દિવાળી પર તમારા ઘરને આવી રીતે શણગારો, ચોક્કસ પધારશે માં લક્ષ્મી….આર્ટિકલ માં દર્શાવ્યા પ્રમાણે કરો

0

આ વખત ની દિવાળી પર તમે પણ તમારા ઘર ને કઈક ખાસ રીતે શણગારો જેથી મહેમાન તમારા ઘરે આવે ત્યારે તેના વખાણ કરતા ના થાકે. જો તમને પણ સમજ માં ન આવતું હોય કે આખરે શરૂઆત ક્યાંથી અને કઈ રીતે કરવી તો હવે તમારે ચિંતા કરવાની કોઈજ જરૂર નથી. આજે અમે તમને ઘરની તૈયારીઓ માટે અમુક ખાસ વાતો જણાવીશું જેનાથી તમે તમારા ઘરને સારી રીતે શણગારી શકશો અને દિવાળી નો ભરપૂર આનંદ ઉઠાવી શકશો.

1. ઘરને ગલગોટા ના ફૂલ થી શણગારી શકો છો. ઘરના મુખ્ય દરવાજા પર રંગોળી જરૂર બનાવો અને તેની ચારે બાજુ ડિઝાઇન વાળા દીવડાઓ પ્રગટાવો. જો તમને રંગોળી બનાવતા નથી આવડતું તો બજારમાં ઘણા પ્રકારના રંગોળી ના સ્ટીકર્સ પણ મળે છે તેને પણ તમે રંગોળી ની જગ્યા પર ચોંટાડી શકો છો.2. દરવાજા પર તોરણ ચોક્કસ લગાવો. બજારમાં ઘણા પ્રકારના તોરણ ઉપલબ્ધ છે આ સિવાય તમે જાતે જ ફૂલ અને લીલા પાન થી તોરણ તૈયાર કરી શકો છો.

3. ઘરના ઈન્ટિરીય માં સજાવટી વસ્તુઓ નું વિશેષ મહત્વ હોય છે. ઘરની સજાવટ માટે દીવાલો પર પેઈન્ટીંગ અને વોલ આર્ટ પણ લગાવી શકો છો. રૂમ ના દરેક ખૂણામાં અરોમા થૈરેપી ના કૈંડલ જરૂર લગાવો. તે રૂમ ને સુંદર બનાવાની સાથે સાથે ઘરમાં એક હલકી સુંગંધ પણ વિખેરે છે.4. ઘરના શણગાર માટે લાઈટ તેમજ લૈમ્પ નો પણ પ્રયોગ કરી શકો છો. લૈમ્પ માં હેંગિંગ તેમજ ફ્લોર પરના ઘણા લૈમ્પ ઉપલબ્ધ છે, જે લાકડા, કાંચ, પેપર, કપડાં વગેરે થી બનેલા હોય છે.5. દિવાળી પર રંગોળી તો બનતી જ હોય છે, પણ જો તમે દરેક વખતની ફૂલો ની કે રંગો ની રંગોળી થી થાકી ગયા છો તો આ વખતે ક્રિસ્ટલ અને બીડ્સ ની રંગોળી બનાવી જુઓ, તે એકદમ અલગ દેખાશે. માર્કેટ માં રેડીમેડ રંગોળી ઓ પણ મળે છે, કે પછી તમે ઈચ્છો તો તેને ઘરે જાતે જ બનાવી શકો છો. તેમાં દીવડાઓ અને ગણેશ જી ની મૂર્તિ પણ શણગારી શકો છો.6. દિવાળી ના દિવસે પૂજા ની થાળી નું પણ એક અલગ જ મહત્વ હોય છે. તમે તમારા મંદિર ને શણગારો, તેમાં રાખેલી મૂર્તિઓ ને શણગારો અને છેલ્લે આરતી ની થાળી ને રંગબેરંગી કપડા, તારલા, ફૂલો વગેરે થી શણગારો. Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here