રાખશો તો 10 દિવસ સુધી સારો રહેશે.

કાશ્મીરી ડ્રાયફ્રૂટ્સ નો મુખવાસ

સામગ્રી :

 • ૫૦૦ ગ્રામ બદામ ના ઝીણા કટકા
 • ૫૦૦ ગ્રામ ખારેક ના ઝીણા કટકા
 • ૨ ચમચો શેકેલી અળસી
 • ૨ ચમચો ધાણાદાળ શેકેલી
 • ૨ ચમચો વરિયાળી શેકેલી
 • ૫૦ ગ્રામ કોપરું શેકેલું
 • ૫૦ ગ્રામ સફેદ તલ લેવા શેકેલા
 • ૫૦ ગ્રામ કાળા તલ લેવા શેકેલા
 • ૧ ચમચો હરી પત્તી
 • ૨ ચમચી કાશ્મીરી મસાલો
 • ૧ ચમચી ઘી

રીત :

એક કઢાઈમાં ઘી ગરમ કરો એમાં બદામના ઝીણા ટુકડાને સાંતળી લેવા ખારેકના નાના ટુકડા કરી એને પણ ઘીમાં સાંતળી લેવાના. એક બાઉલમાં ઉપરની બધી શેકેલી સામગ્રી ભેગી કરવી અને એમાં કાશ્મીરી મસાલો મિક્સ કરો અને પછી એક ઍરટાઇટ ડબ્બામાં ભરી લેવો.

આમળા નો મુખવાસ

સામગ્રી:

 • 1 કપ છીણેલા આમળા
 • 1/2 કપ છીણેલું બીટ
 • 1/2 કપ ખાંડ
 • 1/2 ચમચી ઝીણું છીણેલું આદુ
 • 1/2 ચમચી સંચળ

રીત:

સૌ પ્રથમ આમળા અને બીટ ને મોટા કાણાવાળી છીણી માં છીણી લેવું અને આદુ ને પણ ઝીણું છીણી લેવું. આમળા, બીટ, ખાંડ, આદુ ને સંચળને એક વાસણ માં મિક્ષ કરી બે દિવસ માટે રાખવું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. બે દિવસ પછી ચારણી માં નીતરી લેવાનું. પછી પ્લાસ્ટીક પર માટે તડકે સુકવવા દેવું. તો તૈયાર છે તમારો આમળા નો મુખવાસ.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here