આજે જાણો આ દિવાળી પર માતા લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન કરવા તેના વિશે ….11 વાત જાણી લો

0

લક્ષ્મીજીને ખુશ કરવા માટે અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસથી ઉતમ કોઈ દિવસ ન હોય શકે. આ ભૌતિક યુગમાં સુખસમૃદ્ધિ અને ધનસંપત્તિ પ્રાપ્ત કરવી એ માતાના આશીર્વાદ વગર શક્ય નથી. એટલા માટે આજે તમને એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેના કરવાથી લક્ષ્મીજીની કૃપા તમારા પર થશે ને મા લક્ષ્મી પ્રસન્ન પણ રહેશે. આ રસાલ ઉપાય કરવા માટે દિવાળીના પાંચ દિવસમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેવા કેટલાકને ખૂબ જ સરળ સૂચનો આપવામાં આવે છે:

1- દિવાળીનો તહેવાર પાંચ દિવસનો હોય છે. ધનતેરસ, ચૌદસ દિવાળી, ગોવર્ધન પૂજા અને ભાઈ બીજ તહેવાર. પાંચ દિવસ દીવા પ્રગટાવવા જોઈએ. (ચાર નાના અને એક મટો )દીવો મૂકતાં પહેલાં નીચે એક આસન પાથરવું પડે ને પછી ચોખાની ઢગલી કરી એના પર દીવા મૂકવા. આમ કરવકાથી ઘરમાં ધનનું આગમન થાય છે.

2 . દિવાળીના દિવસે સવારે પીતળ અથવા તાંબાનો કળશ લઈને એમાં શુદ્ધ જળ ભરો. એમાં થોડી lહળદર નાખી આ કળશને પૂજામાં સ્થાપિત કરો દિવાળીની સવારે પૂજા દરમ્યાન આ શુદ્ધ પાણી ને પીળા ફૂલો વડે આખા ઘર પાણીમાં થોડી છાંટકાવ કરો અને બાકી રહેલાં પાણીના તુલસીનો છોડ અર્પણ કરો આ પૂજા કર્યા બાદ માતા લક્ષ્મીની તમારા ઘરે સદેવ ક્ક્રિકૃપા બની રહેશે.

તે 3- દિવાળીના પૂજન સમયે તમારી પત્નીને લાલ રંગનું વસ્ત્ર ગિફ્ટ કરો. આમ કરવાથી માતા લક્ષ્મી ખુશ થશે ને તમારા પર ધનની દેવીની કૃપા બની રહેશે. પ્રયત્ન કરો કે આ દિવાળી પર તમે તમારી પત્નીને લાલ રંગનું કોઈ વસ્ત્ર ગિફ્ટ કરો.

4- દિવાળીની રાતે મુખ્ય પ્રવેશદ્વાર માં ઘઉં ઢગલી કરો આવું ઘરમાં દરેક ઓરડામાં પણ કરવું ને પછી ચોખ્ખા ઘીનો દીવો પ્રગટાવવો. જે આખી રાત જલતો રહે. આમ કરવાથી રાત્રીના કોઈપણ સમયે માતા લક્ષ્મીની તમારા ઘરમાં પ્રવેશ કરશે. આ ઉપાય અસરકારક માનવામાં આવે છે.

5. આ દિવાળીના દિવસે ઘરમાં કપૂર સળગાવો અને ચોખ્ખી જગ્યા પર મૂકી દો. પછી જે રાખ નીકળે તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો. આમ કરવાથી વ્યાપારમાં સફળતા મળશે.

6. સોપારી અને તાંબાનો દિવાળીની રાત્રે હાથમાં લઈને પીપળાના ઝાડ પાસે મૂકી આવવો. અને પ્રણામ કરી જે ઈચ્છા હોય તે બોલ્યા પછી અને સોપારીને પીપળાને અર્પણ કરો. અને માથું નમાવી ઘરે પાછું વળી જવું.

7. બેસનના લાડુ દિવાળીની સાંજે લાવીને અને તેના પછી આવતા દર બુધવારે પણ આ બેસનના લાડુ લાવીને ઘરના ગૃહ સ્વામી પરથી માથેથી સાત વાર ઉતારી તેને ઘરની બાહર કે ચાર રસ્તા પર મૂકી આવવા. આમ કરવાથી ઘરના માલિકની આયુમાં વૃદ્ધિ થાય છે.

8. સુગંધિત ધૂપ લાવીને દિવાળીના દિવસે કોઈપણ લક્ષ્મી મંદિરમા અર્પણ કરો.

9. દિવાળીના દિવસે કાળા તલ લઈને પરિવારના બધા સભ્યોના માથા પરથી સાત વાર ઉતારી ઘરની બહાર મૂકી આવવા.

10. દિવાળીના દિવસે ઘરની બહાર સ્વસ્તિકની રંગોળી કરવી. માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થશે.

11. ભાઇબીજના દિવસે એક મૂઠી બાસમતી ચોખા લઈને વહેતી નદીમાં વહાવી દો. આમ કરવાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થશે ને આ પ્રયોગ દરેક પુરુષે કરવો જોઈએ.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here