દિવાળીનાં શુભ મુહૂર્તો, તિથિ ,પૂજા વિધિ જાણો ક્લિક કરીને

0

  • 5મી નવેમ્બર સોમવાર ધનતેરસ
  • છઠ્ઠી નવેમ્બર મંગળવાર કાળીચૌદસ
  • 7મી નવેમ્બર બુધવાર દિવાળી
  • 8મી નવેમ્બર ગુરુવાર બેસતુ વરસ
  • 9મી નવેમ્બર શુક્રવાર ભાઈબીજ

પૂરા દેશમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે દર વર્ષે આ તહેવાર કાર્તિક મહિનાની અમાવસ્યાના દિવસે આવે છે. આ તહેવાર અંધકારને પ્રકાશમાં બદલવાનો સંકેત આપે છે. દિવાળીના દિવસોમાં માતા લક્ષ્મીજીની પૂજા ખૂબ જ મહત્વ છે. આ તહેવાર ૫ નવેમ્બર ધનતેરસથી શરૂ થઈને 9 ભાઇબિજ સુધી ચાલે છે.

2018માં દિવાળી અને તેવા સાત નવેમ્બરે બુધવારના દિવસે મનાવવામાં આવે છે 6 નવેમ્બરે અમાવસ્યા શરૂ થાય છે અને 7 નવેમ્બર 2018 બુધવારના દિવસે સમાપ્ત થાય છે.

લક્ષ્મી પૂજાનું શુભ સમય 17: 57 મિનિટ થી 19:56 મિનિટ સુધી હશે.

પ્રદોષ કાળ નો સમય 5: 30 મિનિટ થી 8 :11 મિનિટ સુધી.

લક્ષ્મી પૂજન વિધિ:-

દિવાળીના દિવસોમાં લક્ષ્મીજીની પૂજાનું વિશેષ મહત્વ છે આ દિવસે સાંજના સમયે અથવા તો રાત્રિના શુભમુહૂર્તમાં લક્ષ્મી જી ભગવાન ગણેશ અને માતા સરસ્વતીની પૂજા કરવામાં આવશે.

પુરાણોમાં એવી માન્યતા છે કે કાર્તિક અમાવસ્યાને અંધેરી રાત મા લક્ષ્મી ધરતી પર આવે છે. તેથી દિવાળીના દિવસોમાં ઘરને સાફ અને પ્રકાશમાન રાખવુ જોઈએ. લક્ષ્મીજીની કૃપા આ પૂજાની સાથે ભગવાન કુબેરની પણ પૂજા કરવામાં આવે છે.

લક્ષ્મીજીની પૂજા પહેલા ઘરની સાફ-સફાઈ સારી રીતે કરવી જોઈએ તેમજ ઘરમાં ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ કરવું જોઈએ ઘરના દ્વાર પર રંગોળી અને દીવા ની સજાવટ કરવી જોઈએ.

મા લક્ષ્મીજીની પૂજા માટે પૂજાસ્થળ સાફ કરીને એક લાલ કલરના કપડા પર માતા લક્ષ્મીની તેમજ ગણેશજીની મૂર્તિ મૂકી અને જળ ભરેલો કળશ રાખવો. પછી માતા લક્ષ્મીજી અને ગણેશની મૂર્તિ ઉપર ટિલક ધૂપ અગરબત્તી કરવા. માત્ર લક્ષ્મીજીની સાથે મા સરસ્વતી ભગવાન વિષ્ણુ અને કુબેર ભગવાનની પણ પૂજા કરવી જોઈએ માન્યતા છે કે માં લક્ષ્મીજીની પૂજા પછી તિજોરી, ચોપડા પૂજન વગેરે કરવું જોઈએ.

દિવાળીના દિવસોમાં વિધિ-વિધાનથી લક્ષ્મીજીની પૂજા અર્ચના કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે અને ઘન, સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થશે .

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here