દિવાળી ના દિવસે માતા લક્ષ્મી ને આવી રીતે બોલાવો પોતાના ઘરે, અપનાવો આ 10 તરીકાઓ….

0

ભારતમાં હિંદુઓ નો સૌથી મોટો તહેવાર માનવામાં આવતો દિવાળી નો ઉત્સવ ટૂંક સમયમાં જ આવવવાનો છે. આ દિવસે માતા લક્ષ્મી ની પૂજા નું વિશેષ મહત્વ હોય છે.

કહેવાય છે કે યોગ્ય રીતે પૂજા કરવાથી માતા લક્ષ્મી ની કૃપા હંમેશા બની રહે છે. એવામાં તમે બધા ઇચ્છતા હશો કે માતા લક્ષ્મી ઘરે આવે અને તમને આશીર્વાદ આપે.

આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે માતા લક્ષ્મી ને ખુશ કરી શકો છો.

1. હળદર ની ગાંઠ મંદિરમાં રાખો:દિવાળીના દિવસે જયારે તમે માતા ની પૂજા કરો ત્યારે પોતાના ઘરના મંદિર માં એક હળદર ની ગાંઠ ચોક્કસ રાખો. જેવી તમારી પૂજા પુરી થઇ જાય તો આ ગાંઠ ને લઈને તિજોરી માં મૂકી દો.

2. કિન્નર પાસેથી માંગો એક રૂપિયો:જો તમને કોઈ કિન્નર મળી જાય તો દિવાળી ના દિવસે તેની પાસેથી તેની મંજુરીથી એક રૂપિયાનો સિક્કો માંગો અને પોતાના પર્સ માં રાખી લો.

3. વૈવાહિત સ્ત્રીને કરો દાન:જો તમને દિવાળી ના દિવસે કોઈ વૈવાહિત સ્ત્રી મળી જાય તો તેને શુભ માનવામાં આવે છે. તમે આવી સ્ત્રીઓને શ્રીંગાર નો સામાન ગિફ્ટ કરી શકો છો.

4. લક્ષ્મી અને કુબેર ની પૂજા કરો:દિવાળી ની રાતે તમે આ મંત્ર નો જાપ 108 વાર કરો અને માતા લક્ષ્મી અને કુબેર ની પૂજા કરો.
મંત્ર – ऊँ यक्षाय कुबेराय वैश्रववाय, धन-धान्यधिपतये धन-धान्य समृद्धि मम देहि दापय स्वाहा।

5. શંખ અને ઘંટી વગાડો:આ દિવસે પૂજા કર્યા પછી પોતાના ઘરના દરેક રૂમમાં શંખ અને ઘંટી જરૂર વગાડો. તેનાથી તમારા ઘરથી દરિદ્રતા દૂર થઇ જાશે.

6. શ્રીસૂક્ત નો કરો પાઠ:દિવાળી ના દિવસે ઘરમાં કનકધારા અને શ્રીસૂક્ત નો પાઠ કરવો જોઈએ.

7. તુલસીના પાન ચઢાવો:આ દિવસે માતા લક્ષ્મી પર તુલસીના પાન જરૂર ચઢાવો, જે શુભ માનવામાં આવે છે.

8. મહાલક્ષ્મી મંત્ર નો જાપ કરો:આ દિવસે તમારે માતા લક્ષ્મી ના આ મંત્ર નો જાપ કરવો જોઈએ.

મંત્ર:  ऊँ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद् श्रीं ह्रीं श्रीं ऊँ महालक्ष्मयै नम:

9. સાવરણી દાન કરો:દિવાળી ના દિવસે કોઈ મંદિર માં સાવરણી અને સુગંધ વાળી અગરબત્તી નું દાન કરવું શુભ માનવામાં આવે છે.

10. સ્વસ્તિક નું નિશાન બનાવો:આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર કંકુ થી સ્વસ્તિક નું નિશાન બનાવાનું ના ભૂલો.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here