છૂટાછેડા વગર જ પોતાના પતિથી અલગ થઇ ચુકી છે આ અભિનેત્રીઓ, એક તો જલ્દી જ બનવાની છે ‘માં’…..

0

બૉલીવુડ અને ટીવી ની દુનિયામાં સંબંધો જલ્દી જ બની જાતા હોય છે, અને એટલા જ જલ્દી તૂટી પણ જાતા હોય છે. અહીં લગ્ન અને બ્રેકઅપ ની ખબરો આવવી એક સામાન્ય બાબત બની ગઈ છે. રિલેશનશિપ માં આવ્યા પછી કલાકાર જલ્દી જ પોતાના આ સંબંધ ને લગ્ન માં બદલાવી નાખતા હોય છે અને આજ કારણ છે કે લગ્ન ના અમુક સમય પછી તેઓમાં ખટાશ આવવાનું શરૂ થઇ જાય છે અને પછી તેઓ એકબીજાથી અલગ રહેવા લાગે છે. આજે અમે તમને એવી જ અમુક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ છૂટાછેડા વગર જ પોતાના પતિ થી અલગ થઇ ગઈ છે.જો કે ઘણા એવા લોકો છે જેઓ છૂટાછેડા લઈને એકબીજાથી અલગ થઇ ગયા હોય પણ છૂટાછેડા લીધા વગર જ અલગ થઇ જવું એ બાબત કદાચ બૉલીવુડ માં જ જોવા મળે છે. એવામાં આવી અભિનેત્રીઓ છૂટાછેડા વગર પોતાના પતિ થી અલગ થઈને પોતાના જીવનમાં ખુબ જ ખુશ છે અને તેમાંની અમુક તો માં પણ બની ચુકી છે તો અમુક જલ્દી જ આવા સારા સમાચાર આપવાની તૈયારી માં છે.

1. રાધિકા આપ્ટે:બૉલીવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની ફેમસ અભિનેત્રી રાધિકા આપ્ટે ઘણી હિટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. પોતાના અભિનય થી તેમણે એક અલગ જ મુકામ હાંસિલ કર્યું છે. રાધિકા જેટલી સુંદર ફિલ્મી લાઈફમાં જોવા મળે છે, તેનાથી અનેક ગણી સુંદર તે અસલ જીવનમા છે. જણાવી દઈએ કે વર્ષ 2012 માં રાધિકા આપ્ટે એ બેનેડિકટ ટેલર સાથે લગ્ન કર્યા હતા અને હવે તે પોતાના પતિ થી અલગ રહે છે. જણાવી દઈએ કે હજી સુધી તેઓના છૂટાછેડા નથી થયા.2. સુરવીન ચાવલા:ફિલ્મ હેટ સ્ટોરી-2 થી પોતાની ઓળખ બનાવનારી સુરવીન ચાવલા એ વર્ષ 2015 માં અક્ષય ઠક્કર સાથે લગ્ન કર્યા હતા. તેનું ફિલ્મી કેરિયર તો ઠીક રહ્યું હતું, પણ તેનું વિવાહીત જીવન કઈ ખાસ રહ્યું ન હતું. લગ્ન ના અમુક સમય પછી જ તે પોતાના પતિથી અલગ રહેવા લાગી હતી અને હવે તે માં પણ બનવા જઈ રહી છે. હાલમાં જ તેમણે સોશિયલ મીડિયા પર પોતાની ગર્ભાવસ્થા ની ખબર ફેન્સ ને આપી હતી, તેમણે પણ પોતાના પતિ સાથેના છૂટાછેડા નથી લીધા.

3. પ્રીતિ ઝંગિયાની: મોહબ્બતેં ની ફેમસ અભિનેત્રી પ્રીતિ ઝંગિયાની એ વર્ષ 2008 માં પ્રવીણ ડબાસ સાથે લગ્ન કર્યા હતા.લગ્ન પછી તેમણે બૉલીવુડ ની દુનિયા થી દુરી બનાવી લીધી હતી અને ગાયબ થઇ ગઈ હતી. જણાવી દઈએ કે પ્રતિ નો એક દીકરો પણ છે, જેને તે એકલી જ સંભાળી રહી છે. તેમણે પણ પોતાના પતી થી છૂટાછેડા નથી લીધા અને આજે એકલી જ પોતાનું જીવન વિતાવી રહી છે. મોહબ્બતેં ના સિવાય પ્રીતિ ઘણી ફિલ્મોમાં નજરમાં આવી ચુકી છે, પણ તેને કઈ ખાસ સફળતા મળી ન હતી.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here