દિવાળી પર આવી રીતે પ્રગટાવો દીવડા, આવશે સુખ સમૃદ્ધિ….આ 5 વાત યાદ રાખો

0

દરેકના ઘરોમાં દિવાળી ના તહેવારની ઉજવણી ની તૈયારીઓ શરૂ થઇ જ ગઈ છે. માતા લક્ષ્મી ને ખુશ કરવા માટે લોકો દરેક પ્રકારના ઉપાયો કરતા હોય છે. આ ખાસ પર્વ પર દીવડાઓ નું ખુબ જ મહત્વ છે. દિવાળી હોય અને ચારે બાજુ દીવડાઓ ના હોય એવું તે કઈ રીતે બને! દિવાળી નો આ તહેવાર જ રોશની નો તહેવાર છે. બજારમાં આજ-કાલ  જાત-જાત ની લાઇટ્સ મળે છે પણ દીવાનું પોતાનું ખાસ મહત્વ આજે પણ એટલું જ છે જેટલું પહેલા હતું. આજે અમે તમને જણાવીશું જે દિવાળી પર આ દીવડા પ્રગટાવવવાનું શું મહત્વ છે.1. કષ્ટ ને દૂર કરે છે આ દીવડાઓ:

દિવાળી પર દીવડાઓ માત્ર પ્રથા કે રિવાજ માટે જ પ્રગટાવવામાં નથી આવતા પણ આ દીવાઓ તમને સુખ-સમૃદ્ધિ પણ અપાવે છે. જો શાસ્ત્રો ના અનુસાર ઘરમાં દિવાળી પર દીવડાઓ કરવામાં આવે તો, તે તમારા દરેક કષ્ટ અને સમસ્યાઓ ને પણ દૂર કરી શકે છે.

2. દીવડાઓના ચમત્કારિક ઉપાય:

આજે અમે તમને દિવાળી પર દીવડાઓ પ્રગટાવવાથી માં લક્ષ્મી ને ખુશ કરવાના 3 સૌથી સરળ અને ચમત્કારિક ઉપાય જણાવીશું. આ ઉપાય ગરીબ વ્યક્તિ ને પણ ધનવાન બનાવી શકે છે. આ ઉપાયોથી રોગ,ઋણ અને શત્રુઓનો નાશ થાય છે તથા લક્ષ્મી ની પ્રાપ્તિ થાય છે.

ચાર મુખવાળા ત્રણ દીવડાઓ જરૂર લગાવો:1. દિવાળી ના દિવસે ચાર મુખવાળા દીવડાઓ ને પ્રગટાવો અને રાતના સમયે તેને ત્રણ અલગ અલગ સ્થાન પર લઈને જાઓ. પહેલો દીવડો કોઈ મંદિર માં શિવલિંગ ની પાસે પ્રગટાવો અને મહાદેવ નું સ્મરણ કરો. આ ઉપાય સૌથી વધુ ચમત્કારી છે.

2. બીજો દિવડો કોઈ પીપળાના વૃક્ષ ની નીચે પ્રગટાવો અને ભગવાન વિષ્ણુ નું ધ્યાન કરો. આ ઉપાય નું એક વિશેષ મહત્વ માનવામાં આવે છે કેમ કે અમાસ પિતૃઓ નો દિવસ હોય છે. આ દિવસે પીપળાનું પૂજન કરવાથી તેઓ પ્રસન્ન થાય છે, તેના સિવાય પીપળાના વૃક્ષ માં 33 કરોડ દેવી દેવતાઓ નો પણ વાસ હોય છે.

3. દિવાળીના દિવસે કોઈ ચાર રસ્તા પર દીવો કરો અને પછી પાછું વાળીને ના જુઓ. આ ઉપાય રોગ, ઋણ અને શત્રુ નો નાશ કરવા માટે પૂરતો છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here